ઓઈલ કંપનીઓ દર મહિનાની 1 અને 16 તારીખે એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે
મે મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં 171.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો
ઓઈલ કંપનીઓએ આજથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં હવે 99.75 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 1680 રૂપિયા પહોંચી ગઈ છે.
ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર નહી
ઓઈલ કંપનીઓ દર મહિનાની 1 અને 16 તારીખે એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે. જુલાઈમાં ઓઈલ કંપનીઓ દ્વારા 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 7 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત પ્રતિ સિલિન્ડર 1,780 રૂપિયા થઈ ગઈ હતી. જો કે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
મે મહિનામાં થયો હતો ઘટાડો
છેલ્લા કેટલાક મહિનામાં ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘણો ફેરફાર જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધુ અસર કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં જોવા મળી હતી. આ વર્ષે માર્ચમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયા પ્રતિ યુનિટનો વધારો કરવામાં આવ્યો હતો. જો કે મે મહિનામાં તેમની કિંમતોમાં 171.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.