મોદીની બીજી વખત વડાપ્રધાન તરીકે તાજપોશી : શાહની એન્ટ્રી

0
118
PM Narendra Modi Oath Ceremony: PM Modi along with his council of ministers taking the oath of office.
PM Narendra Modi Oath Ceremony: PM Modi along with his council of ministers taking the oath of office.

રાજનાથ, ગડકરી, પાસવાન, સીતારામન, સ્મૃતિ, જાવડેકર સામેલ : પૂર્વ વિદેશ સચિવ જયશંકરને કેબિનેટ મંત્રી બનાવીને મોદીએ તમામને ચોંકાવી દીધા : ૨૫ કેબિનેટ, નવ સ્વતંત્ર હવાલાની સાથે અને ૨૪ રાજ્યમંત્રી બન્યા

India’s Prime Minister Narendra Modi and President Ram Nath Kovind and lawmakers pose after his oath during a swearing-in ceremony at the presidential palace in New Delhi, India

નવી દિલ્હી,તા. ૩૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોદીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. વડાપ્રધાન બાદ અગાઉની સરકારમાં ગૃહમંત્રી રહેલા લખનૌમાંથી ભાજપના સાંસદ રાજનાથસિંહે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. આની સાથે જ સ્પષ્ટતા થઇ ગઇ છે કે, મોદી સરકારમાં તેમનું કદ બીજા નંબરનું રહેશે. સરકારમાં ત્રીજા નંબરે અમિત શાહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. મોદીની સાથે ૨૪ કેબિનેટ મંત્રીઓએ શરૂઆતમાં શપથ લીધા હતા જેમાં નીતિન ગડકરી, સદાનંદ ગૌડા, નિર્મલા સીતારામન, રામવિલાસ પાસવાન, નરેન્દ્રસિંહ તોમર, રવિશંકર પ્રસાદે શપથ લીધા હતા. હર્ષસિમરત કૌરે પણ શપથ લીધા હતા. પૂર્વ વિદેશ સચિવ જયશંકરે પણ કેબિનેટમંત્રી તરીકે શપથ લઇને તમામને ચોંકાવી દીધા હતા. અમેરિકા સાથે ન્યુÂક્લયર ડીલ ઉપરાંત ચીન સાથે ડોકલામ વિવાદને જારદારરીતે ઉકેલવામાં તેમની ભૂમિકા હતી. ચીન અને અમેરિકામાં તેઓ ભારતના રાજદૂત પણ રહી ચુક્યા છે. આ વખતે પૂર્વ કેટલાક મુખ્યમંત્રીઓને પણ મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. ડો. હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર, પીયુષ ગોયેલે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ભાજપના મુસ્લિમમ ચહેરા મુખ્તાર અબ્બાસ નકવીએ પણ કેબિનેટમંત્રી તરીકે શપથ લીધા હતા. મહેન્દ્રનાથ પાંડેએ પણ કેબિનેટમંત્રી તરીકે શપથ લીધા હતા. કેબિનેટ મંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવ્યા બાદ રાજ્યમંત્રી તરીકે પ્રધાનોએ શપથ લીધા હતા જેમાં સંતોષ ગંગવાર, કિરણ રિજ્જુ, આરકે સિંહનો સમાવેશ થાય છે. શપથવિધિ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મ અભિનેતા શાહિદ કપૂર, રજનીકાંત પણ વિશેષરીતે ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગપતિ અનિલ અંબાણી, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, તેમના પÂત્ન નીતા અંબાણી, રતન તાતા પણ ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ આજે સવારે સતત બીજી અવધિમાં દેશના વડાપ્રધાન તરીકે શપથ લેતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવસની શરૂઆત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધી પર જઇને નમન કરવા સાથે કરી હતી. ત્યારબાદ મોદી અટલ બિહારી વાજપેયીની સમાધી પર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત મોદી નેશનલ વોર મેમોરિયલ ખાતે પણ પહોંચ્યા હતા. જ્યાં મોદીએ શહીદ જવાનોને નમન કર્યુ હતુ. વડાપ્રધાન સૌથી પહેલા રાજઘાટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ તેઓ વાજપેયીની સમાધિ સદેવ અટલ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. આ ગાળા દરમિયાન તેમની સાથે ભાજપ પ્રમુખ અમિત શાહ, જેપી નડ્ડા, પિયુશ ગોયલ, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, ગિરિરાજ સિંહ પણ હતા. મોદીએ આ વર્ષે ૨૬મી ફેબ્રુઆરીના દિવસે વોર મેમોરિયલનુ ઉદ્‌ઘાટન કર્યુ હતુ. મોદીએ સતત બીજી વખત પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવીને નવારેકોર્ડ સર્જ્યો છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં એકલા ભાજપને ૩૦૩ સીટો મળી છે. જ્યારે એનડીએને ૩૫૩ સીટો મળી છે. વર્ષ ૨૦૧૪માં ભાજપને ૨૮૨ સીટો મળી હતી. વડાપ્રધાન પદના શપથ દરબાર હોલની જગ્યાએ રાષ્ટ્રપતિ ભવનના બહારના પ્રાંગણમાં યોજવામાં આવ્યા હતા. દરબાર હોલમાં માત્ર ૫૦૦૦ લોકોના સમારોહ યોજી શકાય છે. સૌથી પહેલા ચંદ્રશેખરે ૧૯૯૦માં બહારી પ્રાંગણમાં વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ૨૦૧૪માં વડાપ્રધાનના શપથગ્રહણમાં સાર્ક દેશોના પ્રમુખ ઉપરાંત ૪૦૦૦ મહેમાનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ૧૪ દેશોના પ્રમુખ જાડાયા હતા. શપથગ્રહણ કાર્યક્રમમાં બિમસ્ટેક દેશોના રાષ્ટ્ર વડાઓ સહિત આઠ દેશોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. બિમસ્ટેકમાં ભારત સહિત દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના સાત દેશો સામેલ છે જે બંગાળની ખાડી સાથે જાડાયેલા છે. આ દેશોમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ અને ભુટાનનો સમાવેશ થાય છે. આ તમામ દેશોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. મોદી
કેબિનેટમાં ૧૮થી ૨૦ નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે. મોદીની સાથે આજે ૫૭ અન્ય પ્રધાનોએ શપથ લીધા હતા જેમાં ૨૫ કેબિનેટ, નવ સ્વતંત્ર હવાલા સાથે કેબિનેટમંત્રીઓ અને ૨૪ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. છ મહિલાઓને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવી છે.

PM Narendra Modi Oath Ceremony: PM Modi along with his council of ministers taking the oath of office.

મોદીના શપથની સાથે સાથે
નરેન્દ્ર મોદીએ આજે સાંજે ભારતના વડાપ્રધાન તરીકે સતત બીજી વખત શપથ લીધા હતા. આની સાથે જ મોદીએ એક નવો રેકોર્ડ સર્જ્યો હતો. શપથવિધિની સાથે સાથે નીચે મુજબ છે.

PM Narendra Modi Oath Ceremony: President Ram Nath Kovind greets India’s Prime Minister Narendra Modi after his oath during a swearing-in ceremony.
  • પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી ગેરહાજર રહ્યા
  • મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં શપથ લીધા ત્યારે રોમાંચક વાતાવરણ સર્જાયું
  • મોદી બાદ રાજનાથસિંહે શપથ લીધા
  • ત્રીજા નંબર ઉપર અમિત શાહે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા
  • મોદીની સાથે ૨૪ કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા
  • એનડીએના સાથી પક્ષ રામવિલાસ પાસવાને પણ શપથ લીધા
  • પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરે કેબિનેટ મંત્રી તરીકે શપથ લઇને તમામને ચોંકાવ્યા
  • મુસ્લિમમ ચહેરા તરીકે નકવીને પણ કેબિનેટમાં જગ્યા મળી
  • નીતિન ગડકરીએ પણ મંત્રી તરીકે શપથ લીધા
  • છ વખત લોકસભાના સભ્ય રહી ચુકેલા સંતોષ ગંગવારે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
  • બોલીવુડમાંથી શાહિદ કપૂર, કંગના રાણાવત, અનિલ અંબાણી, મુલાયમસિંહ યાદવ પણ ઉપસ્થિત
  • મોદી સરકારમાં સામેલ થવાનો નીતિશકુમારે ઇન્કાર કર્યો
  • મોદીએ હિન્દી ભાષામાં જ શપથ લીધા, રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા
  • આમંત્રિત તમામ મહેમાનો છ વાગ્યાની આસપાસ રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચી ગયા
  • નરેન્દ્ર મોદીના માતા હિરા બા ટીવી ઉપર શપથવિધિ નિહાળવામાં વ્યસ્ત રહ્યા હતા
  • સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ ઉપસ્થિત રહ્યા
  • લાલકૃષ્ણ આડવાણી પોતાના પરિવાર સાથે શપથવિધિમાં ઉપસ્થિત રહ્યા
  • સંઘ નેતા રામ માધવ, મુરલી મનોહર જાશી, ઉદ્ધવ ઠાકરે શપથવિધિમાં ઉપસ્થિત રહ્યા
  • રિલાયન્સના માલિક મુકેશ અંબાણી પોતાના પÂત્ન નિતા અંબાણી સાથે પહોંચ્યા
  • પ્રજાસત્તાક દિવસ કરતા વધારે મજબુત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી
  • સાવચેતીરુપે નવી દિલ્હીમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી,
  • બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર ઉપસ્થિત રહ્યા
  • શપથવિધીને લઇને મજબુત સુરક્ષા, ગુજરાત ભવનની બહાર બીએસએફ જવાનો તૈનાત રહ્યા
  • હાઇ પ્રોફાઇલ શપથવિધીને લઇને પોલીસ સાવધાન રહી
  • મોદી એવા પ્રથમ વડાપ્રધાન છે જે સ્વતંત્ર ભારતમાં જન્મયા છે
  • સમારોહમાં કુલ ૬૦૦૦થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા
  • કાર્યક્રમને ધ્યાનમાં લઇને રાષ્ટ્રપતિ ભવનમાં ચારે બાજુ મજબુત સુરક્ષા વ્યવસ્થા
  • રાષ્ટ્રપતિ ભવનના બહારના પ્રાંગણમાં મોદીએ શપથ લીધા હતા. અગાઉ ચન્દ્ર શેખર, વાજપેયી પણ આ રીતે શપથ લઇ ચુક્યા છે
  • શપથવિધીમાં બોલિવુડ સ્ટાર રજનિકાંત, લતા મંગેશકર, આશા ભોંસલે, અનિલ કપુર, રાહુલ દ્રવિડ, અનુપમ ખેર શપથવિધિમાં ઉપસ્થિત રહ્યા