ગુલાબ નબી આઝાદ બાદ રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે હશે વિપક્ષના નેતા

0
22
રાજ્યસભામાં 15 ફેબ્રુઆરી બાદ જમ્મુ અને કાશ્મીર ના કોઈ પ્રતિનિધિ નહીં હોય. અહીંથી હાલ 4 રાજ્યસભા સીટો છે, પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદથી ત્યાં ચૂંટણી નથી યોજાઈ. એવામાં હાલ રાજ્યસભાથી ત્યાં કોઈ સભ્ય નહીં હોય.
રાજ્યસભામાં 15 ફેબ્રુઆરી બાદ જમ્મુ અને કાશ્મીર ના કોઈ પ્રતિનિધિ નહીં હોય. અહીંથી હાલ 4 રાજ્યસભા સીટો છે, પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદથી ત્યાં ચૂંટણી નથી યોજાઈ. એવામાં હાલ રાજ્યસભાથી ત્યાં કોઈ સભ્ય નહીં હોય.

નવી દિલ્હી. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલાબ નબી આઝાદ નો કાર્યકાળ ખતમ થયા બાદ પાર્ટીના વરિષ્ઠ નેતા અને કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેને વિપક્ષના નેતા તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે. સંગઠનના મહાસચિવ વેણુગોપાલે આ વાતની જાણકારી આપતા કહ્યું કે કૉંગ્રેસે રાજ્યસભાના સભાપતિ વૈંકેયા નાયડુને આ વિશે જાણકારી આપી છે કે આઝાદનો કાર્યકાળ પૂરો થયા બાદ હવે ખડગે પાર્ટી તરફથી નોમિનેટ કરવામાં આવે છે. એટલે કે ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા હશે રાજ્યસભામાં વિપક્ષના ઉપ નેતા આનંદ શર્મા પણ ઈચ્છતા હતા કે તેમને વિપક્ષના નેતા બનાવવામાં આવે. પરંતુ હાલમાં સંગઠનને લઈ અનેક સવાલો ઊભા કરતો પત્ર સોનિયા ગાંધીને લખ્યા બાદ પાર્ટી નેતૃત્વ તેમને આ જવાબદારી આપવા માટે વધુ ઉત્સાહિત નહોતું. તેની સાથે જ મલ્લિકાર્જુન ખડગેને રાહુલ ગાંધીથી ખૂબ નજીક માનવામાં આવે છે. તેમને 2019માં લોકસભા ચૂંટણીમાં હાર્યા હોવા છતાંય પાર્ટીએ રાજ્યસભામાં તક આપી હતી. નોંધનીય છે કે, રાજ્યસભામાં 15 ફેબ્રુઆરી બાદ જમ્મુ અને કાશ્મીર ના કોઈ પ્રતિનિધિ નહીં હોય. અહીંથી હાલ 4 રાજ્યસભા સીટો છે, પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદથી ત્યાં ચૂંટણી નથી યોજાઈ. એવામાં હાલ રાજ્યસભાથી ત્યાં કોઈ સભ્ય નહીં હોય. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના બે સાંસદ નઝીર અહમદ લાવે (10 ફેબ્રુઆરી) અને મીર મોહમ્મદ ફૈયાઝ (15 ફેબ્રુઆરી)નો કાર્યકાળ પણ ખતમ થઈ જશે. ગુલાબ નબી આઝાદનો કાર્યકાળ 15 ફેબ્રુઆરી અને ભારતીય જનતા પાર્ટીના શમશેર સિંહ મન્હાસનો કાર્યકાળ 10 ફેબ્રુઆરી સુધીનો હતો.