અમદાવાદ સરદારનગરની યુવતી સુહાગરાતે ખબર પડી કે પતિ નપુંસક છે, સાસુને ફરિયાદ કરી તો કહ્યું, ‘અમને બધી ખબર છે’

0
12
આ બાબતે યુવતીએ હિંમત કરીને સાસુને વાત કરતાં તેમણે કહ્યું હતું કે તેમને તો પહેલેથી જ ખબર હતી કે તેમનો દીકરો શારીરિક સંબંધ બાંધી શકતો નથી.
આ બાબતે યુવતીએ હિંમત કરીને સાસુને વાત કરતાં તેમણે કહ્યું હતું કે તેમને તો પહેલેથી જ ખબર હતી કે તેમનો દીકરો શારીરિક સંબંધ બાંધી શકતો નથી.

સરદારનગરમાં રહેતી અને બેંકમાં નોકરી કરતી યુવતીને સુહાગરાતે ખબર પડી હતી કે પતિ નપુંસક છે. દંપતી હનિમૂન માટે થાઈલેન્ડના ફૂકેત ગયું હતું. પત્નીએ પતિને સપોર્ટ કરી ઈલાજ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને પાછળથી ખબર પડી કે પતિ પહેલાંથી જ પુરુષમાં નથી અને આ વાતની તેના પરિવારના તમામ સભ્યોને પહેલાંથી જ જાણ હતી. અંતે, યુવતીએ પતિ અને સાસરિયાં સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.સરદારનગરની યુવતી સુહાગરાતે પતિની રાહ જોઈને રૂમમાં બેઠી હતી. લાંબો સમય રાહ જોયા બાદ પતિ રૂમમાં આવ્યો હતો, પરંતુ પત્નીથી દૂર રહેતો હતો. આટલું થયા છતાં મન મોટું રાખી તેણે પતિને માનસિક સધિયારો આપી કહ્યું હતું કે તમે મેડિકલ ટેસ્ટ કરાવો અને વિજ્ઞાન અત્યારે ખૂબ જ આગળ છે, જેથી તમારી આ સમસ્યાનો પણ કંઈક રસ્તો મળી શકે છે. જોકે યુવતીના પ્રયત્નો છતાં પતિ શારીરિક તપાસ કરાવવા તૈયાર થતો ન હતો.થાઈલેન્ડથી આવ્યા બાદ લગ્નજીવન આગળ વધતું ગયું એમ દંપતી શારીરિક સંબંધ બાંધવા પ્રયત્ન કરતું હતું, પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. આ બાબતે યુવતીએ હિંમત કરીને સાસુને વાત કરતાં તેમણે કહ્યું હતું કે તેમને તો પહેલેથી જ ખબર હતી કે તેમનો દીકરો શારીરિક સંબંધ બાંધી શકતો નથી.આ ઘટસ્ફોટ બાદ પણ યુવતી સાસરિયાંમાં રહેતી હતી, પરંતુ તેને સાસુ-સસરાએ હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. નોકરીને લઈને પણ તેને માનસિક ત્રાસ અપાતો. એક દિવસની રજા હોય ત્યારે પણ તેને સવારથી સાંજ સુધી ઘરનું તમામ કામકાજ કરાવાતું હતું. પતિ મોડી રાત સુધી પત્ની સાથે ઝઘડો કરતો હતો. જેથી કંટાળી યુવતી ત્રણ વખત પિયર ચાલી ગઈ હતી. જોકે માતા-પિતાની સમજાવટથી પાછી સાસરિયે ગઈ હતી, પરંતુ સ્થિતિ સુધરવાને બદલે વધુ બગડતાં પત્નીએ પતિ તેમજ સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ કરી છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, યુવતીના બેડરૂમનો દરવાજાનો પ્રેસ કરવાનો નકૂચો જાણીજોઈને તોડી નાખવામાં આવ્યો હતો અને તેની સાસુ ગમે ત્યારે દરવાજો ખોલી નાખતાં હતાં અને અવારનવાર તેનો પતિ તથા સાસુ-સસરા ઝઘડો કરી બીભત્સ ગાળો બોલી શારીરિક અને માનસિક ત્રાસ આપતાં હતાં. યુવતીની ફરિયાદ અનુસાર તેનો પતિ નપુંસક છે તેવી વાત કોઈને કરીશ તો મજા નહીં આવે અને તને જાનથી મારી નાખીશ, એવી ધમકી સાસુ આપતી હતી. આ બાબતે યુવતીએ કાલે સારું થઈ જશે એમ વિચારી કોઈને જાણ કરી ન હતી.યુવતીએ જ્યારે સાસુ-સસરાને કહ્યું હતું કે તમારો દીકરો શરીરસંબંધ બાંધી શકતો નથી, જેથી સાસુએ કહ્યું હતું કે છોકરીઓ જ શરૂઆત કરે છે, તું કેમ કરતી નથી. જો તું પ્રયત્ન કરીશ તો બધું જ સારું થઈ જશે. પતિએ જ પત્નીને કહ્યું હતું કે તે નાનપણમાં બાલ્કનીમાંથી પડી ગયો ત્યારે ગુપ્ત ભાગે ઈજા થઈ હતી, જેને કારણે તેને કામેચ્છા થતી નથી