આગ બુઝાવવા ની કામગીરીમાં અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ ના ઓઢવ ફાયર સ્ટેશનના 3 ફાયરમેન કર્મચારીઓ ને આગથી દાઝી જતા હાથ તથા મોઢા ના ભાગે ઈજા થતા સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ હતા.
અમદાવાદ : અમદાવાદ નરોડા સૈજપુર બોઘા રોડ ઉપર આવેલ ઈન્ક બનાવતી કંપનીમાં રાતે 3:00 વાગે આગ (Fire) લાગી હતી.કોલ મળતા ફાયરનીટિમ ઘટના સ્થળે પહોંચી.આગ બુઝાવવા ની કામગીરીમાં અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ ના ઓઢવ ફાયર સ્ટેશનના 3 ફાયરમેન કર્મચારીઓ ને આગથી દાઝી જતા હાથ તથા મોઢા ના ભાગે ઈજા થતા સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ હતા. સારવાર બાદ ત્રણેય કર્મચારીઓ ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.ઈન્ક બનાવતી ફેક્ટરીમાં રાખવામાં આવેલ રો-મટીરીયલ, મશીનરી , પાકો તૈયાર માલ , ઈલેક્ટ્રીક વાયરીંગ અને બિલ્ડીંગ ની ઈમારત ને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ડિવિઝનલ ઓફિસર મનીષ મોડે જણાવ્યું છે કે નરોડા વિસ્તારની ઇન્ક એનોમ નામની કંપનીમાં આગ લાગવાનો કોલ 3. વાગ્યે મળ્યો હતો આગની તીવ્રતા જોઈને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. કોલ મળતાની સાથે 30 જેટલા વાહનોની મદદથી આગ બૂઝાવવાની કામગીરી કરવામાં આવી હતી.ઇન્ક બનાવતી કંપની હોવાથી સોલવન્ટ અને કેમિકલ્સ હોવાથી આગ વિકરાળ બની હતું.આગનું પ્રાથમિક કારણ હજુ જાણવા મળ્યું નથી.સોલંટ હોવાના કારણે એક સાથે આગ પકડાઈ હતી. આગ લાગવાનું કારણ જાણવા FSLની મદદ લેવામાં આવી છે.ફાયરના સાધનો પૂરતા હતા કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે.ઈન્ક એનોન ” નામની ક્રાફ્ટ પેપર , કોરૂગેટેડ બોર્ડ , પેપર બેગ , તમામ પ્રકારના પેપર પ્રિન્ટીંગમાં, એચ.ડી.પી.ઈ. વુવેન બેગ , પેપર પોલીએસ્ટર પ્રિન્ટીંગ, મલ્ટી પરપઝ વિગેરેમાં પ્રિન્ટીંગ માટે વપરાતી વોટરબેઝ ફ્લેકસો ગ્રાફિક ઈન્ક, સોલવન્ટ બેઝ ફ્લેકસો ગ્રાફિક ઈન્ક,ગ્રેવુરે ઈન્ક,એસ / એસ પી.વી.સી ઈન્ક જેવી વિવિધ ઉપયોગમાં આવતી અલગ અલગ પ્રકારની ઇન્ક બનાવતી ઇન્ક હતી.