અમદાવાદ : ભારત વૈશ્વિક સ્તરે મસાલાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. દેશની કુલ મસાલાની નિકાસમાં માત્ર ગુજરાત, આંધ્રપ્રદેશ અને કેરળનો હિસ્સો લગભગ ૫૦ ટકા છે. ઉપરાંત, ગુજરાત મસાલાનુંખાસ કરીને જીરાનું સૌથી મોટું ઉત્પાદક અને નિકાસકાર રાજ્ય પણ છે, અને નાણાકીય વર્ષ ૨૧માં ગુજરાતે લગભગ ૭૦૦ મિલિયન ડોલરના મસાલાની નિકાસ કરી હતી.જીરાના ઉત્પાદનમાં ૫૦ ટકાનો વધારો થયો છે. જેને પગલે નાણાકીય વર્ષ ૨૦૨૧માં ગુજરાતે ૪,૨૯,૦૦૦ ટન જીરુંનું ઉત્પાદન કર્યું હતું. જોકે રાજસ્થાન પણ આટલા જ પ્રમાણમાં જીરાનું ઉત્પાદન કરે છે અને દેશના મોટા ભાગના જીરાનું ઉત્પાદન કરે છે. પરંતુ ગુજરાતમાં નાણાકીય વર્ષ ૨૧ સુધીમાં છેલ્લા પાંચ વર્ષથી ૧૯ ટકાના સીએજઆર સાથે નિકાસમાં પ્રમાણમાં ઝડપી અને ઊંચો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત ગુજરાતનો નિકાસ હિસ્સો ૭૭ ટકાથી વધુ હતો, જ્યારે નાણાકીય વર્ષ ૨૧માં રાજસ્થાનનો હિસ્સો માત્ર ૩ ટકા હતો. તેમ ડ્રિપ કેપિટલ ઇન્ક.એ જણાવ્યું હતું.”જીરા ઉપરાંત ગુજરાતમાં ધાણાજીરું, વરિયાળી, મેથીના દાણા, હળદર, મરચાં આદુ અને લસણનું ઉત્પાદન થાય છે. આ મસાલાઓનાં સંભવિત ઔષધીય ગુણધર્મો અને વિવિધ વાનગીઓમાં તેના વ્યાપક ઉપયોગને કારણે નિકાસને વેગ મળ્યો છે.”