દસ દિવસમાં રસીકરણ અભિયાન શરૂ કરવા સજ્જ: આરોગ્ય મંત્રાલય

0
5
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાઈરોલોજી (એનઆઈવી) પુણે ખાતે આ નવા કેસ નોંધાયા હતા.સંબંધિત રાજ્ય સરકાર દ્વારા આ તમામ વ્યક્તિઓને સિંગલ રૂમમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાઈરોલોજી (એનઆઈવી) પુણે ખાતે આ નવા કેસ નોંધાયા હતા.સંબંધિત રાજ્ય સરકાર દ્વારા આ તમામ વ્યક્તિઓને સિંગલ રૂમમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

નવી દિલ્હી: રસીનો તાકીદે ઉપયોગ કરવાની ૩ જાન્યુઆરીએ મળેલી માન્યતાના દસ દિવસમાં રસીકરણ અભિયાન શરૂ કરવા અમે સજ્જ છીએ એમ જણાવતાં કેન્દ્રના આરોગ્ય ખાતાએ મંગળવારે કહ્યું હતું કે આ મામલે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારનો હશે.દરમિયાન, યુકેના નવા કોરોના સ્ટ્રેન સાર્સ-કોવિડ-ટૂનો ટૅસ્ટ વધુ ૨૦ જણમાં પૉઝિટિવ આવતા કુલ કેસનો આંક ૫૮ પર પહોંચ્યો હતો. કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો અને કોરોના યોદ્ધાઓએ નામ નોંધાવવાની જરૂર નથી કેમ કે તેમની વિગતો પહેલીથી સિસ્ટમમાં ઉપલબ્ધ છે.ડ્રાયરનને મળેલા પ્રતિસાદ અને તે મારફતે મળેલી માહિતીને આધારે આરોગ્ય ખાતુ દસ દિવસમાં રસીકરણ અભિયાન શરૂ કરવા સજ્જ છે, રસીકરણ ખરેખર ક્યારથી શરૂ કરવામાં આવશે? એ પ્રકારના પ્રશ્ર્નનો ઉત્તર આપતા ભૂષણે કહ્યું હતું કે આ મામલે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારનો હશે.દરમિયાન, દેશમાં કોરોનાના સક્રિય કેસના આંકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

હાલને તબક્કે દેશમાં કોરોનાના ૨,૩૧,૦૩૬ સક્રિય કેસ છે જે અત્યાર સુધી નોંધાયેલા કોરોનાના કુલ કેસના માત્ર ૨.૨૩ ટકા છે, એમ આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાઈરોલોજી (એનઆઈવી) પુણે ખાતે આ નવા કેસ નોંધાયા હતા.સંબંધિત રાજ્ય સરકાર દ્વારા આ તમામ વ્યક્તિઓને સિંગલ રૂમમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

સતત ૩૯ દિવસથી કોરોનાના દરદીઓ સાજા થવાનો દૈનિક દર કોરોનાના નવા કેસની સરખામણીએ વધુ રહ્યો હોવાને લીધે આ શક્ય બન્યું હોવાનું તેમણે કહ્યું હતું.છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૬,૩૭૫ કેસ નોંધાયા હોવાની સરખામણીએ કોરોનાના સાજા થયેલા દરદીઓની સંખ્યાનો આંક ૨૯,૦૯૧ જેટલો રહ્યો હતો જે કોરોનાના કુલ કેસમાં એકંદરે ૧૨,૯૧૭નો ઘટાડો દર્શાવતો હોવાનું તેમણે કહ્યું હતું.દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના સાજા થયેલા દરદીઓનો આંક એક કરોડની નજીક એટલે કે ૯૯,૭૫,૯૫૮ પર પહોંચ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here