અમદાવાદમાં વેકસીનનો જથ્થો આવી ગયો

0
11
અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન સ્ટોરેજ ખાતે જથ્થો લઈ જવાશે.
અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન સ્ટોરેજ ખાતે જથ્થો લઈ જવાશે.

અમદાવાદ : કોરોના વેક્સિન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી છે. થોડીવારમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ લીલીઝંડી આપી અને વેક્સીનને ગુજરાતમાં ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર મોકલશે. ગુજરાત માટે સિરમ કોવિશિલ્ડ વેક્સિનનો કુલ 5 લાખ 60 હજાર જથ્થો આવ્યો છે. અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે 2 લાખ 76 હજાર જેટલો જથ્થો અત્યારે આવશે. જેમાં અમદાવાદ માટે 1 લાખ 8 હજાર વેક્સિન આવશે. અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન સ્ટોરેજ ખાતે જથ્થો લઈ જવાશે. ગાંધીનગર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જથ્થો લઈ જવામાં આવશે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એરપોર્ટ પર આવી વેક્સિનના વધામણાં કરશે. એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here