કોરોના વાયરસ (Covid-19)ના કારણે સૌથી વધુ મોતના મામલાઓમાં ભારત (India)એ મેક્સિકોને પાછળ છોડી દીધું છે અને ત્રીજા નંબર પર આવી ગયું છે. દેશમાં અત્યાર સુધીમાં 2 લાખ 22 હજાર 408 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ મામલામાં અમેરિકાપહેલા નંબર પર છે. અહીં 5.92 લાખ અને બ્રાઝિલ માં 4.07 લાખ લોકોનાં મોત થયા છે. ચોથા નંબરે પહોંચેલા મેક્સિકોમાં અત્યાર સુધીમાં 2.17 લાખ દર્દીઓનાં મોત થયા છે.4 મે મંગળવારના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,57,229 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 3,449 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,02,82,833 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 15,89,32,921લોકોને કોરોના વેક્સીન ના ડોઝ આપવામાં આવ્યા છે. મહામારી સામે લડીને 1 કરોડ 66 લાખ 13 હજાર 292 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 3,20,289 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 34,47,133 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 2,22,408 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.3 મે સુધીમાં ભારતમાં કુલ 29,33,10,779 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે સોમવારના 24 કલાકમાં 16,63,742 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.