આજે મહારાષ્ટ્રની 288 બેઠક અને ઝારખંડની 81 વિધાનસભા બેઠકોના પરિણામ જાહેર થઈ રહ્યા છે. ત્યારે તેની સાથે દેશની વિવિધ બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીની પણ મતગણતરી હાથ ધરાઈ છે. જેમાં ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પણ સામેલ છે. જણાવી દઈએ કે, ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર 13 નવેમ્બર, 2024ના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ વચ્ચે મુખ્ય જંગ છે. ત્યારે આ બેઠક પર કોણ જીતશે તેના પર સૌની મીટ મંડાઈ છે. વાવ પેટા ચૂંટણીના મત ગણતરીનો પાંચમો રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે. કોંગ્રેસને 22, 298 મત, ભાજપને 19,677 મત અને અપક્ષને 7,518 મત મળ્યા છે. કોંગ્રેસ 2716 મતથી આગળ છે.વાવ પેટા ચૂંટણીના પરિણામની વાવ પેટા ચૂંટણીના મત ગણતરીનો પાંચમો રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે. કોંગ્રેસને 22, 298 મત, ભાજપને 19,677 મત અને અપક્ષને 7,518 મત મળ્યા છે. કોંગ્રેસ 2716 મતથી આગળ છે.વાવ બેઠકની મત ગણતરીના ચાર રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે. કોંગ્રેસ 16675 મત, ભાજપ 15266 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 7010 મત મળ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 1410 મતથી આગળ ચાલી રહ્યા છે.
- મત ગણતરીમાં ત્રીજા રાઉન્ડના અંતે કોંગ્રેસને 12360 મત, ભાજપને 11187 મત અને અપક્ષને 6510 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસ 1173 મતથી આગળ છે.
- વાવ વિધાસભાની પેટા ચૂંટણીમાં 23 રાઉન્ડની મત ગણતરી થશે. અત્યાર સુધીમાં બે રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મતનું અંતર ખૂબ જોવા મળી રહ્યું છે. ત્યારે રસપ્રદ એ છે, માવજી પટેલ જે મત મેળવી રહ્યા છે એ ભાજપના ફાયદામાં છે કે કોંગ્રેસના એ જાણવા 20 રાઉન્ડ સુધી રાહ જોવી પડશે.
- વાવ બેઠકની મત ગણતરીમાં બે રાઉન્ડ પૂર્ણ થયા છે. ત્યારે કોંગ્રેસને 8095 મત, ભાજપને 7498 મત અને અપક્ષના માવજી પટેલને 4800 મત મળ્યા છે.
- મત ગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. પ્રથમ રાઉન્ડની મતગણતરી બાદ કોંગ્રેસ 251 મતથી આગળ છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત દોવો કર્યો છે કે, ‘હજી ત્રણ રાઉન્ડ પછી અમારી લીડ વધશે અને પહેલેથી છેલ્લે સુધી અમે આગળ રહીશું.’
- મત ગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ
કોંગ્રેસને મળ્યા 4190 મત
ભાજપને મળ્યા 3939 મત
અપક્ષને મળ્યા 2119
પ્રથમ રાઉન્ડની મત ગણતરી બાદ કોંગ્રેસ 251 મતથી આગળ છે.
- કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 254 મતોથી આગળ છે, જ્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પાછળ ચાલી રહ્યા છે.
- વાવ વિધાનસભાની મતગણતરી 8 વાગે શરૂ થઇ ગઇ છે. સૌથી પ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરાઇ છે. ત્યારબાદ ઇવીએમ ખોલવામાં આવ્યા છે. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે વહેલી સવારે પાલનપુર ખાતે આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા અને જીતનો અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
- વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મત ગણતરી શરૂ થઈ છે.
- બનાસકાંઠા જિલ્લાની હાઈપ્રોફાઈલ બનેલી વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી 8 વાગ્યે શરૂ થશે.