દેશમાં પ્રથમ વખત કોરોનાથી એક જ દિવસમાં 2020 લોકોનાં મોત

0
11
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,91,83,121 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 23,90,58,360 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,91,83,121 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 23,90,58,360 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
મોતના મામલે ભારત દુનિયામાં પ્રથમ નંબર પર પહોંચ્યું. બીજા નંબર પર બ્રાઝીલ અને ત્રીજા નંબર પર અમેરિકા.

નવી દિલ્હી:   ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં એક જ દિવસમાં કોરોના વાચસના આશરે ત્રણ લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેસમાં પ્રથમ વખત કોરોનાથી 24 કલાકમાં જ 2020 લોકોનાં મોત થયા છે. આ દરમિયાન 1.66 લાખ લોકો કોરોનાથી સાજા થયા છે. કોરોના વાયરસથી હાલ દેશમાં 1.56 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 1.32 કરોડ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના વાયરસના કુલ મોત નો આંકડો 1.82 લાખને પાર થઈ ગયો છે. હાલ દેશમાં 21.50 લાખ સક્રિય દર્દીઓ છે દૈનિક મોતના કેસમાં ભારત ફરી એકવાર વિશ્વમાં ટોચ પર પહોંચી ગયું છે. બીજા નંબર પર બ્રાઝીલ અને ત્રીજા નંબર પર અમેરિકા છે. બ્રાઝીલમાં હાલ દૈનિક 1,500 લોકોનાં મોત થઈ રહ્યા છે. જ્યારે અમેરિકામાં દૈનિક 400-500 લોકોનાં મોત થઈ રહ્યા છે. મંગળવારે ભારતમાં 2020 લોકોનાં મોત થયા છે. અહીં મંગળવારે 62,097 નવા દર્દી નોંધાયા છે, જ્યારે 54,224 દર્દી સાજા થયા છે. આ દરમિયાન કુલ 519 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં અત્યારસુધી કુલ 39.60 લાખ લોકો મહામારીની ઝપટમાં આવી ગયા છે, જેમાંથી 32.13 લાખ દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી મહારાષ્ટ્રમાં કુલ 61,343 લોકોનાં મોત થાય છે. હાલ રાજ્યમાં 6.83 લાખ લોકોની સારવાર ચાલી રહી છે. મંગળવારે નવા 29,574 કેસ નોંધાયા છે, જ્યારે 14,391 લોકો સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં 162 લોકોનાં મોત થયા છે. યુપીમાં અત્યારસુધી કુલ 9.09 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 6.75 લાખ લોકો સાજા થયા છે. યુપીમાં અત્યારસુધી કુલ 10,159 દર્દીના કોરોનાથી મોત થયા છે. હાલ રાજ્યમાં 2.23 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.