Sunday, December 22, 2024
Homenationalનવી ટેક્સ વ્યવસ્થામાં 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, નવા...

નવી ટેક્સ વ્યવસ્થામાં 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, નવા સ્લેબની પણ જાહેરાત

Date:

spot_img

Related stories

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને...

સિડની મોલમાં છરાબાજી, 5નાં મોત: પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

સિડની : સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય...

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર: રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય...

School of Audiovisual Media’s Alliance with TVU Networks Transforms Broadcast Education

Ahmedabad: Barcelona’s School of Audiovisual Media (EMAV) proudly announces...

Together with Industry Giants, TVU Networks Redefines Broadcasting at NAB 2024

 Ahmedabad : TVU Networks, a global pioneer in cloud...
spot_img

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈન્કમટેક્સમાં 8 વર્ષ પછી મોટી રાહત આપી છે. હવે વાર્ષિક 7 લાખ રૂપિયા સુધીની આવક પર ઈન્કમટેક્સ ભરવો નહીં પડે. જોકે આ માત્ર નવા ટેક્સ સ્લેબ હેઠળ મળશે. હજુ પણ ઈન્કમટેક્સ રિટર્ન ભરવા માટે બે વિકલ્પ જોવા મળશે. અત્યારસુધી 2.5 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત હતી. છેલ્લી વખત 2014-15ના બજેટમાં આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 2019-20માં 8 કરોડ લોકોએ આવકવેરો અથવા કોર્પોરેટ ટેક્સ ભર્યો હતો. બજેટમાં નવા સ્ટાર્ટઅપને 3 વર્ષ માટે આપવામાં આવેલી ટેક્સ છૂટ યથાવત્ રાખવામાં આવી છે. જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ટેક્સ ફ્રી રહેશે. જો તમારી આવક 2.5થી 5 લાખની વચ્ચે છે, તો તમારે 5 લાખ – 2.5 લાખ = 2.5 લાખ રૂપિયા પર 5% ટેક્સ ચૂકવવો પડશે. જોકે ઇન્કમટેક્સ એક્ટ કલમ 87A નો લાભ લઈને તમે પણ 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પરનો ટેક્સ બચાવી શકશો. સરકાર 2.5 લાખથી 5 લાખ સુધીની કમાણી પર 5%ના દરે ઇન્કમટેક્સ તો વસૂલે છે, પરંતુ આ ટેક્સને ઇન્કમ ટેક્સ એક્ટના કલમ 87A હેઠળ માફ કરી દે છે, એટલે કે જો કોઈની વાર્ષિક ટેક્સેબલ આવક રૂપિયા 5 લાખ સુધીની હોય તો તેને કોઈ ઇન્કમ ટેક્સ ભરવો પડતો નથી, પરંતુ જો તમારી આવક 5 લાખ 10 હજાર રૂપિયા છે તો તમારે 10 હજાર રૂપિયા પર ટેક્સ ભરવાને બદલે 5.10 લાખ – 2.5 લાખ = 2.60 લાખ પર ટેક્સ ભરવો પડશે.ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટે 2 વિકલ્પ છે, એટલે કે ITR ફાઇલ કરવાના 2 ઓપ્શન મળે છે. 1 એપ્રિલ 2020ના રોજ નવો ઓપ્શન આપવામાં આવ્યો હતો. નવા ટેક્સ સ્લેબમાં 5 લાખ રૂપિયાથી વધુની આવક પર ટેક્સ રેટ ઓછા રાખવામાં આવ્યા હતા, પરંતુ ડિડક્શન છીનવી લેવામાં આવ્યું હતું, સાથે જ જો તમે જૂનો ટેક્સ સ્લેબ પસંદ કરો છો તો તમે અનેક પ્રકારની ટેક્સ ડિડક્શનનો ફાયદો ઉઠાવી શકો છો.છેલ્લાં 8 વર્ષથી ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 2014-15ના બજેટમાં 60 વર્ષથી નીચેના કરદાતાઓ માટે આવકવેરા મુક્તિમર્યાદા રૂ. 2 લાખથી વધારીને રૂ. 2.5 લાખ કરવામાં આવી હતી. એ જ સમયે વરિષ્ઠ નાગરિકો માટે મુક્તિમર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે. જોકે 2019-2020ના બજેટમાં 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતી વ્યક્તિઓને આવકવેરામાં સંપૂર્ણ મુક્તિ (સેક્શન 87A) આપવામાં આવી હતી. આ છૂટ અસ્થાયી ધોરણે આપવામાં આવી છે.

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને...

સિડની મોલમાં છરાબાજી, 5નાં મોત: પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

સિડની : સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય...

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર: રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય...

School of Audiovisual Media’s Alliance with TVU Networks Transforms Broadcast Education

Ahmedabad: Barcelona’s School of Audiovisual Media (EMAV) proudly announces...

Together with Industry Giants, TVU Networks Redefines Broadcasting at NAB 2024

 Ahmedabad : TVU Networks, a global pioneer in cloud...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here