રાજ્યમાં માસ્ક ન પહેરનારા પાસેથી અંદાજીત ૧૧૬ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો

0
7
અત્યાર સુધી માસ્ક ન પહેરનારા ૨૩,૬૪,૪૨૦ લોકો પાસેથી દંડ વસૂલાયો છે.
અત્યાર સુધી માસ્ક ન પહેરનારા ૨૩,૬૪,૪૨૦ લોકો પાસેથી દંડ વસૂલાયો છે.

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાઈરસની ગાઇડલાઇન પ્રમાણે માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી રૂ. એક હજારનો દંડ વસૂલવામાં આવે છે જેમાં અત્યાર સુધી માસ્ક ન પહેરનારા ૨૩,૬૪,૪૨૦ લોકો પાસેથી દંડ વસૂલાયો છે. તેમજ અંદાજીત ૧૧૬ કરોડ રૂપિયાનો દંડ ગુજરાતીઓએ માસ્ક નહિ પહેરવા બદલ ભર્યો હતો.રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજુ કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, એક વર્ષ જૂના કોરોના વાઈરસને લગતી સીમિત માહિતી ઉપલબ્ધ છે. એટલે સાવચેતીમાં જ સલામતી છે. એ સૂત્રને અપનાવીને કામ કરવું પડશે. માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અંગે લોકજાગૃતિ માટે સરકારે અનેકવિધ કાર્યક્રમો કરી રહી છે.તકેદારી ન રાખતા લોકોને આકરો દંડ કરાયો છે. રાજ્યમાં માસ્ક ન પહેરનારા પાસેથી અત્યાર સુધીમાં અંદાજીત ૧૧૬ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.કોરોનાના સંક્રમણને સામે સરકારી મેડિકલ કોલેજમાં ભણેલા ૯૦૦ એમબીબીએસ ડોક્ટરોને ગ્રામીણ વિસ્તારમાં ૩ વર્ષ સેવાના હુકમો કરાયા છે. જ્યારે એમબીબીએસના ત્રીજા અને ચોથા વર્ષમાં ભણતા ૬૫૯૭ વિદ્યાર્થીઓને કોવિડ સર્વેલન્સ અને ટેસ્ટિંગની કામગીરી સોંપવામાં આવી છે.રાજ્યમાં કોવિડ હોસ્પિટલમાં અંદાજે ૧૧૩૯૭ એક્ટિવ કેસ અને કુલ ૨,૩૭,૨૪૭ કોરોના કેસ નોંધાયા હતા. ૧૧૩૯૭ એક્ટિવ કેસ પૈકી ૬૪ વેન્ટિલેટર પર છે અને ૧૧૩૩૩ દર્દીની હાલત સ્ટેબલ છે. ૨૨૧૬૦૨ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને ૪૨૪૮નાં મોત થયાં છે. રાજ્યમાં રિક્વરી રેટ ૯૦ ટકાથી વધારે છે.