દારૂનો નશો કર્યા બાદ યુવતીએ ભાન ગુમાવતાં એક યુવકે ફાયદો ઉઠાવી રેપ કર્યો
શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી સ્ટેટ લેવલ કબડ્ડી પ્લેયર સાથે મિત્રોએ દારૂ પાર્ટી યોજ્યા બાદ દુષ્કર્મ આચરતા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ચકચારી બનાવમાં પોલીસે બે યુવાનોની મોડી રાત્રે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.મળેલી માહિતી પ્રમાણે, આપઘાત પૂર્વે યુવતીએ પોતાની સાથે થયેલા ઘૃણાસ્પદ બનાવને બયાન કરતો વીડિયો બનાવ્યો હતો. બનાવની ગંભીરતા જોતાં એક્શનમાં આવેલી પોલીસે મોડી રાતે દુષ્કર્મનો ગુનો નોંધી યુવતી સાથે પાર્ટી કરનાર 19 વર્ષિય દિશાંત દિપકભાઇ કહાર (રહે. 101, શિવમ એપાર્ટમેન્ટ, કહાર મહોલ્લો, નવાપુરા, વડોદરા) અને 20 વર્ષિય નઝીમ ઇસ્માઇલરહીમ મિરઝા (રહે. ભાડવાડા, મારવાડી મહોલ્લો, ફતેપુરા, વડોદરા) ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છ.પોલીસસૂત્રો મુજબ, લક્ષ્મીપુરામાં વિસ્તારમાં રહેતી અને કોલેજમાં ભણતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ પોતાના ઘરે દુપટ્ટાથી સવારે 10.30 વાગ્યાના સુમારે ફાંસો ખાઇ લીધો હતો. લગભગ 12 વાગ્યાના સુમારે પરિવારજનોને જાણ થતાં ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. જોકે પરિવારજનોએ આ બનાવ આપઘાતનો નહીં, પણ ગેંગરેપનો હોવાનો આક્ષેપ પોલીસસૂત્રો મુજબ, વિદ્યાર્થિની શહેરના ઉત્તર વિસ્તારમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. જોકે તબીબી રિપોર્ટ હજી બાકી છે. બીજી તરફ યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા વચ્ચે પોલીસે તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં જ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો, જેમાં હકીકત બહાર આવી હતી કે 6 માસ પૂર્વે માતાનું અવસાન થતાં યુવતી ભાડેથી ઘર રાખીને રહેતી હતી અને ખાનગી કંપનીમાં જોબ કરતી હતી. મંગળવારે સાથી કમર્ચારી અને મિત્ર એવા 2 યુવક અને એક યુવતી સાથે તેની રૂમ પર દારૂ પાર્ટી રાખી હતી.