J&K: યાસીન મલિકની ધરપકડ, હુર્રિયત ચીફ નજરબંધ

0
105
yasin-malik-arrested-and-hurryat-minister-under-house-arrest-in-jk
yasin-malik-arrested-and-hurryat-minister-under-house-arrest-in-jk

જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદીઓ પર કડલ વલણ કરાઈ રહ્યું છે. હવે આ ક્રમમાં જમ્મૂ-કાશ્મીર લિબરેશન ફ્રંટ (JKLF)ના પ્રમુખ યાસીન મલિકની ધરપકડ કર્યા બાદ હૂર્રિયત કોન્ફરન્સના મીરવાઈજ ઉમર ફારૂકને પણ નજરબંધ કરી દેવામાં આવ્યા છે. મીરવાઈઝ હુર્રિયત કોન્ફરન્સના જૂથ પ્રમુખ છે. અલગતાવાદી નેતાઓને ઘાટીમાં વિરોધ-પ્રદર્શનની આગેવાની કરવાથી રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

જમ્મૂ-કાશ્મીરમાં બુધવારથી જ રાજ્યપાલ શાસન લાગૂ કરાયું છે. મંગળવારે ભાજપે જમ્મૂ-કાશ્મીર સરકારમાંથી પોતાનું સમર્થન પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, મલિકને ગુરુવારે સવારે તેના મૈસૂમા સ્થિત ઘરથી ધરપકડ કરવામાં આવી હતી. તેને કોઠીબાગ સ્થિત પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. હુર્રિયત કોન્ફરન્સના કટ્ટરપંથી જૂથના અધ્યક્ષ સૈયદ અલી શાહ ગિલાની પણ નજરબંધ છે.સામાન્ય નાગરિકોના કથિત રીતે સુરક્ષા દળોની ગોળીબારીમાં મોત અને વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની હત્યાના વિરોધમાં અલગતાવાદીઓએ જોઈન્ટ રેજિસ્ટેંસ લીડરશિપના બેનર હેઠળ ગુરુવારે હડતાળ કરવાની જાહેરાત કરી હતી. શુજાત બુખારી અને તેમના બે પર્સનલ સુરક્ષાકર્મીઓની 14 જૂને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.પાછલા દિવસોમાં કેન્દ્રિય ગૃહ મંત્રાલયે ઈદ બાદ ઘાટીમાં સીઝફાયર વધારવાથી ઈનકાર કર્યો હતો. રમજાન દરમિયાન સીઝફાયર હોવા છતાં આંતકી ઘટનાઓમાં 265 ટકા વધારો થયો હતો. આ કારણે સીઝફાયર કરવાના મોદી સરકારના નિર્ણયની નિંદા થઈ હતી. સીઝફાયર ખતમ થયા બાદ ઉમ્મીદ કરાઈ રહી હતી કે ઘાટીમાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન ઝડપી બનશે. આ ઉપરાંત કટ્ટરપંથીઓ પર પણ કડક વલણ કરવામાં આવશે