Wednesday, December 11, 2024
HomeGujaratAhmedabadઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ (ઈન્ડિયા) લિમિટેડનો રૂ. 4,225 કરોડનો આઈપીઓ શુક્રવાર, 13 ડિસેમ્બર,...

ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ (ઈન્ડિયા) લિમિટેડનો રૂ. 4,225 કરોડનો આઈપીઓ શુક્રવાર, 13 ડિસેમ્બર, 2024ના રોજ ખૂલશે

Date:

spot_img

Related stories

કપૂર પરિવારની વડાપ્રધાન મોદી સાથે મુલાકાત,જેહ-તૈમૂર માટે મોકલી ખાસ...

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ ટૂંક સમયમાં...

રાહુલ દ્રવિડનું ઓસ્ટ્રેલિયન દિગ્ગજે નામ લઈ કરી મોટી ભૂલ,...

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બે મેચ...

ચીન બોર્ડર પર ATV થી પેટ્રોલિંગ કરશે ભારતીય સૈન્ય,...

ભારતીય સેનાએ LAC પર વિન્ટરની તૈયારીઓ કરી લીધી છે....

મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાન મુદ્દે હિંસા, આગચંપી-પથ્થરમારા બાદ ટીયરગેસનો...

મહારાષ્ટ્રના પરભણીમાં એક અજાણ્યા શખસે બંધારણનું અપમાન કર્યું છે,...

પતિનું દેવું ચૂકવવા પત્નીએ નવજાત બાળકને 1.5 લાખમાં વેચી...

કર્ણાટકના રામનગરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં...

ગુજરાતમાં હવે ધીરે ધીરે ઠંડીનું જોર વધ્યું : નલિયામાં...

કાશ્મીર થયેલી ભારે હિમવર્ષાના લીધે ગુજરાતમાં હવે ધીરે ધીરે...
spot_img

અમદાવાદ : ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ (ઈન્ડિયા) લિમિટેડ (“IGI” or “The Company”) શુક્રવાર, 13 ડિસેમ્બર, 2024ના રોજ તેના ઇક્વિટી શેર્સના આઈપીઓ સંદર્ભે તેની બિડ/ઓફર ખોલવા જઈ રહી છે. રૂ. 42,250 મિલિયન (રૂ. 4,225 કરોડ)ના મૂલ્યના (પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના) ઇક્વિટી શેર્સની કુલ ઓફર સાઇઝમાં રૂ. 14,750 મિલિયન (રૂ. 1,475 કરોડ) સુધીના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 27,500 મિલિયન (રૂ. 2,750 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે (“Total Offer Size”).ઇશ્યૂની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 397થી રૂ. 417 નક્કી કરવામાં આવી છે (“The Price Band”).ઇક્વિટી શેર દીઠ રૂ. 39.7થી રૂ. 41.7ના ડિસ્કાઉન્ટ સહિતનો પ્રાઇઝ બેન્ડ એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં ભાગ લઈ રહેલા લાયક ઠરેલા કર્મચારીઓને ઓફર કરવામાં આવે છે (“Employee Reservation Portion Discount”). બિડ્સ લઘુતમ 35 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 35 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે (“Bid Lot”). કંપની ઇશ્યૂમાંથી મળેલી કુલ રકમનો નીચેના હેતુઓ માટે ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છેઃ પ્રમોટર તરફથી આઈજીઆઈ નેધરલેન્ડ્સ ગ્રુપ અને આઈજીઆઈ બેલ્જિયમ ગ્રુપના હસ્તાંતરણ માટે ખરીદીની કિંમત ચૂકવવા માટે અંદાજિત રૂ. 13,000 મિલિયન (રૂ. 1,300 કરોડ) અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે (“Object of the Offer”). વેચાણ માટેની ઓફરમાં બીસીપી એશિયા II ટોપકો પીટીઈ લિમિટેડ દ્વારા રૂ. 27,500 મિલિયન (રૂ. 2,750 કરોડ) સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે (“Promoter Selling Shareholder”). મુંબઈમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, મહારાષ્ટ્રમાં 6 ડિસેમ્બર, 2024ના રોજ ફાઇલ કરાયેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઇક્વિટી શેર્સ ઓફર કરવામાં આવે છે. બ્લેકસ્ટોનના પ્રાઇવેટ ઇક્વિટી એશિયાના હેડ અમિત દિક્ષીતે જણાવ્યું હતું કે “વૃદ્ધિના આ આગામી પ્રકરણમાં આઈજીઆઈને સમર્થન આપતા અમે ગર્વ અનુભવીએ છીએ. આ કંપનીને તેની પહોંચ અને ઓફરિંગને વિસ્તારવામાં અને સર્ટિફિકેશનના વન- સ્ટોપ પ્રોવાઇડર બનવામાં મદદ કરીને આઈજીઆઈની હાજરી અને કામગીરીને મજબૂત કરવાના અમારા બિઝનેસ બિલ્ડરના Not for distribution outside India પ્રયત્નો ચાલુ હોવાનું દર્શાવે છે. જ્યારે અમે બે વર્ષ પહેલાં પ્રથમ વખત કંપનીમાં રોકાણ કર્યું હતું ત્યારે અમે જાણતા હતા કે યોગ્ય સંસાધનો અને એક્સેસ સાથે તેહમાસ્પની કારભારી હેઠળ તેની પાસે જબરદસ્ત સંભાવના છે. અમે મેનેજમેન્ટ ટીમ સાથે ભાગીદારી કરવાનું ચાલુ રાખીશું અને આઈજીઆઈમાં ભારે રોકાણ કરીશું તથા તેની બજારની અગ્રણી સ્થિતિને વધુ મજબૂત બનાવીશું.” આઈજીઆઈના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તેહમાસ્પ પ્રિન્ટરે જણાવ્યું હતું કે “આ આઈજીઆઈ માટે એક જબરદસ્ત સીમાચિહ્નરૂપ છે. શરૂઆતથી અમારું વિઝન આ વ્યવસાયને વૈશ્વિક નેતૃત્વમાં વિકસાવવાનું છે. અમે ભારતમાં પ્રથમ મૂવર્સ છીએ. અમે વિકાસની પ્રચંડ સંભાવના ધરાવતા ઉદ્યોગમાં મજબૂત કુશળતા અને નવીનતા દર્શાવી છે. અમને બ્લેકસ્ટોનનું સમર્થન પ્રાપ્ત છે અને 50 વર્ષ જૂની વૈશ્વિક કંપનીને ભારતમાં પબ્લિક કંપની બનાવવા માટે ઉત્સાહિત છીએ”. જાન્યુઆરી 2024માં તેહમાસ્પ પ્રિન્ટરને જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા ‘હોલ ઓફ ફેમ’ ઈવેન્ટમાં લૂઝ સ્ટોન્સ અને સ્ટડેડ જ્વેલરી ઉદ્યોગમાં તેમના અમૂલ્ય યોગદાનને માન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની ઘણી સિદ્ધિઓ અને પ્રશંસાઓ ઉપરાંત તેમને W.Z.C.C. દ્વારા ‘આઉટસ્ટેન્ડિંગ જરથુષ્ટિ પ્રોફેશનલ ઓફ ધ યર – 2023’ એવોર્ડ
એનાયત કરવામાં આવ્યો હતો.

બ્લેકસ્ટોનના વરિષ્ઠ મેનેજિંગ ડિરેક્ટર મુકેશ મહેતાએ જણાવ્યું હતું કે, “આઈજીઆઈ માટે આ એક નોંધપાત્ર સિદ્ધિ છે અને તે આનાથી વધુ સારા સમયે ન આવી શકી હોત. બે વર્ષથી ઓછા સમયમાં અમે લેબ ગ્રોન ડાયમંડ્સના સર્ટિફિકેશનમાં ગ્લોબલ લીડર તરીકે તથા અન્ય સેગમેન્ટ્સમાં વધુને વધુ સ્પર્ધાત્મક કંપની તરીકે આઈજીઆઈની સ્થિતિ મજબૂત કરવામાં મદદ કરી છે. અમે આઈજીઆઈમાં સૌથી મોટા શેરહોલ્ડર છીએ અને તેના વૃદ્ધિના આગામી તબક્કામાં તેની સાથે ભાગીદારી ચાલુ રાખવા માટેરોમાંચિત છીએ.” આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(2)ના અનુપાલનમાં અને સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા તથા એસસીઆરઆરના નિયમ 19(2) (બી)ના સંદર્ભે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં નેટ ઓફરના લઘુત્તમ 75 ટકા પ્રમાણસર ધોરણે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”) (the “QIB Portion”)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે અમારી કંપની સેબી બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને આઈસીડીઆર નિયમનો મુજબ ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (the “Anchor Investor Portion”)ને ફાળવી શકે છે જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી કરવામાં આવી હોય તે (“Anchor Investor Allocation Price”) અથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના શેર્સ ક્યુઆઈબી પોર્શન (“Net QIB Portion”)માં ઉમેરવામાં આવશે.

કપૂર પરિવારની વડાપ્રધાન મોદી સાથે મુલાકાત,જેહ-તૈમૂર માટે મોકલી ખાસ...

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ ટૂંક સમયમાં...

રાહુલ દ્રવિડનું ઓસ્ટ્રેલિયન દિગ્ગજે નામ લઈ કરી મોટી ભૂલ,...

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બે મેચ...

ચીન બોર્ડર પર ATV થી પેટ્રોલિંગ કરશે ભારતીય સૈન્ય,...

ભારતીય સેનાએ LAC પર વિન્ટરની તૈયારીઓ કરી લીધી છે....

મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાન મુદ્દે હિંસા, આગચંપી-પથ્થરમારા બાદ ટીયરગેસનો...

મહારાષ્ટ્રના પરભણીમાં એક અજાણ્યા શખસે બંધારણનું અપમાન કર્યું છે,...

પતિનું દેવું ચૂકવવા પત્નીએ નવજાત બાળકને 1.5 લાખમાં વેચી...

કર્ણાટકના રામનગરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં...

ગુજરાતમાં હવે ધીરે ધીરે ઠંડીનું જોર વધ્યું : નલિયામાં...

કાશ્મીર થયેલી ભારે હિમવર્ષાના લીધે ગુજરાતમાં હવે ધીરે ધીરે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here