વડોદરામાં બૂલેટ ટ્રેન સ્ટેશનના પાર્કિંગ અને મોલ માટે ૨૧૦ વૃક્ષ કપાશે

0
4
હાલ જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન જંગલખાતા, આરએન્ડબી અને નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા જગ્યાનો સરવે કરી વૃક્ષો ઉપર નંબર મારવામાં આવ્યા છે.
હાલ જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન જંગલખાતા, આરએન્ડબી અને નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા જગ્યાનો સરવે કરી વૃક્ષો ઉપર નંબર મારવામાં આવ્યા છે.

વડોદરા: અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૭ની સામે આવેલી આરએન્ડબીની જગ્યામાં ૫૦થી ૧૦૦ વર્ષ જૂનાં અંદાજે ૨૧૦ ઝાડ કપાશે. બૂલેટ ટ્રેન સ્ટેશન પ્લેટફોર્મ નંબર ૭ પર બનશે, જ્યારે પાર્કિંગ રેલવે સ્ટેશનની સામે રોડ ક્રોસ કર્યા બાદ આવેલી આરએન્ડબીના વર્કશોપની જગ્યામાં બનાવવાનું નક્કી થયું છે. આ જગ્યાએ પાર્કિંગની સાથે મોલ અને અન્ય એમિનિટી બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. જેના માટે આ ઝાડ કાપવાં જરૂરી બનશે. હાલ જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન જંગલખાતા, આરએન્ડબી અને નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા જગ્યાનો સરવે કરી વૃક્ષો ઉપર નંબર મારવામાં આવ્યા છે. વનખાતાના અધિકારી દ્વારા જણાવ્યા મુજબ મોટા ઝાડનું રિ-પ્લાન્ટેશન સફળ થતું નથી. નાનાં ઝાડનું રિ-પ્લાન્ટેશન થઇ શકે છે. હાલ આરએન્ડબીના તાબામાં આવેલા વર્કશોપમાં મોટાં વાહનોનું સમારકામ થતું નથી. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત સરવે કરી ઝાડને નંબર માર્યાં છે, હજુ જમીન સંપાદનબાકી છે. ત્યારબાદ તે લોકો કામગીરી કરશે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here