જો કોઈ વ્યક્તિને આંખોમાં અલગ અલગ પ્રકારની સમસ્યા થઈ રહી છે તો તેણે સાવચેત રહેવું જોઈએ. જોવામાં પરેશાની થવી, ઓછું દેખાવું, ઝાંખુ ઝાંખુ દેખાવું અથવા આંખોમાં લાલાશ જોવા મળે તો તાત્કાલિક આંખોની તપાસ કરાવવી જોઈએ. નિષ્ણાંતો જણાવે છે કે, આંખોની મદદથી કોઈપણ વ્યક્તિના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી શકાય છે. જો કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી આંખોમાં સમસ્યા હોય તો, તે ગંભીર બિમારીનો સંકેત હોઈ શકે છે. જો તમારી આંખોમાં પણ અહીંયા જણાવેલ લક્ષણો જોવા મળે, તો તાત્કાલિક આંખોની તપાસ કરાવવી જોઈએ.નિષ્ણાંતો જણાવે છે કે, કોઈ વ્યક્તિની આંખોમાં કોર્નિયા પર સફેદ ધબ્બા જોવા મળે તો તે એક ચેતવણીની નિશાની હોઈ શકે છે. કોર્નિયા પર સફેદ ધબ્બા જોવા મળે તો તે કોર્નિયલ સંક્રમણનો સંકેત હોઈ શકે છે. જે આંખોને ધીરે ધીરે નુકસાન પહોંચાડે છે, આ કારણોસર આંખોની તાત્કાલિક તપાસ કરાવવી જોઈએ.દારૂ, કેફી પદાર્થ, નિકોટીનનું વધુ પડતું સેવન કરવાથી આંખો ફરકવી તે સામાન્ય બાબત બની ગઈ છે. જો તમને સામાન્ય દિવસોમાં પણ વારંવાર આંખો ફરકે છે અથવા બર્નઆઉટ થાય છે, તો તે એક પ્રારંભિક સંકેત હોઈ શકે છે. શારીરિક થાકને બર્નઆઉટ કહે છે. ડો તમારી આંખો સતત ફરકે છે, તો તમારે શારીરિક મહેનત અને તણાવ ઓછો કરવાની જરૂર છે.જો ઊઠ્યા બાદ પણ તમારી આંખમાં સોજો છે અથવા લાલ છે તો તે એલર્જી, ઈન્ફેક્શન અથવા વધુ પડતા થાકને કારણે હોઈ શકે છે. આંખોમાં સોજો આવવો અથવા લાલ થઈ જાય તો તમારે સમજી જવું જોઈએ કે, તમારે આરામની જરૂર છે.ધુંધળી દ્રષ્ટિ માત્ર ઓછું દેખાવાની સમસ્યા નથી. ધુંધળી દ્રષ્ટિ ડાયાબિટીસ અને મોતિયાનો પણ સંકેત હોઈ શકે છે. હાઈ બ્લડ સુગરથી રેટિનાની બ્લડ વેસલ્સને નુકસાન પહોંતે છે. આ પરિસ્થિતિમાં ડેમેજ થયેલ બ્લડ વેસલ્સમાં સોજો આવી જાય છે, જેમાંથી લોહી અથવા લિક્વિડ નીકળવા લાગે છે. આ કારણોસર સ્પષ્ટ જોઈ શકાતું નથી. બંને આંખોની દ્રષ્ટિ ધુંધળી હોઈ શકે છે. જે લોકોનું બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે, તેમની દ્રષ્ટિ સાફ હોઈ શકે છે. મોતિયાના કારણે રોશની આંખમાં જઈ શકતી નથી અને દ્રષ્ટિ ધુંધળી થઈ જાય છે.જો આંખના સફેદ ભાગ અથવા કાર્નિયા પર વિશેષ પ્રકારની રિંગ્સ જોવા મળે તો તે હાઈ કોલસ્ટ્રોલનો સંકેત આપે છે. જો તમારુ કોલસ્ટ્રોલ સતત વધે છે, તો તેના પ્રારંભિક સંકેત આંખમાં જોવા મળે છે. કોર્નિયાની બહાર લિપિડ રિંગ્સ બનાવાનું શરૂ કરી દે છે. 40થી ઓછી વર્ષની ઉંમરના લોકોએ આ બાબત પર વધુ ધ્યાન આપવું જોઈએ. જો આંખમાં રિંગ્સ જોવા મળે તો તાત્કાલિક નિષ્ણાંતનો સંપર્ક કરવો જોઈએ.