૧૯ વર્ષીય યુવતી પર દુષ્કર્મના કેસમાં આરોપીની બહેન ને શરતી જામીન મળ્યા

ખુંદ ફરિયાદી યુવતી ના લગ્ન આરોપી સાથે થઈ ગયા હોવાની હકીકત કોર્ટના ધ્યાન પર લખાતા આ કેસમાં વળાંક સેશન્સ કોર્ટે આરોપી બહેનના શરતી જામીન મંજૂર કર્યા

0
13
Ahmedabad city and sessions court
Ahmedabad city and sessions court
  • અમદાવાદ, તા. ૪
  • શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલી એક કંપનીના માલિકના નાના ભાઈ દ્વારા ૧૯ વર્ષીય યુવતી પર બહેનની મદદગારીથી અવાર નવાર દુષ્કર્મ ગુજારવાના કથિત કેસમાં સંડોવાયેલી આરોપી બહેનને આજે અત્રેના એડિશનલ સેશન્સ જજ પી.એન રાવલે શરતી જામીન પર મુક્ત કરવાનો મહત્વનો હુકમ કર્યો હતો. કોર્ટે આરોપી બહેનને પાસપોર્ટ જમા કરાવવા, અદાલતની પરવાનગી વિના ગુજરાત રાજ્યની હદ નહીં છોડવા સહિતની આકરી શરતો સાથે જામીન આપ્યા હતા.

  • આ કેસમાં આરોપી બહેન તરફથી કરાયેલી જામીન અરજીમાં એડવોકેટ પ્રતીક કે. નાયક અને હિતેન્દ્રસિંહ ચાવડાએ મહત્વની દલીલો કરતા જણાવ્યું હતું કે, અરજદારને સમગ્ર કેસમાં બિલકુલ ખોટી રીતે સંડોવી દેવામાં આવી છે. હકીકતમાં અરજદારની આ સમગ્ર ગુનામાં કોઇ સંડોવણી પુરવાર થતી નથી. ફરિયાદી યુવતીએ 2019 માં મુખ્ય આરોપી સાથે લગ્ન કરી લીધા છે અને તેણે તે મહત્વની હકીકત છુપાવીને બિલકુલ ખોટી રીતે ફરિયાદ દાખલ કરાવી અરજદારની સંડોવણી કરાવી છે. વળી અરજદાર મહિલા છે અને પોતે પણ પરિણીત છે તેમજ 15 વર્ષથી તેણે મુખ્ય આરોપી થી અલગ રહે છે તેથી તેની ભૂમિકા કે સંડોવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અરજદાર બહેન તરફથી કોર્ટનું એ મહત્વની હકીકત તરફ પરત્વે ધ્યાન દોરાયું હતું કે ખુદ ફરિયાદી યુવતી ના લગ્ન ઓગસ્ટ ૨૦૧૯ માં તેના ભાઈ સાથે થઈ ગયેલા છે અને લગ્ન થયા ની હકીકત ફરિયાદ યુવતીએ છુપાવેલી છે. આમ જો કાયદેસર લગ્ન થઈ ગયા હોય તો દુષ્કર્મની વાત જ ટકી શકે તેમ નથી એ ગંભીર હકીકત પરત્વે કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
    ફરિયાદીએ બિલકુલ ખોટી રીતે અરજદારને આ ગુનામાં સંડોવી દેવાનો અહીં પ્રયાસ કર્યો છે ત્યારે અદાલતે અરજદાર મહિલા હોવાને નાતે માનવીય અભિગમને ધ્યાનમાં રાખીને તેને શરતી જામીન પર મુક્ત કરવા જોઈએ. અરજદારપક્ષ તરફથી અેડવોકેટ પ્રતિક કે. નાયક અને હિતેન્દ્રસિંહ ચાવડા ની દલીલો ગ્રાહ્ય રાખી સેસન્સ કોર્ટે આરોપી બહેનના શરતી જામીન મંજૂર કર્યા હતા. ચકચારભર્યા આ કેસની વિગતો એવી છે કે, મૂળ હરિયાણા ની પત્ની એવી ૧૯ વર્ષીય યુવતી શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલી એક કંપનીમાં નોકરી કરતી હતી, જ્યાં કંપનીના માલિકના ભાઈ દ્વારા તેની બહેનની મદદથી ફરિયાદી યુવતી ને પોતાની કંપનીમાં અને ઘેર બોલાવી તેની ને દુષ્કર્મનો ભોગ બનાવવાનો આરોપ પોલીસ ફરિયાદમાં લગાવાયો હતો. જોકે કોર્ટે આ કેસમાં ફરિયાદ યુવતી ના આરોપી સાથે લગ્ન થઈ ગયા હોવાની હકીકત સહિતની બાબતો ધ્યાનમાં લઈને આખરે કોર્ટે આ કેસમાં સંડોવાયેલી આરોપીની બહેનને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.