એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં દબંગ દુલ્હનિયા રાજેશની ભૂમિકા ભજવતીપ્રતિભાશાળી અભિનેત્રી ગીતાંજલી મિશ્રા તેની લાજવાબ અભિનય શક્તિ માટે ઘેર ઘેર ચર્ચિત નામ બની ગયું છે. રજ્જો તરીકે પણ ઓળખાતી રાજેશ તેના ધારદાર કમબેક માટે અત્યંત લોકપ્રિય છે અને ગીતાંજલીના અભિનયે દેશભરમાં ઘણાં ચાહકોનાં મન જીતી લીધાં છે. આ મજેદાર વાર્તાલાપમાં તે પડદા પાછળના પોતાના જીવન વિશે ખૂલીને વાત કરે છે, તેના વિશે અને તેની ફેશન સિક્રેટ્સ વિશે અમુક રસપ્રદ વાસ્તવિકતાઓ જાહેર કરે છે અને તેના સૌથી મોટા પ્રેરણાસ્રોત વિશે વાત કરે છે. તેની સાથે વાર્તાલાપનો સાર અહીં છેઃ અભિનેત્રી તરીકે સૌથી સારી બાબત શું છે? અભિનેત્રી તરીકે મને અલગ અલગ જીવન જીવવા મળે છે, નવી ભાવનાઓ મહેસૂસ કરવા મળે છે અને મારાં પાત્રો થકી લોકોનાં મનને સ્પર્શવા મળે છે. દર્શકો રાજેશ સાથે પોતે જોડે અથવા રાજેશને વહાલ કરે છે એવું કહે છે ત્યારે મને બહુ સારું લાગે છે. જો તું અભિનેત્રી નહીં હોત તો શું કરતી હોત? મારી અભિનયની કારકિર્દી શરૂ કરવા પૂર્વે મેં કોસ્મેટિક કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. જોકે અમુક વાર મને એવું લાગે છે કે સાઈકોલોજી કર્યું હોત તો સારું થાત. હું હંમેશાં માનવી વર્તન અને ભાવનાઓથી મોહિત રહી છું. લોકોને ઊંડાણથી સમજવા અને તેમને મદદરૂપ થવું તે મને બહુ ગમે છે. શું તારી અંદર એવી કોઈ ચોક્કસ કુશળતા અથવા શોખ છે જે તારા ચાહકો જાણતા નથી? હા! હું તાલીમબદ્ધ શાસ્ત્રીય ગાયિકા છું. સંગીત હંમેશાં મારા જીવનનો મોટો હિસ્સો રહ્યું છે.ગાયન મને રિલેક્સ થવામાં અને મારી ભાવનાઓ સાથે મને જોડવામાં મદદરૂપ થાય છે.અમુક વાર હું બ્રેક્સ દરમિયાન સેટ પર ગાઉં છું. હવાફેર એ સુંદર રીત છે! શું તારો પરિવાર તને ગીતાંજલી તરીકે બોલાવે છે કે પછી રાજેશ તરીકે પણ બોલાવે છે? (હસે છે) ઓહ, તેઓ મને રાજેશ તરીકે બોલાવે છે! મારો પરિવાર, ખાસ કરીને મારી ભાણેજના મારા પડદા પરના ડાયલોગ સાથે મને ખીજવવાનું ગમે છે. તે મને સારું લાગે છે અને મારા પાત્રને તેઓ બહુ પ્રેમ કરે છે તે જાણીને આનંદ થાય છે. શું રાજેશના તકિયાકલામનો અસલ જીવનમાં પણ તું ઉપયોગ કરે છે?