RBI ગુરુવારે બજારમાં રૂપિયા 8,000 કરોડ ઠાલવશે

0
19
rbi 8000 caror public news

કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્કના ગજગ્રાહ વચ્ચે સોમવારે મુંબઇમાં યોજાયેલ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના બોર્ડ ઓફ ડાયરેકટર્સની બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.

આ માટે એક ખાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગવર્નમેન્ટ સિકયોરિટી બોન્ડની ખરીદી દ્વારા રૂ.૮,૦૦૦ કરોડ સિસ્ટમમાં ઠાલવવાનો નિર્ણય કર્યો છે, જેથી કેશ કટોકટી નિવારી શકાય.

આ નિર્ણય અનુસાર તા.રર નવેમ્બરને ગુરુવારે ગવર્નમેન્ટ સિકયોરિટીઝની ખરીદી દ્વારા સિસ્ટમમાં રૂ.૮,૦૦૦ કરોડ ઠાલવવામાં આવશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે વર્તમાન કેશ કટોકટીની ‌િસ્થતિને ધ્યાનમાં લઇને તેમજ ભવિષ્યમાં ટકાઉ લિક્વિડિટીને જરૂરને જોતાં આરબીઆઇએ ઓપન માર્કેટ ઓપરેશન હેઠળ ગવર્નમેન્ટ સિકયોરિટીઝને ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તદ્નુસાર રર નવેમ્બરે રૂ.૮,૦૦૦ કરોડ ઠાલવવામાં આવશે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આ પગલાંથી આઇએલ એન્ડ એફએસ ગ્રૂપની કંપનીઓની જવાબદારી અદા કરવામાં નિષ્ફળતાના પગલે ઊભી થયેલ કેશ કટોકટીને નિવારવામાં મદદ મળશે. એટલે કે દેશમાં એનબીએફસીની કટોકટી દૂર કરી શકાશે અને દેશમાં બિઝનેસના વિકાસ માટે નવી લોન આપવાની પ્રક્રિયા શરૂ કરી શકાશે.

rbi 8000 caror public news
rbi 8000 caror public news