વર્લ્ડ કપ : ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રોમાંચક જંગ

0
19
ટ્રેન્ટબ્રિજ, તા. ૧૦ આઇસીસી વર્લ્ડ કપમાં આવતીકાલે બીજી સેમીફાઇનલ મેચમાં પાંચ વખત વર્લ્ડ કપ માટેનો તાજ જીતનાર ઓસ્ટ્રેલિયાની ટક્કર યજમાન ઇંગ્લેન્ડ સામે થનાર છે. આ મેચ પણ ફાઇટ ટુ ફિનિશ રમાનાર છે. ઓસ્ટ્રેલિયાની સાથે તમામ આંકડા રહેલા છે. વર્તમાન વર્લ્ડ કપમાં પણ તે વધારે શાનદાર દેખાવ કરીને સેમીફાઇનલમાં પહોંચી છે. બીજી બાજુ યજમાન ઇંગ્લેન્ડ પર જીતવા માટે દબાણ રહેલુ છે. ઇંગ્લેન્ડની ટીમ ક્યારેય વર્લ્ડ કપ જીતી શકી નથી જેથી તેની સામે પણ ઇતિહાસ રચવા માટેની સુવર્ણ તક રહેલી છે. તેના બેટ્‌સમેનો પણ જારદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. બંને ટીમો સંતુલિત ટીમ હોવાથી મેચ ખુબ રોમાંચક રહી શકે છે. એરોન ફિન્ચના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાની ટીમ વધુ એક ઇતિહાસ રચવા માટે ઉત્સુક છે. ફિન્ચ અને ડેવિડ વોર્નર બંને જારદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. તે જાતા મેચ રોમાંચક રહેશે. ઇંગ્લેન્ડ તરફથી તમામ ખેલાડીઓને જારદાર દેખાવ કરવો પડશે. જેમાં રૂટ, રોય, મોર્ગન, બેન સ્ટોક્સ અને જાશ બટલરનો સમાવેશ થાય છે. ઘરઆંગણે તેને સ્થાનિક લોકોનુ સમર્થન પણ મળનાર છે.પોતાની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે પરાજિત થયા બાદ ઓસ્ટ્રેલિયા પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી જતાં તે પોતાની બીજી સેમિફાઇનલ મેચ ઇંગ્લેન્ડ સામે આવતીકાલે રમશે. ક્રિકેટ વર્લ્ડકપમાં ૧૨માં એડિશનની મેચો ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ સૌથી વધારે આઠ વખત સેમિફાઇનલમાં પહોંચી છે. રોચક બાબત એ છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ ક્યારે પણ સેમિફાઇનલ મેચમાં પરાજિત થઇ નથી. પાંચ વખતની ચેમ્પયન ટીમ આ પહેલા સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ દરેક વખતે ફાઈનલમાં પહોંચી છે અને ફાઈનલમાં માત્ર બે વખત ૧૯૭૫માં વિÂન્ડઝ સામે અને ૧૯૯૬માં શ્રીલંકાના હાથે પરાજિત થઇ છે. ઇંગ્લેન્ડની વાત કરવામાં આવે તો ૧૯૯૨ની એડિશન બાદ પ્રથમ વખત અંતિમ ચારમાં પહોંચી છે. છઠ્ઠી વખત ઇંગ્લેન્ડની ટીમ સેમિફાઇનલમાં પ્રવેશી શકી છે.છેલ્લા પાંચ વખતમાં ત્રણ વખત તેની જીત થઇ છે અને બે વખત હાર થઇ છે. ત્રણ વખત ફાઈનલમાં રમી હોવા છતાં ઇંગ્લેન્ડની ટીમ ક્યારે પણ વિજેતા બની શકી નથી. ૧૯૭૫ના વર્લ્ડકપ બાદ પ્રથમ વખત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ સેમિફાઇનલમાં રમી રહી છે. ૧૯૭૫માં ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે જીત મેળવી હતી.મેચનુ પ્રસારણ આવતીકાલે ત્રણ વાગ્યાથી કરવામાં આવનાર છે.ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જા કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી. ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી નવા રેકોર્ડ કરી શકે છે. જેમાં રોહિત શર્મા, ડેવિડ વોર્નરનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. વર્તમાન વર્લ્ડ કપની ફાઈનલ મેચ લોડ્‌ઝમાં રમાશે. બંને ટીમો નીચે મુજબ છે. ઓસ્ટ્રેલિા આરોન ફિન્ચ (કેપ્ટન), બેરેનડોર્ફ, એલેક્સ કેર, નાતન કાઉલ્ટર, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથન લાયન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મથ, મિચેલ સ્ટાર્ક, માર્ક સ્ટોનોઇસ, ડેવિડ વોર્નર, એડમ જમ્પા. ઇંગ્લેન્ડ મોર્ગન (કેપ્ટન), જાસ બટલર, મોઇન અલી, આર્ચર, બેરશો, લિયામ ડોસન, પ્લેન્કેટ, આદિલ રશીદ, રુટ, રોય, સ્ટોકસ, વિન્સ, વોક્સ અને માર્ક વુડ.

ટ્રેન્ટબ્રિજ, તા. ૧૦
આઇસીસી વર્લ્ડ કપમાં આવતીકાલે બીજી સેમીફાઇનલ મેચમાં પાંચ વખત વર્લ્ડ કપ માટેનો તાજ જીતનાર ઓસ્ટ્રેલિયાની ટક્કર યજમાન ઇંગ્લેન્ડ સામે થનાર છે. આ મેચ પણ ફાઇટ ટુ ફિનિશ રમાનાર છે. ઓસ્ટ્રેલિયાની સાથે તમામ આંકડા રહેલા છે. વર્તમાન વર્લ્ડ કપમાં પણ તે વધારે શાનદાર દેખાવ કરીને સેમીફાઇનલમાં પહોંચી છે. બીજી બાજુ યજમાન ઇંગ્લેન્ડ પર જીતવા માટે દબાણ રહેલુ છે. ઇંગ્લેન્ડની ટીમ ક્યારેય વર્લ્ડ કપ જીતી શકી નથી જેથી તેની સામે પણ ઇતિહાસ રચવા માટેની સુવર્ણ તક રહેલી છે. તેના બેટ્‌સમેનો પણ જારદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. બંને ટીમો સંતુલિત ટીમ હોવાથી મેચ ખુબ રોમાંચક રહી શકે છે. એરોન ફિન્ચના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાની ટીમ વધુ એક ઇતિહાસ રચવા માટે ઉત્સુક છે. ફિન્ચ અને ડેવિડ વોર્નર બંને જારદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. તે જાતા મેચ રોમાંચક રહેશે. ઇંગ્લેન્ડ તરફથી તમામ ખેલાડીઓને જારદાર દેખાવ કરવો પડશે. જેમાં રૂટ, રોય, મોર્ગન, બેન સ્ટોક્સ અને જાશ બટલરનો સમાવેશ થાય છે. ઘરઆંગણે તેને સ્થાનિક લોકોનુ સમર્થન પણ મળનાર છે.પોતાની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે પરાજિત થયા બાદ ઓસ્ટ્રેલિયા પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી જતાં તે પોતાની બીજી સેમિફાઇનલ મેચ ઇંગ્લેન્ડ સામે આવતીકાલે રમશે. ક્રિકેટ વર્લ્ડકપમાં ૧૨માં એડિશનની મેચો ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ સૌથી વધારે આઠ વખત સેમિફાઇનલમાં પહોંચી છે. રોચક બાબત એ છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ ક્યારે પણ સેમિફાઇનલ મેચમાં પરાજિત થઇ નથી. પાંચ વખતની ચેમ્પયન ટીમ આ પહેલા સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ દરેક વખતે ફાઈનલમાં પહોંચી છે અને ફાઈનલમાં માત્ર બે વખત ૧૯૭૫માં વિÂન્ડઝ સામે અને ૧૯૯૬માં શ્રીલંકાના હાથે પરાજિત થઇ છે. ઇંગ્લેન્ડની વાત કરવામાં આવે તો ૧૯૯૨ની એડિશન બાદ પ્રથમ વખત અંતિમ ચારમાં પહોંચી છે. છઠ્ઠી વખત ઇંગ્લેન્ડની ટીમ સેમિફાઇનલમાં પ્રવેશી શકી છે.છેલ્લા પાંચ વખતમાં ત્રણ વખત તેની જીત થઇ છે અને બે વખત હાર થઇ છે. ત્રણ વખત ફાઈનલમાં રમી હોવા છતાં ઇંગ્લેન્ડની ટીમ ક્યારે પણ વિજેતા બની શકી નથી. ૧૯૭૫ના વર્લ્ડકપ બાદ પ્રથમ વખત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ સેમિફાઇનલમાં રમી રહી છે. ૧૯૭૫માં ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે જીત મેળવી હતી.મેચનુ પ્રસારણ આવતીકાલે ત્રણ વાગ્યાથી કરવામાં આવનાર છે.ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જા કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી. ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી નવા રેકોર્ડ કરી શકે છે. જેમાં રોહિત શર્મા, ડેવિડ વોર્નરનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. વર્તમાન વર્લ્ડ કપની ફાઈનલ મેચ લોડ્‌ઝમાં રમાશે. બંને ટીમો નીચે મુજબ છે. ઓસ્ટ્રેલિા આરોન ફિન્ચ (કેપ્ટન), બેરેનડોર્ફ, એલેક્સ કેર, નાતન કાઉલ્ટર, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથન લાયન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મથ, મિચેલ સ્ટાર્ક, માર્ક સ્ટોનોઇસ, ડેવિડ વોર્નર, એડમ જમ્પા.
ઇંગ્લેન્ડ મોર્ગન (કેપ્ટન), જાસ બટલર, મોઇન અલી, આર્ચર, બેરશો, લિયામ ડોસન, પ્લેન્કેટ, આદિલ રશીદ, રુટ, રોય, સ્ટોકસ, વિન્સ, વોક્સ અને માર્ક વુડ.