Tuesday, May 14, 2024
HomeGujaratAhmedabadAMCનાં 19 આસિ. કમિશનર કાયમી કરાયા, 3 વિજીલન્સ તપાસ માટે પ્રોબેશન પર

AMCનાં 19 આસિ. કમિશનર કાયમી કરાયા, 3 વિજીલન્સ તપાસ માટે પ્રોબેશન પર

Date:

spot_img

Related stories

પોતાની ખામીઓ ને સુધારો-સંત રાજીન્દર સિંહજી મહારાજ

દરેક ક્ષણે બદલાતી આ જિંદગીમાં આપણે બહુ જ લોકોથી...

It’s a working birthday for Sunny Leone!

It's a working birthday for actress Sunny Leone, and...

HUMAN RIGHTS AND WOMAN CHILD WELFARE ORG. ના ગુજરાત ના ઉપપ્રમુખ તરીકે જીતુભાઇ ઉપાધ્યાય ની નિમણુંક

માનવ અધિકાર,મહિલા અને બાળ વિકાસ માટે ચાલતી સંસ્થા “માનવ...

સોલ સૂત્ર સ્ટુડિયોઝના બેનર હેઠળની હોરર કોમેડી ફિલ્મ “ઝમકુડી”નું ટ્રેલર લોન્ચ

બોલીવુડમાં જેમ ધર્મા પ્રોડક્શનની ફિલ્મો અવ્વ્લ કક્ષાની હોય છે...
spot_img

22 AMC આસિ. કમિશનરમાંથી 19 આસિ. કમિશનર કાયમી કરાયા, 3 આસિ.કમિશનર વિજીલન્સ ત્તપાસના પગલે પ્રોબેશન પિરીયડ લંબાવવામાં આવ્યો છે. અમદાવાદ સ્ટાફ સિલેક્શન એન્ડ એપોઇન્ટમેન્ટ કમિટી બેઠક મળી હતી . કમિટીમાં આસિ કમિશમર કાયમી કરવા અને આસિ ટીડીઓ બઢતી કરવાની કામને બહાલી આપી હતી.આ સાથે ખાતકીય ભરતી કરાયેલા 13 આસિ કમિશનર પૈકી 11 આસિ. કમિશનરને કાયમી કરવાની દરખાસ્ત મંજૂર કરાઇ હતી . આ સાથે 13 માંથી 2 આસિ કમિશનર  પ્રિથાબહેન સુનિલ પરસોત્તમ ( આસિ. કમિશનર નવા વાડજ વોર્ડ ) અને પ્રયાગ લંગાળિયા ( આસિ.કમિશનર વટવા વોર્ડ ) આ બન્ને આસિ. કમિશનર કાયમી કરવામાં આવ્યા ન હતા . તેમજ તેઓનો એક વર્ષનો પ્રોબેશન પિરીયડની મુદ્દત વધુ લંબાવી હતી . આ બન્ને આસિ કમિશનર સામે વિજીલન્સ તપાસ ચાલતી હોવાથી તેઓને કાયદાની બહાર મળી ન હતી.

જાહેરાતના માધ્યમથી ભરતી કરાયેલા 9 આસિસ્ટન્ટ કમિશનર પૈકીના 8 આસિ. કમિશનર કાયમી કરવામાં આવ્યા હતા . 9માંથી 1 આસિ કમિશનર નરેન્દ્ર ગમારા પર વિજીલન્સ તપાસ હોવાથી કાયમી કરવાની દરખાસ્ત નામંજૂર કરી તેઓને પ્રોબેશન પીરીયડ લંબાવ્યો હતો .


અમદાવાદ મહાનગર પાલિકામાં એસ્ટેટ ટીડીઓ ખાતામાં ખાલી પડેલ ચાર જગ્યા બઢતીથી ભરવામાં આવી હતી . ઉમેશ ભટ્ટ , ચંદનસિહ બિલવાસ, ઘનશ્યામ પટેલ અને હિતેન્દ્ર મકવાણાને બઢતી સાથે ડેપયુટી ટીડીઓ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ ઇજનેર ખાતામાં આસિસ્ટન્ટ સીટી ઇજનેરની ખાલી પડેલ બે જગ્યા જીતેન્દ્ર ડાભી અને અનિલ પ્રજાપતિને બઢતી આપી ભરવામાં આવી હતી. એડીશનલ સીટી ઇજનેર તરીકે ફરજ બજાવતા  બિરેન રાવલનું સ્વૈચ્છિક રાજીનામું દરખાસ્ત કમિટીએ મંજુર કરી હતી.એએમસી કમિશનર મુકેશ કુમારની રાજ્ય સરકારમાં બદલી થઇ છે . પરંતુ નવા કમિશનર લોચન શહેરીને ચાર્જ આપે તે પહેલા જ મુકેશ કુમારે દ્વારા એક સાથે સ્ટાફ સિલેક્શન કમિટીમાં કામ લાવી કામો મંજૂર કર્યા હોવાનો ગણગણાટ એએમસી ચાલી રહ્યો છે. મેયર કિટીર પરમાર , ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી હિતેશ બારોટ કમિટી બેઠકમાં હાજર રહ્યા હતા . સ્ટાફ સિલેક્શન કમિટીમાં એએમસી વિપક્ષ નેતા અપેક્ષિત છે પરંતુ કોંગ્રેસ દ્વારા નવા વિપક્ષ નેતા નિમણૂક જ ન થતા વિપક્ષ વગર સત્તા પક્ષ અને કમિશનર દ્વારા દરખાસ્ત મંજૂર કરાઇ છે .


પોતાની ખામીઓ ને સુધારો-સંત રાજીન્દર સિંહજી મહારાજ

દરેક ક્ષણે બદલાતી આ જિંદગીમાં આપણે બહુ જ લોકોથી...

It’s a working birthday for Sunny Leone!

It's a working birthday for actress Sunny Leone, and...

HUMAN RIGHTS AND WOMAN CHILD WELFARE ORG. ના ગુજરાત ના ઉપપ્રમુખ તરીકે જીતુભાઇ ઉપાધ્યાય ની નિમણુંક

માનવ અધિકાર,મહિલા અને બાળ વિકાસ માટે ચાલતી સંસ્થા “માનવ...

સોલ સૂત્ર સ્ટુડિયોઝના બેનર હેઠળની હોરર કોમેડી ફિલ્મ “ઝમકુડી”નું ટ્રેલર લોન્ચ

બોલીવુડમાં જેમ ધર્મા પ્રોડક્શનની ફિલ્મો અવ્વ્લ કક્ષાની હોય છે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here