નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને જામીન આપ્યા છે. સંજય સિંહની ગયા વર્ષે 4 ઓક્ટોબરે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સંજય સિંહના વકીલે કહ્યું કે તેઓ કેસમાં પોતાના રોલ સાથે જોડાયેલ કોઈ નિવેદન આપશે નહીં.સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન EDને સવાલ કર્યો હતો કે શું સંજય સિંહને હજુ વધારે દિવસ જેલમાં રાખવાની જરૂર છે. કોર્ટે એવું પણ કહ્યું કે અમારે એ પણ જોવું પડશે તે સાક્ષીઓ સામે તેમના નિવેદનો થયા. 6 મહિના સુધી તેઓ જેલમાં રહ્યા. EDએ કોર્ટમાં કહ્યું કે અમને કોઈ સમસ્યા નથી. તે પછી કોર્ટે સંજય સિંહને જામીન આપવાનો નિર્ણય સંભળાવ્યો.દિલ્હી લિકર કેસમાં આ વર્ષે જાન્યુઆરીમાં EDએ પોતાની ચાર્જશીટમાં સંજય સિંહનુમ નામ જોડ્યું હતું. મે 2023માં સંજય સિંહે દાવો કર્યો કે EDએ તેમનું નામ ભૂલથી જોડી દીધું છે. EDએ આ અંગે કહ્યું- અમારી ચાર્જશીટમાં સંજય સિંહનું નામ ચાર જગ્યાએ લખવામાં આવ્યું છે. તેમાંથી ત્રણ જગ્યાએ નામ સાચું લખવામાં આવ્યું છે. માત્ર એક જગ્યાએ ટાઇપિંગની ભૂલ થઈ ગઈ હતી.EDની ચાર્જશીટમાં સંજય સિંહ પર 82 લાખ રૂપિયાનું દાન લેવાનો આરોપ છે. આ અંગે ED બુધવારે તેના ઘરે પહોંચી અને તેની પૂછપરછ કરી રહી છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં ED બીજી સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ 2 મેના રોજ જારી કરવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ પણ સામે આવ્યું હતું. જો કે તેને આરોપી બનાવવામાં આવ્યો નથી.