3 વર્ષ બાદ ટેલિવિઝન પર મેરે ડૅડ કી દુલ્હન દ્વારા કમબૅક કરી રહી છે શ્વેતા તિવારી

0
29

શ્વેતા તિવારી સોની ચેનલ પર ‘મેરે ડૅડ કી દુલ્હન’ શો દ્વારા ત્રણ વર્ષ બાદ કમ બૅક કરવાની છે. તેને એકતા કપૂરનાં શો ‘કસૌટી ઝીંદગી કી’ મારફતે ખૂબ ખ્યાતિ મળી હતી. તે ‘બિગ બૉસ 4’ની વિજેતા પણ રહી હતી.

સિરીયલમાં કમ બૅક વિશે શ્વેતાએ કહ્યું હતું કે ‘ત્રણ વર્ષ બાદ હું ટેલિવિઝન પર કમ બૅક કરી રહી છું. મેં મારા કમ બૅક માટે ‘મેરે ડૅડ કી દુલ્હન’ શો પર પસંદગી ઉતારી છે કારણ કે મારું કૅરૅક્ટર તદ્ન અલગ છે. તેમાં ભરપૂર ઇમોશન્સ છે અને સાથે જ હાસ્યાસ્પદ પણ છે.

મારું પાત્ર ગુનીતનું છે. મારે હંમેશાં અલગ પ્રકારની ભૂમિકા ભજવવી ગમે છે. શોમાં મારા લુકની વાત કરું તો મેકર્સને મારા લાંબા વાળ નથી જોઈતા. 

એથી મેં નાના વાળ રાખ્યા છે. મારું કૅરૅક્ટર સ્પષ્ટ વક્તા, નિખાલસ અને ફૂલ ઑફ લાઇફવાળુ છે.’