વિશ્વભારતી માટે ગુરુદેવ ટાગોરનું વિઝન આત્મનિર્ભર ભારતનો પણ સાર છે : મોદી

0
7
મોદીએ કહ્યું હતું- આ સંસ્થાને જે લોકોએ આ ઊંચાઈ પર પહોંચાડી છે તે તમામ લોકોને હું આદરપૂર્વક નમન કરું છું.
મોદીએ કહ્યું હતું- આ સંસ્થાને જે લોકોએ આ ઊંચાઈ પર પહોંચાડી છે તે તમામ લોકોને હું આદરપૂર્વક નમન કરું છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો-કોન્ફરન્સ દ્વારા પશ્ચિમ બંગાળમાં વિશ્વભારતી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહને સંબોધન કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે વિશ્વભારતી માટે ગુરુદેવ ટાગોરનું વિઝન આત્મનિર્ભર ભારતનો પણ સાર છે.

આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ દ્વારા આજે ભારત પર્યાવરણીય સંરક્ષણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ભારત એકમાત્ર એવો દેશ છે, જે પેરિસ એકોર્ડ હેઠળ યોગ્ય માર્ગ પર આગળ વધી રહ્યો છે.

સ્વતંત્રતા આંદોલનનો પાયો ઘણા સમય પહેલાં નાખવામાં આવ્યો હતો. આઝાદીના આંદોલન પહેલાંથી ચાલતાં અનેક આંદોલનોથી ઊર્જા મળી. ભક્તિયુગમાં ભારતના દરેક ક્ષેત્રમાં સંતો, મહંતોએ દેશની ચેતના માટે અવિરત પ્રયાસ કર્યા.વેદથી વિવેકાનંદ સુધી ભારતના ચિંતનનો પ્રવાહ ગુરુદેવના રાષ્ટ્રવાદના ચિંતનમાં પણ મોખરે હતો અને આ પ્રવાહ અંતર્મુખી નહોતો, એ ભારતને વિશ્વના અન્ય દેશોથી અલગ બનાવતો ન હતો. તેમનું વિઝન એ હતું કે ભારતમાં જે સર્વશ્રેષ્ઠ છે તેનો વિશ્વને ફાયદો થવો જોઈએ અને વિશ્વમાં જે સારું છે ભારત એમાંથી પણ શીખે.તમારી યુનિવર્સિટીનું નામ જ જુઓ- વિશ્વભારતી. મા ભારતી અને વિશ્વ સાથે સંકલન. વિશ્વભારતી માટે ગુરુદેવનું વિઝન એ આત્મનિર્ભર ભારતનો પણ સાર છે. આત્મનિર્ભર ભારત અભિયાન એ વિશ્વકલ્યાણ માટે ભારતના કલ્યાણનો માર્ગ પણ છે. આ અભિયાન ભારતના સશક્તીકરણની ઝુંબેશ છે, ભારતની સમૃદ્ધિથી વિશ્વમાં સમૃદ્ધિ લાવવાનું અભિયાન છે.1921માં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત વિશ્વભારતી એ દેશની સૌથી પ્રાચીન સેન્ટ્રલ યુનિવર્સિટી છે. મે 1951માં એની સ્થાપના સેન્ટ્રલ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યુશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ તરીકે થઈ જાહેર કરવામાં આવી હત