ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનાથી ખેડૂતોને પણ ફાયદો થશે : મોદી

0
6
તબીબી શિક્ષણ ક્ષેત્રે
તબીબી શિક્ષણ ક્ષેત્રે "મિશન મોડમાં કાર્ય થઇ રહ્યું છે. તેમ જણાવી વડા પ્રધાને પ્રત્યેક રાજયમાં એક એઇમ્સ અને ત્રણ લોકસભા દીઠ એક મેડિકલ કોલેજ સ્થાપવાની કેન્દ્ર સરકારની નેમ વ્યક્ત કરી હતી.

ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર એટલે કે EDFC વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક છે. તેને માલવાહક ટ્રેનો માટે બનાવવામાં આવ્યો છે. એટલે કે તેની પર માત્ર માલવાહક ગાડીઓ જ દોડશે. 351 કિલોમીટર લાંબો આ કોરિડર ન્યુ ભાઉપુર-ન્યુ ખુર્જા સેક્શન સુધી છે. તેને 5750 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. તેની કુલ લંબાઈ 1856 કિલોમીટર છે. જે પંજાબના લુધિયાણાથી શરૂ થઈને હરિયાણા, યુપી, બિહાર અને ઝારખંડ થઈને પશ્ચિમ બંગાળના દાનકુની સુધી જશે. તેની સાથે જ કેન્દ્ર સરકાર 1504 કિલોમીટર લાંબા વેસ્ટર્ન કોરિડોરનું નિર્માણ પણ કરાવી રહી છે. તે ગ્રેટર નોઈડાના દાદરીથી શરૂ થઈને મુંબઈ જવાહરલાલ નેહરુ પોર્ટ સુધી બની રહ્યો છે. કેન્દ્ર સરકારે આગામી દિવસોમાં સમગ્ર દેશમાં માલ વાહક ટ્રેનો માટે અલગથી પાટા નાખવાનો નિર્ણય લીધો છે.મોદીએ કહ્યું કે નવા ફ્રેટ કોરિડોરમાં મેનેજમેન્ટ અને ડેટા સાથે જોડાયેલી ટેકનોલોજી ભારત જ તૈયાર કરવામાં આવી છે. ઈન્ફ્રાસ્ટ્રકચરનો ગ્રોથ કોઈ પણ દેશનો સૌથી મોટો સોર્સ છે. તે જેટલો મજબુત થાય છે, રાષ્ટ્રનો વિકાસ એટલો જ ઝડપથી થાય છે. ભારતમાં છેલ્લા છ વર્ષમાં આધુનિક કનેક્ટિવિટી પર કામ થઈ રહ્યું છે. હાઈવે હોય, રેલવે હોય કે વોટર વે હોય દરેકમાં ઝડપથી કામ થઈ રહ્યું છે.