અમેરિકામાં પ્રિન્ટ મીડિયા ક્ષેત્રમાં નોકરીઓ સંકટમાં છે. આ સંકટને જોતા ફેસબુકે પત્રકારોને નોકરી આપવાનો નિર્ણય કર્યો છે.મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર ફેસબૂક પણ હવે સમાચાર પીરસવાની રીત બદલવાની તૈયારી કરી રહ્યું છે. ફેસબૂક હવે સમાચાર આપવા માટે અલ્ગોરિધમના ઉપયોગના બદલે પ્રોફેશનલ પત્રકારોની સહાય લેશે. આ ઘટનાને જોતા ફેસબૂકે મોટી સંખ્યામાં પત્રકારોની નિમણુંક કરવાનો નિર્ણય લીધો છે.
Facebook આ નિર્ણય પર ઘણા નિષ્ણાતોની સલાહ લઇ રહ્યું છે અને ઘણાતો કહી રહ્યા છે કે આ સંકટગ્રસ્ત મીડિયા ઉદ્યોગમાં નવો શ્વાસ લેવાની સંભાવના ખૂબ જ ઓછી છે. Facebookએ મંગળવારના રોજ કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રીય સ્તરના સમાચારોની પસંદગી માટે પત્રકારોની નાનકડી ટીમ બનાવશે. આ ટિમ નક્કી કરશે કે ફેસબૂક પ્લેટફોર્મ પર જે સમાચારો આવી રહ્યા છે એ તથ્યપૂર્ણ અને સાચા છે નહિ? નવા બદલાવ અંતર્ગત Facebook પર ન્યુઝ પહેલાની જેમ ન્યુઝ ફીડના બદલે એક ન્યુઝ ટેબ સેક્શન એડ કરશે જેમાં દરેક સમાચાર સરળતાથી વાંચી શકાશે Facebook પત્રકાર સમાચાર સાઈટથી સમાચારની પસંદગી કરશે અને તેમની હેડલાઈન અને સામગ્રીમાં કોઈ બદલાવ કરી શકશે નહીં. Facebook એ જાન્યુઆરીમાં આ જાહેરાત કરી હતી કે પત્રકારત્વમાં સહયોગ માટે વિશેષ કરીને સ્થાનિક સમાચાર સંગઠનમાં ત્રણ વર્ષમાં 3000 લાખ અમેરિકી ડોલરનું રોકાણ કરવામાં આવશેઅમેરિકામાં સોશિયલ મીડિયાના વધતા પ્રભાવના કારણે પ્રિન્ટ મીડિયા હવે સંકટનો સામનો કરી રહ્યું ચેહ અને સમાચાર પત્રોની જગ્યા હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લઇ રહ્યા છે.છેલ્લા 15 વર્ષમાં અમેરિકામાં 2000 સમાચાર પત્ર બંધ થઇ ગયા છે જેનાથી સ્થાનિક લોકોને સ્થાનિક ઘટનાની જાણકારી ખૂબ જ ઓછી મળી રહી છે. 2008થી 2018 સુધી અમેરિકામાં સમાચાર પત્રોમાં કામ કરવા વાળા પત્રકારોની સંખ્યામાં 47 ટકાનો ઘટાડો નોંધાયો છે.