ઓક્સિજનની અછત વચ્ચે USથી લેઉવા પાટીદાર ગુજરાતનાં પાંચ ગામ માટે મોકલશે 110 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન

0
12
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 25 મે સુધીમાં ભારતમાં કુલ 33,48,11,496 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 25 મે સુધીમાં ભારતમાં કુલ 33,48,11,496 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

40 લાખ એટલે કે, 50,000 ડોલરનાં ખર્ચે ખરીદાયેલા આ મશીનો ભારતમાં થોડા જ દિવસોમાં મોકલવામાં આવશે.

કોરોના મહામારીમાં ઓક્સિજની અછત સર્જાતા અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે એમેરિકામાં (US) સ્થિત પાંચ ગામ લેઉવા પાટીદાર સંગઠન દ્વારા પાટણ તાલુકાનાં બલિસાણા, સંડેર, મણુંદ અને વિસનગર તાલુકાનાં ભાન્ડુ અને વાલમ ગામ માટે અમેરિકાથી 40 લાખ રુપિયાની કિંમતનાં 110 ઓક્સિજન કોન્સન્ટ્રેટરમશીનની ખરીદી કરવામાં આવી છે. જે શનિવાર સુધીમાં ભારત આવવાની ગણતરી છે. મહામારીની કપરી પરિસ્થિતિમાં પાંચ ગામનાં લેઉવા પાટીદાર સમાજનાં લોકો વતનની વહારે આવ્યાં છે. તેમણે અમેરિકામાં 110 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન ખરીદ્યાં છે. 40 લાખ એટલે કે, 50,000 ડોલરનાં ખર્ચે ખરીદાયેલા આ મશીનો ભારતમાં થોડા જ દિવસોમાં મોકલવામાં આવશે. ત્યારબાદ આ મશીનો પૈકી પાટણ તાલુકાના બાલિસાણામાં 25, સંડૈરમાં 17, મણુંદમાં 17 અને વાલમ ગામમાં 25 આપવામાં આવશે. જ્યારે બાકી રહેલા નવ મશીનો રિઝર્વમાં મૂકવામાં આવશે.ઓક્સિજન કોન્સન્ટ્રેટર એ એક એવું મશીન છે જેમાં ઓક્સિજન ભરવાની જરૂર નથી, મશીન પોતે ઓક્સિજન ઉત્પન્ન કરે છે. આ મશીનોથી કોરોનાના દર્દીઓેને ઘણી જ મદદ થશે.પાટણ જિલ્લાનાં વિકાસ અધિકારી ડી.કે. પારેખે જણાવ્યું કે, બાલિસણા અને મણુંદ ગામમાં કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યાં છે. જેની મુલાકાત લીધી હતી. ત્યાં ડૉક્ટર પણ મૂકવામાં આવ્યાં છે. આ ઉપરાંત દર્દીઓને દવા, સંગીત, યોગ, જ્યુસ જેવી સુવિધાઓ મળી રહે તે અંગેની તૈયારીઓ પણ ચાલી રહી છે. અમેરિકાથી આવનારા ઓક્સિજન મશીન પણ અહીં મુકવામાં આવશે.આ અંગે મણુંદ ગામનાં અગ્રણી દિક્ષિતભાઇ પટેલ જણાવે છે કે, કોરોનાનો કોઇ દર્દી ઓક્સિજનના અભાવે જીવ ન ગુમાવે તે પ્રાથમિકતા છે. અમેરિકા સ્થાયી થયેલા પાંચ ગામનાં લેઉવા પટેલના સેવાભાવી સભ્યોએ ઓક્સિજન મશીન ઉપરાંત દવાઓ કે કોઇપણ જરૂરિયાતની મદદ કરવા માટે તૈયાર છે.