કોલકાતા: એક્ટર-રાજનેતા મિથુન ચક્રવર્તીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મિથુનને કોલકાતાની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સૂત્રોના અનુસાર, એક્ટરને છાતીમાં દુખાવો થયો. ત્યારબાદ તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા. ફેન્સ તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.મિથુન ચક્રવર્તી 73 વર્ષના છે. શનિવાર (10 ફેબ્રુઆરી) સવારે તેમને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો. થોડો થોડો મુંઝારો પણ થવા લાગ્યો. તબિયત બગડે તે પહેલા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા. હોસ્પિટલમાં તેમની સારવાર કરાઈ રહી છે. જોકે, તેમની તબિયત કેવી છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.મહત્વનું છે કે, મિથુન ચક્રવર્તીને હાલમાં જ પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. પદ્મ ભૂષણ મળ્યા બાદ તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ પુરસ્કાર મેળવીને ખુશ છું. હું સૌનો દિલથી આભાર માનું છું. મેં ક્યારે ખુદ માટે કંઈ નથી માંગ્યું. વગર માંગ્યે કંઈક મેળવવાની ખુબ ખુશી થઈ રહી છે. આ ખુબ અદ્ભુત અને અલગ અનુભવ છે. મને બહુ સારું લાગી રહ્યું છે.