4 વર્ષમાં PM મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની કેવી કરી કાયાપલટ?

0
72
news/NAT-HDLN-how-much-change-varanasi-after-modi-government-on-rule-gujarati-news-
news/NAT-HDLN-how-much-change-varanasi-after-modi-government-on-rule-gujarati-news-

કાશી નગરીને ઐતિહાસિક અને પરંપરાઓથી પણ પ્રાચીન માનવામાં આવે છે. જાણીતા લેખક માર્ક ટ્વેને લખ્યું છે કે, “કાશી ઈતિહાસથી પણ પુરાતન છે, પરંપરાઓથી પણ જૂની છે. લીજેન્ડ્સથી પણ પ્રાચીન છે અને આ બધાંને એકઠાં કરીએ તો તે સંગ્રહથી પણ બે ગણી પ્રાચીન છે.” ત્યારે સોમવારે વડાપ્રધાન મોદી પોતાનો જન્મદિવસનાં રોજ કાશીવાસીઓને 600 કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે. જેમાં અટલ ઇંક્યૂબેશન સેન્ટર, નાગેપુર ગ્રામ પેયજળ યોજના અને વિદ્યુત સબ સ્ટેશન સામેલ છે. તો 2019માં થનારા પ્રવાસી ભારતીય દિવસ પણ કાશીમાં થવાનો છે જેમાં વિદેશથી ડેલિગેટ સામેલ થશે તેઓ સમક્ષ પણ કાશીની કળા, સંસ્કૃતિથી રૂબરૂ કરાવાશે.પુરાતન નગરી કાશી

– કાશી હજારો વર્ષોથી સાંસ્કૃતિક અને ધાર્મિક કેન્દ્ર રહ્યું છે. અને આ કારણ જ છે કે વડાપ્રધાન મોદીએ પણ કાશીને જ પોતાનું સંસદીય વિસ્તાર બનાવ્યું.
– મોદીને ખ્યાલ જ હતો કે જો કાશીના મતદાતાઓ રીઝાશે તો યુપી જીતાશે અને ઉત્તરપ્રદેશમાં ફતેહ મળશે તો દિલ્હીની ગાદી મળશે.
– 24 એપ્રિલ, 2014નાં રોજ કાશીથી ઉમેદવારી પત્રક ભર્યાં બાદ મોદીએ કહ્યું હતું કે, ન કોઈએ મને મોકલ્યો છે, ન હું અહીં આવ્યો છું, મને તો ગંગા માએ બોલાવ્યો છે.
– તે જ ગંગા માનાં આશીર્વાદ મેળવી મોદી પ્રચંડ બહુમતી સાથે કાશીના સાંસદ અને દેશના વડાપ્રધાન બન્યાં જેને 4 વર્ષ પસાર થઈ ગયા છે. ત્યારે ફરી ચૂંટણી આવી રહી છે ત્યારે કાશીના મતદારોને ખાસ કરીને યુપીના મતદાતાઓને સાધવા મોદી ફરી પોતાના જન્મદિવસના બહેને કાશીવાસીઓની સાથે હશે.
– આ ચાર વર્ષમાં મોદી સરકારે કાશી માટે અનેક યોજનાઓ જાહેર કરી. બનારસ અને તેની આસપાસના વિસ્તારોના વિકાસમાં લગભગ 24000 કરોડના પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. સાથે જ હ્રદય યોજના અંતર્ગત ધરોહર, ઐતિહાસિક સ્મારકોના સંરક્ષણ અને સંવર્ધનનું કામ પણ તેજીથી ચાલી રહ્યું છે. ત્યારે એક નજર કરીએ છેલ્લાં ચાર વર્ષમાં કાશીના બનીને વડાપ્રધાન મોદીએ શું આપ્યું.કાશીને જાપાનનું શહેર ક્યોટો બનાવવું

– વડાપ્રધાન મોદીની ઈચ્છા કાશીને જાપાનના ધાર્મિક નગર ક્યોટો જેવું બનાવવાની છે. તે માટે મોદી પોતે જાપાન ગયા હતા અને વડાપ્રધાન શિંજો આબે સાથે વાત કરી હતી.
– જે બાદ શિંજો આબે બનારસ આવ્યાં અને બંને દેશના રાષ્ટ્રધ્યક્ષોએ રાજેન્દ્રપ્રસાદ ઘાટ પર ગંગા આરતી કરી. તેમજ કાશીને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે કરાર કર્યાં.
– જો કે વિકાસ અને સંસ્કૃતિના સંઘર્ષના કારણે જાપાનના વિશેષજ્ઞોની ટીમ અને વારાણસી નગર નિગમ વચ્ચે યોગ્ય તાલમેળ ન બેઠો. જેના પરિણામે ચાર વર્ષમાં કાશીને ક્યોટો બનાવવાની સ્પીડ ધીમી પડી ગઈ. વિશ્વનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની કવાયત

– પીએમ મોદીની વધુ એક મહેચ્છા છે કે કાશીને વિશ્વનું સૌથી સ્વચ્છ શહેર બનાવવામાં આવે. જેની પાછળનો વિચાર હતો કે જો શહેર સ્વચ્છ રહેશે તો પર્યટનની દ્રષ્ટીએ સહેલાણીઓનું આકર્ષણ વધશે અને પર્યટન ઉદ્યોગને પણ લાભ થશે
– આ જ હેતુથી અસ્સી ઘાટ પર મોદીએ પોતે સાફ સફાઈ કરી હતી. તેમજ જગન્નાથ મંદિરની ગળીમાં પણ ઝાડુ માર્યું હતું.
– વારાણસી તંત્રએ આ અભિયાનને ગંભીરતાથી લીધું જેના કારણે વારાણસીનું નામ 2018માં દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં 29માં નંબરે પહોંચી ગયું. જ્યારે પ્રદેશમાં રાજધાની લખનઉને પણ પાછળ છોડી પહેલા નંબરે પહોંચી ગયું. વર્ષ 2016માં કાશી 65માં નંબરે હતું.વણકરો માટે હસ્તકળા સંકુલ

– કાશીમાં પરંપરાથી કળા ક્ષેત્ર વિશેષતા હાંસલ છે અને આ કારણ જ છે કે આઠ ઉત્પાદોની GI એટલે કે જિયોગ્રાફિકલ ઈન્ડિકેશનને બૌદ્ધિક સમ્પદા અધિકારનો દરજ્જો પ્રાપ્ત છે.
– PM મોદીએ કહ્યું હતું કે, બનારસનું વણાટકામ અને હસ્તશિલ્પથી જોડાયેલાં ઉત્પાદકોને વૈશ્વિક સ્તરે બુલંદીઓ પર પહોંચાડીશું અને ઓળખ અપાવીશું. અને આ હેતુથી જ વારાણસીના બડા લાલપુરમાં દીન દયાળ હસ્તકળા સંકુલ એટલે કે ટ્રેડ ફેસિલિટિ સેન્ટર ખોલવામાં આવ્યું.
– જો કે સ્થાનિકોના મતે આ અંગેનો લાભ અમુક લોકોને જ મળ્યો છે.

IPDS પ્રોજેક્ટ

– આ પ્રોજેક્ટ થકી શહેરમાં લટકતી વિજળીની તારને ગાયબ કરવાનુ શરૂ કરી દીધું છે.
– પીએમ IPDSની યોજના ભેટમાં આપી તો અનેક કોલોની અને વિસ્તારમાં તાર ભૂમિગત થઈ ગયા. ત્યારે હવે સમગ્ર શહેરમાં આ કવાયત જોવા મળી રહી છે. પરંતુ ગલીઓના શહેર બનારસમાં લટકતી વિજળીની તારને ભૂમિગત કરવાનો એક મોટો પડકાર છે.ગંગા પરિવહન યોજના

– ગંગામાં અલ્હાબાદથી હલ્દિયા વચ્ચે શરૂ થનારી પરિવહન યોજનામાં કાશીના કાર્ગો હબ તરીકે વિકસિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રામનગરમાં મલ્ટી મોડલ ટર્મિનલ બની રહ્યું છે જેને હવે કાર્ગો હબના રૂપમાં વિસ્તારવામાં આવી રહ્યું છે.
– આ ટર્મિનલમાં કાર્ગો ઉપરાંત કોલ્ડ સ્ટોરેજ, બેવરેજ હાઉસ અને પેકિંગની સુવિધા હશેનમામિ ગંગે યોજનાઃ ગંગાને સ્વચ્છ બનાવવાની કવાયત

– ભાગીરથી ગંગાને સ્વચ્છ બનાવવા માટે મોદી સરકારે અલગથી જ મંત્રાલય બનાવ્યું છે.
– ગંગાને સ્વચ્છ કરવા માટે મોદી સરકારની મહત્વાકાંક્ષી નમામિ ગંગા યોજનાને ચાર વર્ષ પૂરાં થઈ ગયા પરંતુ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ગંગામાં પ્રદૂષણ પહેલાંથી વધી ગયું છે.

ઉર્જા ગંગા- પ્રદૂષણ મુક્ત કાશી

વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવાં ઉર્જા ગંગાની શરૂઆત 2017માં થઈ હતી. જે અંતર્ગત ગેલએ ડીઝલ રેલ કારખાના પરિસરમાં PNG પાઈપલાઈન પાથરવાનું શરૂ કરી દીધું.
– વારાણસીમાં ગંગા પ્રોજેક્ટ અંતર્ગત 100 કરોડ રૂપિયા ખર્ચ થવાના છે જેનાથી BHU અને ડીરેક પરિસરમાં એક હજાર પર PNG પાઈપલાઈનથી જોડાશે

news/NAT-HDLN-how-much-change-varanasi-after-modi-government-on-rule-gujarati-news-
news/NAT-HDLN-how-much-change-varanasi-after-modi-government-on-rule-gujarati-news-