IITમાં પ્રવેશ માટે JEE-એડવાન્સ પરીક્ષા ત્રણ જુલાઈના રોજ યોજાશે

0
6
ત્રણ જુલાઇએ આઈઆઈટી ખડગપુર દ્વારા JEE-એડવાન્સ હાથ ધરવામાં આવશે.એડમિશન માટે ધોરણ ૧૨માં ૭૫ ટકા માર્ક્સની જરૂરિયાતમાં પાછલા વર્ષે કોવિડ-૧૯ની સ્થિતિને ધ્યાનમાં રાખીને જે છૂટ આપવામાં આવી હતી
ત્રણ જુલાઇએ આઈઆઈટી ખડગપુર દ્વારા JEE-એડવાન્સ હાથ ધરવામાં આવશે.એડમિશન માટે ધોરણ ૧૨માં ૭૫ ટકા માર્ક્સની જરૂરિયાતમાં પાછલા વર્ષે કોવિડ-૧૯ની સ્થિતિને ધ્યાનમાં રાખીને જે છૂટ આપવામાં આવી હતી

અમદાવાદ : ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી)માં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષા JEE-એડવાન્સ આગામી ત્રણ જુલાઇએ લેવાશે તેમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલે ગુરુવારે જાહેરાત કરી હતી.તેમણે ઉમેર્યું હતું કે પાત્રતાના માપદંડમાં ધોરણ-૧૨ના માર્ક્સને લગતી છૂટછાટો આપવામાં આવી હતી તે આ વર્ષે પણ ઓફર કરવામાં આવશે. શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે ત્રણ જુલાઇએ આઈઆઈટી ખડગપુર દ્વારા JEE-એડવાન્સ હાથ ધરવામાં આવશે.એડમિશન માટે ધોરણ ૧૨માં ૭૫ ટકા માર્ક્સની જરૂરિયાતમાં પાછલા વર્ષે કોવિડ-૧૯ની સ્થિતિને ધ્યાનમાં રાખીને જે છૂટ આપવામાં આવી હતી તેને આ વર્ષે પણ ઓફર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓની સગવડ માટે આ જરૂરિયાતને ઉડાવી દેવામાં આવશે.તેમણે ઉમેર્યું હતું કે JEE-એડવાન્સ-૨૦૨૧ એક કોમ્પ્યૂટર આધારિત ટેસ્ટ તરીકે લેવાશે. શિક્ષણ પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(BSE) બોર્ડની આગામી પરીક્ષાઓ પણ ફેબ્રુઆરી ૨૦૨૧માં યોજવામાં નહી આવે.