રાજકોટ: વિજય સરઘસમાં એમ્બ્યુલન્સ ફસાઈ, કાર્યકરો જીતના જશ્નમાં ભાન ભૂલ્યા

0
27
આ દરમિયાન વોર્ડ નંબર 10 અને 13ના વિજય સરઘસ વચ્ચે એક એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ હતી.
આ દરમિયાન વોર્ડ નંબર 10 અને 13ના વિજય સરઘસ વચ્ચે એક એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ હતી.

સવારે 11.15 વાગ્યા સુધી રાજકોટમાં વોર્ડ નંબર 7, 10, 4, 13 અને એકમાં જીત મેળવી લીધી છે.

રાજકોટ: 21મી તારીખે યોજાયેલી છ મહાનગરપાલિકાના ચૂંટણીપરિણામો ધીમેધીમે સામે આવી રહ્યા છે. શરૂઆતના વલણ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એ સપાટો બોલાવ્યો છે. સુરત ખાતે આમ આદમી પાર્ટી પણ ખાતું ખોલાવે તો નવાઈ નહીં! આ દરમિયાન સવારે 11.15 વાગ્યા સુધી રાજકોટમાં વોર્ડ નંબર 7, 10, 4, 13 અને એકમાં જીત મેળવી લીધી છે. જીત સાથે જ ભાજપના વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકોએ વિજય સરઘસ કાઢ્યા હતા. આ અંગે સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો રસ્તા પર સરઘસ કાઢી રહ્યા છે. આ દરમિયાન એમ્બ્યુલન્સ સતત સાઇરન મારી રહી છે.