ઉર્વંશી રાઉતેલા મધુબાલાના અવતારમાં

0
4
તેમણે પોતાની ફિલ્મોમાં વિવિધ ભાવનાઓનું શ્રેષ્ઠ નિરૂપણ કરીને દર્શકોના દિલોદિમાગ પર અમીટ છાપ છોડી છે
તેમણે પોતાની ફિલ્મોમાં વિવિધ ભાવનાઓનું શ્રેષ્ઠ નિરૂપણ કરીને દર્શકોના દિલોદિમાગ પર અમીટ છાપ છોડી છે

અભિનેત્રી ઉર્વશી રાઉતેલા રૂપના ઢગલા સમી દિવંગત અભિનેત્રી મધુબાલાના લોકપ્રિય ગીત ‘એક લડકી ભીગી ભાગી સી’ના રીક્રિએટમાં આવી રહી છે. આ ગીતમાં ઉર્વશી પણ તદ્દન નવા અવતારમાં જોવા મળશે. ઉર્વશીએ કહ્યું હતું કે આ ગીત મારું શમણું સાકાર થવા બરાબર છે. હું તેમાં એક સમયની દિગ્ગજ અને અત્યંત સ્વરૂપવાન અભિનેત્રી મધુબાલાના પેંગડામાં પગ ઘાલવા જઈ રહી છું.

અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે આ મ્યુઝિક વિડિયોમાં હું દંતકથા સમાન ગાયક કિશોરકુમારના મૂળ કંઠ સાથે મારો અવાજ આપવા તૈયાર છું. તેમાં કામ કરવા સાથે મારી ૨૦૨૧ની સાલનો આરંભ ધમાકેદાર બની રહેશે. ઉર્વશીએ ઉમેર્યું હતું કે મધુબાલામાં ગજબની સુંદરતા અને ઉત્કૃષ્ટ અભિનયનો સુભગ સમન્વય હતો. તેમણે પોતાની ફિલ્મોમાં વિવિધ ભાવનાઓનું શ્રેષ્ઠ નિરૂપણ કરીને દર્શકોના દિલોદિમાગ પર અમીટ છાપ છોડી છે અને સૌંદર્યની વાત આવે તો આજે પણ મધુબાલાને સંભારવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here