500 માંથી 499 માર્ક્સ મેળવીને ટોપ કરનારી મેઘનાનો આ છે સફળતા મંત્ર….

0
316
meghna-srivastav-cbse-class-12-topper-who-scored-499-out-of-500-marks-shares-her-success-story
meghna-srivastav-cbse-class-12-topper-who-scored-499-out-of-500-marks-shares-her-success-story

સીબીએસઈ 12માં ના પરિણામ આવી ગયા છે. જેમાં આ વખતે પણ છોકરીઓ છોકરાઓ કરતા આગળ નીકળી ગઈ છે. આ વખતે 12માં ધોરણમાં મેઘના શ્રીવાસ્તવે ટોપ કર્યુ છે. મેઘનાએ 500 માં થી 499 નંબર પ્રાપ્ત કર્યા છે. તેમનો ફક્ત એક માર્ક્સ અંગ્રેજીમાં કપાયો છે. બાકી તમામ વિષયોમાં તેમને 100 ટકા નંબર પ્રાપ્ત કર્યા છે.

રિઝલ્ટ આવ્યા બાદ જ્યારે તેમને પુછવામાં આવ્યુ કે આ સફળતા પાછળનું કારણ ક્યુ છે અને આટલા નંબર પ્રાપ્ત કરાવનું કોઈ સિક્રેટ છે? તેના પર તેમણે જવાબ આપ્યો કે આ મહેનત છે જે મે આખા વર્ષ દરમ્યાન કરી છે. તેમણે કહ્યુ કે આ ઉપરાંત કોઈ સિક્રેટ નથી. મેઘનાએ કહ્યુ કે આ સફળતા પાછળ મારો પરિવાર અને ટીચર્સે પણ ઘમી મહેનત કરી છે. મારી પર કોઈ પ્રેશર ન હતુ મે મેહનત કરી અને મારા પરિવારે અને ટીચર્સે માને સપોર્ટ કર્યો જેના કારણે આ નંબર લઈ શકી.

મેઘનાએ કહ્યુ કે તે સાઈકોલોજીમાં પોતાનો અભ્યાસ કરવા માંગે છે. તેણે કહ્યુ કે તે આગળનો અભ્યાસ યૂનિવર્સીટી ઓફ કોલંબિયામાં કરવા માંગે છે. ફ્યુચર વિશે વધારે કઈ વિચાર્યુ નથી. પણ તે કમ્યુનિટી સર્વિસના ક્ષેત્રમાં કામ કરવા ઈચ્છે છે.તેણે કહ્યુ કે મને સારા રિઝલ્ટની આશા હતી પણ ટોપ કરીશ એ નહોતુ વિચાર્યુ.