Friday, May 17, 2024
HomeRelationshipસુખનો પાસવર્ડ: દરેક વ્યક્તિએ જીવનમાં એક સાચો મિત્ર બનાવવો જોઈએ

સુખનો પાસવર્ડ: દરેક વ્યક્તિએ જીવનમાં એક સાચો મિત્ર બનાવવો જોઈએ

Date:

spot_img

Related stories

બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન સોની સ્પોર્ટ્સ નેટવર્કના UEFA યુરો 2024 કેમ્પેન ફિલ્મ માટે આઉટ ઓફ ધ વર્લ્ડ અવતારમાં જોવા મળ્યો

મુંબઈ, 17મે, 2024:UEFA EURO 2024ના પ્રારંભના 30 દિવસ અગાઉ સોની સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા બ્લોકબસ્ટર કેમ્પેન "2024માં બ્રહ્માંડમાં ફૂટબોલનો સૌથી મોટો તેહવાર" લોન્ચ કર્યું. જેમાં ફૂટબોલનો બ્રાન્ડ એમ્બેસેડર અને બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન જોવા મળશે, આ કેમ્પેનમાં બોલિવૂડ સ્ટાર ડબલ રોલમાં જોવા મળશે જે દર 4 વર્ષે યોજાનારી ટૂર્નામેન્ટ માટેની અપેક્ષઓના સ્તરમાં વધારો કરશે. આ કેમ્પેન મોટા પ્રમાણમાં વિઝ્યુઅલ અફેક્ટ સાથે UEFA EURO 2024ના ફેન્સના ઉત્સાહને સંક્ષિપ્તમાં દર્શાવે છે અને સાથે રજૂ કરે છે કે-"2024માં બ્રહ્માંડમાં ફૂટબોલની સૌથી મોટી ઈવેન્ટ" દર્શકો માટે શું લાવી રહી છે. આ ભારતીય ટેલિવિઝન માટે એક અલગ જ અનુભવ હશે. જેમાં કાર્તિક આર્યન પ્રથમવાર પૃથ્વી બહારના ગ્રહ પર રહેતા એલિયનની ભૂમિકામાં જોવા મળશે. જે પૃથ્વી પરના સેલિબ્રેશનને જોઈ ફૂટબોલના આ તેહવારની ઉજવણીમાં સામેલ થવાનો નિર્ણય લે છે. આ સમયે તે પોતાના માનવીય અવતારને પણ મળે છે. જે પછી બંને અન્ય ફેન્સની જેમ યુરોપિયન ટીમ અને ખેલાડીઓને ટૂર્નામેન્ટમાં જોવા એક સાથે આગળ વધે છે.UEFA EURO 2024નીકેમ્પેનફિલ્મજેમાંકાર્તિકઆર્યનમુખ્યભૂમિકામાંછેતેનેજોવાઅહીંક્લિકકરો : https://youtu.be/QEHhxGryljk ખંડીય ભવ્યતા એવા UEFA EURO2024 એ આ વર્ષે સૌથી વધુ આતુરતાથી જેની રાહ જોવામાં આવી રહી હોય તે ટૂર્નામેન્ટ છે. આ સ્પર્ધામાં ફિફાના ટોપ-10માંથી 8 દેશોની ટીમ જોવા મળશે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈટાલી, ફ્રાન્સ, પોર્ટુગલ, બેલ્જિયમ, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ્સ અને ક્રોએશિયા ટાઈટલ પર કબજો કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ઉપરાંત તેમા માત્ર યુરોપના જ નહીં પણ સમગ્ર વિશ્વના શાનદાર ખેલાડીઓ અને કોચ સામેલ થતા જોશે કારણ કે, આ સમયગાળા દરમિયાન ક્લબ ફૂટબોલનું સ્થાન આંતરરાષ્ટ્રીય ફૂટબોલ લેશે. ફેન્સના ફેવરિટ ખેલાડીઓ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, કાયલિન એમબાપે, હેરી કેન, થોમસ મુલ્લર, વર્ગિલ વાન ડીક, લુકા મોડ્રિક અને અન્ય ખેલાડીઓ પોતાના દેશની ટીમ તરફથી રમતા જોવા મળશે. તેઓ પિચ પર પોતાનો જાદૂ દેખાડશે અને ટ્રોફી રૂપી ઈનામ જીતવા પ્રયાસ કરશે. સોની સ્પોર્ટ્સ નેટવર્કનું આ કેમ્પેન દર્શકો માટે રોમાંચક ફૂટબોલના મહિના સાથે જોડાવવાનો માર્ગ તૈયાર કરશે. આ UEFA EURO...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

કોવિડ-૧૯ના મહારોગચાળાના સમયમાં ઘણા લોકોની સારી બાજુ બહાર આવી તો ઘણાની ખરાબ બાજુ પણ છતી થઈ ગઈ. લૉકડાઉનને કારણે એક પરિચિતે ભયંકર આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એ વખતે તેમના મોટા ભાગનાં સગાંવહાલાં અને મિત્રોએ મોઢાં ફેરવી લીધાં. તે પરિચિતે એ વિશે વાત કરી ત્યારે બહુ દુ:ખ થયું અને જાણીતા લોકગાયક ચેતન ગઢવીએ કહેલી એક સરસ મજાની વાત યાદ આવી ગઈ. ચેતનભાઈના સૌજન્ય સાથે એ વાત તેમના શબ્દોમાં નજીવા ફેરફાર કરીને વાચકોની સામે મૂકું છું.
** નાનું એવું ગામ રામપરા, ગામ. એ ગામના ધણી મેરામણ બાપુ. જેવું નામ એવા જ ગુણ. દાતારીનો અવતાર જોઈ લ્યો. દરરોજ સવાર-સાંજ ડાયરાઓ ભરાય. કવિઓ-ચારણો અને જરૂરતમંદ હરકોઈ માટે બાપુના દરવાજા ખુલ્લા રહે. નાના કે મોટા સૌ કોઈનું બાપુ યથાયોગ્ય સન્માન કરે. તેમને મદદરૂપ થાય અને બીજાઓને મદદ કરીને પોતે પણ આનંદ પામે.
એક દિ’ સવારમાં ડેલીએ ડાયરો જામ્યો હતો. વાતુનો દોર અને કાવા-કસુંબાની જમાવટ થઈ હતી. એવામાં એક અવાજ આવ્યો: ‘એ જય માતાજી.’
ડાયરામાં બેઠેલા બધાની નજરું આવનાર માણસ તરફ મંડાણી. પણ કોઈ એને ઓળખે, સમજે ઈ પહેલાં મેરામણજી બાપુ ઊભા થઈ ગયા. તેમણે સામા ડગલાં ભરીને મહેમાનને બાથ ભરી. બાપુના મોઢેથી વેણ સરી પડ્યાં – “અરે આ તો મારો બચપણનો ભેરુ, મારો મિત્ર!
બંનેને ભેટતાં જોઈ થોડીવાર ડાયરાને કૃષ્ણ-સુદામાના મિલનની ઝાંખી થઈ. પોતાના ભેરુબંધને જોઈને બાપુ સોળે કળાએ ખીલી ઊઠ્યા.
તેમણે કહ્યું, “કાવા-કસુંબા લાવો, હોકા ભરો, મીઠાઈયું લાવો, આ તો મારો જિગર, બચપણનો ભાઈબંધ.
ગાળાના સમ દઈ દઈને કસુંબાના કેફ ચડાવ્યા પછી વાતુનો દોર ચાલ્યો. નાનપણના સંભારણાથી લઈને આજ દિવસ સુધી “તને સાંભરે રે, મને કેમ વિસરે રે.. એવી વાતું જામી. આ રીતે બે દિ’ ક્યાં વીતી ગયા ખબર નો પડી. ત્રીજા દિવસે મિત્રએ રજા માગી. બાપુનું મન માનતું નો,તું પણ મિત્રએ કહ્યું કે “બાપુ જવું જ પડે એમ છે.બાપુના મનમાં ચમકારો થયો, પણ કાંઈ સમજાયું નહીં.
ડાયરો મહેમાનને વળાવવા પાદર સુધી ગયો, પણ બાપુ સીમાડા સુધી ગયા. ત્યાં જઈને પછી ભેરુબંધના ખભે હાથ રાખીને તેની સામે જોયું…
અને એ મિત્રએ અત્યાર સુધી ગળામાં જે વાત અટકાવી રાખી હતી એ બાપુને મૂંઝવણ સાથે ધીમા સાદે કરી: “એકની એક દીકરીનાં લગન છે, ઘરની અને મારી સ્થિતિ નબળી થઈ ગઈ છે, નબળો સમય ચાલી રહ્યો છે, ઘણી હિંમત કરીને તારી પાંહે મદદની આશાએ આવ્યો છું. તારાથી થાય તો મદદ કરજે, ભેરુ. વધુ તો તને શું કહું!બાપુ થડકારો ચૂકી ગયા. અને તરત બોલ્યા: અહીં જ ઊભો રે’ જે, હાલતો નઈ મારા સમ છે. બાપુ ઘરે જઈ રૂપિયાનું પોટલું લાવી ભેરુના હાથમાં આપી બોલ્યા… આ મારી દીકરીનું કાપડું સમજજે. કરજો નથી અને હાં… કાંઈ ઓછું નો કરતો, હજી હું બેઠો છું, ભાઈબંધ. હસતો-હસતો વિદાય થયો. ઘરે આવી બાપુની આંખમાંથી ચોધાર આંસુ હાલ્યા જાય. ઘણાએ સમજાવ્યા, પણ રૂદન અટકે નહીં. બાપુના ઘરવાળા બોલ્યાં: “રૂપિયા નો’તા દેવા તો ના પાડી દેવી’તી. હવે દીધા પછી આમ રોવા બેઠા ઈ શું સારું લાગે? બસ કરો બીજી વાર ધ્યાન રાખજો.બાપુ આંસુભરી આંખે બોલ્યા: “એય નાસમજ, રૂપિયા દીધા એનું રોવું નથી આવતું, પણ આખા મલકને ખબર છે કે ઈ મારો મિત્ર છે. મારા મિત્રનો આવો ખરાબ સમય આવી ગ્યો એની મને ખબર નો પડી અને તેણે મારા ઘરે મદદ માગવા આવવું પડ્યું. આ કેવી મિત્રતા? આ કેવી ભાઈબંધી. બસ આ વાત મારા દિલમાં ખટકે છે અને રુદન અટકતું નથી, નક્કી મારી મિત્રતામાં કંઈક ખામી છે.આ કિસ્સો કહ્યા પછી ચેતનભાઈએ ઉમેર્યું હતું કે આ સાચી ઘટનાનો મરમ એ છે કે એકબીજાની ભીતરની વાતું જાણે, સુખદુ:ખમાં સાથે હોય, જેની સાથે મનની મોકળાશ અનુભવાય, જેના સંગથી હૂંફ અને હિંમત અનુભવાય,  જીવનનો ખાલીપો ભરાય એવો એકાદ મિત્ર જીવનમાં હોવો જ જોઈએ અને આપણે પણ કોઈકના આવા મિત્ર બની રહીએ એવો પ્રયાસ કરવો જોઈએ.

બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન સોની સ્પોર્ટ્સ નેટવર્કના UEFA યુરો 2024 કેમ્પેન ફિલ્મ માટે આઉટ ઓફ ધ વર્લ્ડ અવતારમાં જોવા મળ્યો

મુંબઈ, 17મે, 2024:UEFA EURO 2024ના પ્રારંભના 30 દિવસ અગાઉ સોની સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા બ્લોકબસ્ટર કેમ્પેન "2024માં બ્રહ્માંડમાં ફૂટબોલનો સૌથી મોટો તેહવાર" લોન્ચ કર્યું. જેમાં ફૂટબોલનો બ્રાન્ડ એમ્બેસેડર અને બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન જોવા મળશે, આ કેમ્પેનમાં બોલિવૂડ સ્ટાર ડબલ રોલમાં જોવા મળશે જે દર 4 વર્ષે યોજાનારી ટૂર્નામેન્ટ માટેની અપેક્ષઓના સ્તરમાં વધારો કરશે. આ કેમ્પેન મોટા પ્રમાણમાં વિઝ્યુઅલ અફેક્ટ સાથે UEFA EURO 2024ના ફેન્સના ઉત્સાહને સંક્ષિપ્તમાં દર્શાવે છે અને સાથે રજૂ કરે છે કે-"2024માં બ્રહ્માંડમાં ફૂટબોલની સૌથી મોટી ઈવેન્ટ" દર્શકો માટે શું લાવી રહી છે. આ ભારતીય ટેલિવિઝન માટે એક અલગ જ અનુભવ હશે. જેમાં કાર્તિક આર્યન પ્રથમવાર પૃથ્વી બહારના ગ્રહ પર રહેતા એલિયનની ભૂમિકામાં જોવા મળશે. જે પૃથ્વી પરના સેલિબ્રેશનને જોઈ ફૂટબોલના આ તેહવારની ઉજવણીમાં સામેલ થવાનો નિર્ણય લે છે. આ સમયે તે પોતાના માનવીય અવતારને પણ મળે છે. જે પછી બંને અન્ય ફેન્સની જેમ યુરોપિયન ટીમ અને ખેલાડીઓને ટૂર્નામેન્ટમાં જોવા એક સાથે આગળ વધે છે.UEFA EURO 2024નીકેમ્પેનફિલ્મજેમાંકાર્તિકઆર્યનમુખ્યભૂમિકામાંછેતેનેજોવાઅહીંક્લિકકરો : https://youtu.be/QEHhxGryljk ખંડીય ભવ્યતા એવા UEFA EURO2024 એ આ વર્ષે સૌથી વધુ આતુરતાથી જેની રાહ જોવામાં આવી રહી હોય તે ટૂર્નામેન્ટ છે. આ સ્પર્ધામાં ફિફાના ટોપ-10માંથી 8 દેશોની ટીમ જોવા મળશે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈટાલી, ફ્રાન્સ, પોર્ટુગલ, બેલ્જિયમ, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ્સ અને ક્રોએશિયા ટાઈટલ પર કબજો કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ઉપરાંત તેમા માત્ર યુરોપના જ નહીં પણ સમગ્ર વિશ્વના શાનદાર ખેલાડીઓ અને કોચ સામેલ થતા જોશે કારણ કે, આ સમયગાળા દરમિયાન ક્લબ ફૂટબોલનું સ્થાન આંતરરાષ્ટ્રીય ફૂટબોલ લેશે. ફેન્સના ફેવરિટ ખેલાડીઓ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, કાયલિન એમબાપે, હેરી કેન, થોમસ મુલ્લર, વર્ગિલ વાન ડીક, લુકા મોડ્રિક અને અન્ય ખેલાડીઓ પોતાના દેશની ટીમ તરફથી રમતા જોવા મળશે. તેઓ પિચ પર પોતાનો જાદૂ દેખાડશે અને ટ્રોફી રૂપી ઈનામ જીતવા પ્રયાસ કરશે. સોની સ્પોર્ટ્સ નેટવર્કનું આ કેમ્પેન દર્શકો માટે રોમાંચક ફૂટબોલના મહિના સાથે જોડાવવાનો માર્ગ તૈયાર કરશે. આ UEFA EURO...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here