Tuesday, May 14, 2024
Homenationalમધ્યપ્રદેશમાં ગેરકાયદે ચાલતું બાળગૃહ ઝડપાયું, 26 બાળકી ગુમ થતા તંત્રમાં દોડધામ

મધ્યપ્રદેશમાં ગેરકાયદે ચાલતું બાળગૃહ ઝડપાયું, 26 બાળકી ગુમ થતા તંત્રમાં દોડધામ

Date:

spot_img

Related stories

પોતાની ખામીઓ ને સુધારો-સંત રાજીન્દર સિંહજી મહારાજ

દરેક ક્ષણે બદલાતી આ જિંદગીમાં આપણે બહુ જ લોકોથી...

It’s a working birthday for Sunny Leone!

It's a working birthday for actress Sunny Leone, and...

HUMAN RIGHTS AND WOMAN CHILD WELFARE ORG. ના ગુજરાત ના ઉપપ્રમુખ તરીકે જીતુભાઇ ઉપાધ્યાય ની નિમણુંક

માનવ અધિકાર,મહિલા અને બાળ વિકાસ માટે ચાલતી સંસ્થા “માનવ...

સોલ સૂત્ર સ્ટુડિયોઝના બેનર હેઠળની હોરર કોમેડી ફિલ્મ “ઝમકુડી”નું ટ્રેલર લોન્ચ

બોલીવુડમાં જેમ ધર્મા પ્રોડક્શનની ફિલ્મો અવ્વ્લ કક્ષાની હોય છે...
spot_img
ભોપાલ : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મંજૂરી વગર જ એક ગેરકાયદે ચાઇલ્ડ હોમ ચાલી રહ્યું હોવાના અહેવાલે ખળભળાટ મચાવી દીધો છે. આ ચાઈલ્ડ હોમમાંથી (બાળગૃહ) 26 બાળકીઓ ગુમ હોવાનો સનસનાટી મચાવતો મામલો સામે આવ્યો છે. જેની જાણ થતાં જ પોલીસે એફઆઈઆર નોંધી હતી અને રાષ્ટ્રીય બાળ આયોગ પણ દોડતું થયું હતું. માહિતી અનુસાર 68 બાળકીઓ આ બાળગૃહમાં રહેતી હોવાની એન્ટ્રી મળી હતી પરંતુ તપાસમાં ફક્ત 41 જ બાળકીઓ મળી આવી હતી. આ બાળગૃહમાં ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, ઉપરાંત મધ્યપ્રદેશના સિહોર, રાયસેન, છિંદવાડા અને બાલાઘાટની બાળકીઓ પણ હતી. જોકે ગેરકાયદે રીતે ચાલતું હોવાને લીધે પોલીસે પણ આ બાળગૃહ સામે એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી હતી. આ બાળગૃહનું નામ 'આંચલ ગર્લ્સ હોસ્ટેલ' છે. મામલાનો ખુલાસો થઈ જતાં તેનો સ્ટાફ અને મેનેજમેન્ટ રફુચક્કર થઇ ગયો હતો. પોલીસે 41 બાળકીને રેસ્ક્યૂ કરી બીજા બાળગૃહમાં શિફ્ટ કરી દીધી હતી. આ બાળકીઓની વય 6થી 18 વર્ષની વચ્ચે હોવાની જાણકારી મળી છે. આ બાળગૃહ પણ સુમસામ ખેતરોની વચ્ચે બનેલું છે. અહીંથી ગુમ બાળકીઓને લઈને માનવ તસ્કરીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અજય મેથ્યૂ નામની વ્યક્તિ આ બાળગૃહનું સંચાલન કરી રહ્યો હતો. 

પોતાની ખામીઓ ને સુધારો-સંત રાજીન્દર સિંહજી મહારાજ

દરેક ક્ષણે બદલાતી આ જિંદગીમાં આપણે બહુ જ લોકોથી...

It’s a working birthday for Sunny Leone!

It's a working birthday for actress Sunny Leone, and...

HUMAN RIGHTS AND WOMAN CHILD WELFARE ORG. ના ગુજરાત ના ઉપપ્રમુખ તરીકે જીતુભાઇ ઉપાધ્યાય ની નિમણુંક

માનવ અધિકાર,મહિલા અને બાળ વિકાસ માટે ચાલતી સંસ્થા “માનવ...

સોલ સૂત્ર સ્ટુડિયોઝના બેનર હેઠળની હોરર કોમેડી ફિલ્મ “ઝમકુડી”નું ટ્રેલર લોન્ચ

બોલીવુડમાં જેમ ધર્મા પ્રોડક્શનની ફિલ્મો અવ્વ્લ કક્ષાની હોય છે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here