છેલ્લા કેટલાક દિવસોથી સોના- ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે.
ચાંદીનો વાયદા બજારમાં 72,500 રુપિયાની નીચે
છેલ્લા કેટલાક દિવસોથી સોના- ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. આ અઠવાડિયાના છેલ્લા દિવસે પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીના ભાવમાં ગઈકાલ ઘટાડા સાથે 72,500 અને સોનાના ભાવ 59,500 રુપિયાથી નીચે કારોબાર થયા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીની કિંમતો શરુઆત તેજી સાથે થઈ હતી, પરંતુ તે પછી ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો.
ચાંદીનો વાયદા બજારમાં 72,500 રુપિયાની નીચે
MCX પર ચાંદીનો 210 રુપિયાના ઘટાડા સાથે 72,312 રુપિયા પર ખુલી હતી. જેમાં થોડુ અપડેટ રહ્યુ હતું, ત્યાર બાદ 72,240 રુપિયા કિલોના ભાવમાં સોદા થયા હતા. આખા દિવસની નીચી સપાટી 72,201 રુપિયા પ્રતિ કિલોના ભાવ પર સોદા થયા હતા. મે મહીનામાં ચાંદીની વાયદા બજારમાં 78 હજાર રુપિયા પ્રતિ કિલોના ભાવમાં ઉંચી સપાટી પર સોદા થયા હતા.
સોનાના વાયદા બજારમા પણ સુસ્તી
વાયદા બજારમાં સોના ભાવ શરુઆત નરમી સાથે થઈ હતી. MCX પર શુક્રવારના રોજ બેંચમાર્ક ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 22 રુપિયાના ઘટાડા સાથે 59,410 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો. તેમજ ત્યા બાદ 74 રુપિયાના ઘટાડા સાથે 59358 રુપિયા પર કારોબાર થયો હતો. અને તેના ઉંચી સપાટી પરથી નીચેનું લેવલ 59,352 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર સોદા થયા હતા. જ્યારે મે મહિનાની વાત કરીએ તો વાયદા બજારમાં સોનું 61,845 રુપિયા પ્રતિ 10 ગ્રામની ઉંચી સપાટી પર જઈ આવ્યું છે.