કૉંગ્રેસના સ્થાપના દિવસના કાર્યક્રમમાં સોનિયા અને રાહુલ ગેરહાજર

0
3
કૉંગ્રેસ તરફથી રાહુલ અને સોનિયાની ગેરહાજરી વિશે મગનું નામ મરી પાડવામાં આવ્યું નહોતું. રાહુલ અને સોનિયાની ગેરહાજરીમાં વરિષ્ઠ નેતા એ. કે. એન્થનીએ ધ્વજ ફરકાવ્યો હતો.
કૉંગ્રેસ તરફથી રાહુલ અને સોનિયાની ગેરહાજરી વિશે મગનું નામ મરી પાડવામાં આવ્યું નહોતું. રાહુલ અને સોનિયાની ગેરહાજરીમાં વરિષ્ઠ નેતા એ. કે. એન્થનીએ ધ્વજ ફરકાવ્યો હતો.

નવી દિલ્હી: કૉંગ્રેસના સોમવારે યોજાયેલા ૧૩૬મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં પ્રમુખ સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ જ હાજરી નહોતી આપી.દિલ્હીમાં આવેલા એમના પક્ષના મુખ્યાલયમાં યોજાયેલા કાર્યક્રમમાં રાહુલ અને સોનિયા ગેરહાજર રહ્યા હતા,

ત્યાર બાદ યોજાયેલી બેઠકમાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા સહિત અનેક વરિષ્ઠ નેતાએ હાજરી આપી હતી.આ કાર્યક્રમમાં કૉંગ્રેસની નબળી કામગીરી બદલ પોતાનો અસંતોષ વ્યક્ત કરતો પત્ર લખનાર ગુલામ નબી આઝાદ અને આઝાદ શર્મા જેવા નેતાઓ પણ હાજર રહ્યા હતા.કૉંગ્રેસની દેહરાદૂનની યુનિટે આ પ્રસંગે શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. હાથમાં તિરંગો લઇને કૉંગ્રેસના અનેક કાર્યકર્તાએ શહેરના વિવિધ વિસ્તારમાં પગપાળા યાત્રા કરી હતી.