મહાપુરુષોને બોડી બિલ્ડરના અવતારમાં રજૂ કરવામાં આવી રહયા છે
વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનને પણ બોડી બિલ્ડિંગ કરતા દર્શાવ્યા છે
હાલનો જમાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી (એઆઇ)નો છે. એ આઇએ અનેક પડકારો ઉભા કર્યા છે તેમ છતાં તેનું દુનિયાને ઘેલું લાગ્યું છે. કેટલાક એ આઇ આર્ટિસ્ટસ ખાસ પ્રકારના એક ટૂલનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના મનોરંજક ફોટા તૈયાર કરવા લાગ્યા છે. તાજેતરમાં બોલીવુડ, હોલીવુડ સ્ટાર્સ અને નેતાઓ તથા મહાપુરુષોને બોડી બિલ્ડરના અવતારમાં રજૂ કરવામાં આવી રહયા છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વાયરલ ફોટો શેર થઇ રહયો છે જેમાં મહાત્મા ગાંધીને જીમ કરતા અને મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનને બોડી બિલ્ડિંગ કરતા દર્શાવ્યા છે.
ગાંધીજીને યાદ કરતા સૂક લકડી કાયા, ચશ્મા પહેરેલા અને હાથમાં લાકડી હોય તેવું વ્યકિતત્વ નજર સમક્ષ ઉભું થાય છે. તેના સ્થાને ભારે, પડછંદ કાયા અને મજબૂત બાવળા ધરાવતા જીમ પ્રિય ગાંધીજી વિરોધાભાસી વ્યકિતત્વ ખડૂં કરે છે. મહાન વ્યકિતઓ જાણે કે સુપર હિરો હોય તેવી રીતે એઆઇની મદદથી રજૂ કરવામાં આવ્યા છે. આ એક પ્રકારની ફની તસ્વીરો જણાય છે. મજાક ખાતર નેતાઓની પણ તસ્વીરો બનાવવામાં આવતી હોય છે. ફોટો ટેકનોલોજી અને એઆઇની મદદથી આ પ્રકારની તસ્વીરો સોશિયલ મીડિયામાં પ્રચલિત થતી હોય છે.