IPLમાં વર્ષ ૨૦૨૨થી ગુજરાત સહિત ૧૦ ટીમો ભાગ લેશે : BCCI

0
40
10-team IPL from 2022! BCCI AGM approves 10 teams for IPL
10-team IPL from 2022! BCCI AGM approves 10 teams for IPL

અમદાવાદમાં ભારતીય ક્રિકેટ બોર્ડની ૮૯મી એજીએમ યોજાઈ | બોર્ડ દ્વારા તમામ ફર્સ્ટ ક્લાસ પુરુષ, મહિલા ક્રિકેટરોને કોરોના મહામારીને કારણે ડોમેસ્ટિક સિઝનને થયેલી અસરનું યોગ્ય વળતર આપવામાં આવશે

IPL 2022 New Team Ahmedabad Lions Squad | Ahmedabad Lions Players list 2022 IPL

અમદાવાદ, તા. ૨૪
અમદાવાદમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા આજે એક અતિમહત્વનો ર્નિણય લેવાયો છે. આજે યોજાયેલી બીસીસીઆઈની ૮૯મી વાર્ષિક સામાન્ય સભામાં બે મહત્વના ર્નિણય લેવામાં આવ્યા હતા. બેઠકમાં લેવાયેલા ર્નિણય પ્રમાણે, વર્ષ ૨૦૨૨થી આઈપીએલમાં ૮ની જગ્યાએ કુલ ૧૦ ટીમો રમશે. જેમાં એક ટીમ ગુજરાતની રહેશે.
આ સાથે જ એ પણ ર્નિણય લેવાયો છે કે, તમામ ફર્સ્‌ટ ક્લાસ ક્રિકેટરોને કોરોના મહામારીને કારણે ડોમેસ્ટિક સિઝનને થયેલી અસરનું યોગ્ય વળતર આપવામાં આવશે. આ વળતર પુરૂષ અને મહિલા એમ બંને વર્ગોને આપવામાં આવશે. બીસીસીઆઈએ કરેલા ર્નિણય પ્રમાણે હવેથી આઈપીએલમાં ૮ના બદલે ટીમો ભાગ લેશે. આ વર્ષે મેગા ઓક્શન પણ થવાની છે જેના કારણે ૧૦ ટીમોને ૨૦૨૨થી રમાડવામાં આવશે. જાેકે ૨૦૨૧માં તો આઈપીએલમાં યથાવત ૮ જ ટીમો રહેશે. આ એજીએમમાં બોર્ડે જાહેર કર્યું છે કે ૨૦૨૨થી આઈપીએલમાં ૮ની જગ્યાએ ૧૦ ટીમ ભાગ લેશે.
આઈપીએલની બે નવી ટીમોના માલિક કોણ હશે એ સવાલ સૌકોઈ માટે રસપ્રદ છે. રિપોર્ટ પ્રમાણે આઈપીએલની ટીમ ખરીદવાની રેસમાં અદાણી ગ્રૂપ અને સંજીવ ગોયન્કા ગ્રપ આગળ રહેશે. જે નવી ૨ ટીમનો સમાવેશ થયો છે એમાંથી એક ટીમ ગુજરાતની હશે. અગાઉ જ આઈપીએલમાં એક ટીમ અમદાવાદની હોઈ શકે છે જેને ખરીદવાની ઇચ્છા અદાણી ગ્રૂપે પહેલા જ વ્યક્ત કરી હતી. અમદાવાદમાં દુનિયાનું સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને ગુજરાતની ટીમ પોતાનું હોમગ્રાઉન્ડ બનાવશે. એટલું જ નહીં, મેગા ઓક્શનને બદલે આ વખતે પણ મિની ઓક્શન જ થશે. બીસીસીઆઈ ૨૦૨૮માં ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશ માટે તૈયાર છે. આ મામલે બોર્ડે કહ્યું હતું કે, તેઓ ૨૦૨૮માં ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશ માટે તૈયાર છે અને આ બાબતે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને પૂરેપૂરો સહયોગ કરશે. જાેકે આ પહેલાં બોર્ડ અમુક બાબતે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી પાસેથી સ્પષ્ટતા ઈચ્છે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લા બીસીસીઆઈના નવા ઉપાધ્યક્ષ બન્યા છે. મહિમ વર્માએ રાજીનામું આપતા આ પદ ખાલી પડ્યું હતું. સૂત્રો અનુસાર બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલી આઈસીસી બોર્ડમાં ડાયરેક્ટર તરીકે કામગીરી યથાવત રાખશે. તેમની ગેરહાજરીમાં સેક્રેટરી જય શાહ આ પદની જવાબદારી સંભાળશે. શાહ આઈસીસીમાં ભારતના રિપ્રેઝન્ટેટિવ પણ હશે. તે આઈસીસીની ચીફ એક્ઝિક્યુટિવ મીટિંગમાં બોર્ડનું પ્રતિનિધિત્વ કરશે.