સીમેન્ટ-સ્ટીલના ભાવવધારાના વિરોધમાં કોન્ટ્રાક્ટર્સ એસો. સહિતના એસો. દ્વારા તા.૧૨મી ફેબ્રુ.એ રાષ્ટ્રવ્યાપી હડતાળ

0
88
સીમેન્ટ-સ્ટીલના ભાવવધારાના વિરોધમાં આજે કોન્ટ્રાકટર્સ એસો.સહિતના સંલગ્ન એસો.ની રાષ્ટ્રવ્યાપી હડતાળ
સીમેન્ટ-સ્ટીલના ભાવવધારાના વિરોધમાં આજે કોન્ટ્રાકટર્સ એસો.સહિતના સંલગ્ન એસો.ની રાષ્ટ્રવ્યાપી હડતાળ

રાજયભરના કોન્ટ્રાકટરો, બિલ્ડરો સહિતના સંલગ્ન ઉદ્યોગોમાં ઉગ્ર આક્રોશની લાગણી

ગુજરાતમાંઆશરે ૨૨હજાર થીવધુ કન્સ્ટ્રકશનસાઇટ સહિતનીસાઇટ્સ પર કામકાજ ઠપ્પ થઇ જશે : આશરે ૨૦ લાખથી વધુ મજૂરો-કામદારો, શ્રમિકોની રોજગારીને ગંભીર અસર થશે

ગુજરાતકોન્ટ્રાકટર્સએસો, બિલ્ડર્સએસોસીએશનઓફઇન્ડિયા, ક્રેડાઇગુજરાત(કન્ફેડરેશનઓફરિયલએસ્ટેટડેવલપર્સએસો. ઓફઇન્ડિયા), ક્રેડાઇઅમદાવાદગાહેડ(ગુજરાતઇન્સ્ટીટયુટઓફહાઉસીંગએન્ડએસ્ટેટડેવલપર્સ) અનેએસોસીએશનઓફકન્સલ્ટીંગસિવિલએન્જિનીયર્સ(ઇન્ડિયા)-અમદાવાદસેન્ટર, ગુજરાત(એસીસીઇ) દ્વારા કલેકટરને આવેદનપત્રઅપાશે

અમદાવા, તા.૧૧

        સીમેન્ટ, સ્ટીલ, ડિઝલ તથા બીટુમેન, એલ્યુમિનિયમ સહિતની વસ્તુઓના ભાવોમાં થઇ રહેલા અસહ્ય અને ગેરવાજબી ભાવવધારાના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના કોન્ટ્રાકટર્સ સહિતના સંલગન એસોસીએશનના સભ્યોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાવા પામી છે. ખાસ કરીને સીમેન્ટ, સ્ટીલના ઉત્પાદકો દ્વારા થઇ રહેલા કાર્ટેલાઇઝેશનના કારણે સીમેન્ટ અને સ્ટીલના ભાવોમાં ઝીંકાયેલા અસહ્ય અને બિનવ્યવહારૂ ભાવવધારાના વિરોધમાં ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશન સહિતના પાંચ મોટા એસોસીએશન દ્વારા આવતીકાલે તા.૧૨મી ફેબ્રુઆરીના રોજ એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. હડતાળમાં ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનની સાથે સાથે બિલ્ડર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા, ક્રેડાઇ ગુજરાત(કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસો. ઓફ ઇન્ડિયા), ક્રેડાઇ અમદાવાદ ગાહેડ(ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ હાઉસીંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ) અને એસોસીએશન ઓફ કન્સલ્ટીંગ સિવિલ એન્જિનીયર્સ(ઇન્ડિયા)-અમદાવાદ સેન્ટર, ગુજરાત(એસીસીઇ) અને તેના હજારો સભ્યો પણ જોડાશે. તો, આવતીકાલની જબરદસ્ત હડતાળના કારણે ગુજરાતમાં અંદાજે ૨૨ હજારથી વધુ સાઇટો પર કામકાજ ઠપ્પ થઇ જશે, જેના કારણે આશરે ૨૦ લાખથી વધુ શ્રમિકો, કામદારો અને મજૂરોની રોજગારી છીનવાશે. બીજીબાજુ, રાજય સરકાર અને કેન્દ્ર સરકારના હજારો કરોડોના પ્રોજેકટ અટવાવાની સાથે સરકારોને પણ અબજો રૂપિયાના જાહેર નાણાંનું નુકસાન સહન કરવુ પડશે એમ અત્રે ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના પ્રમુખ અરવિંદભાઇ પટેલ, બિલ્ડર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા, ગુજરાત રાજયના પ્રમુખ કિર્તીભાઇ ઠાકર અને ક્રેડાઇ, ગુજરાતના પ્રમુખ આશિષભાઇ પટેલે જણાવ્યું હતું.

સીમેન્ટ અને સ્ટીલના ભાવોમાં કૃત્રિમ રીતે અસહ્ય ભાવવધારો અને ગેરવાજબી નફાખોરી રળવાના બદઇરાદા સાથે ચાલી રહેલા સીમેન્ટસ્ટીલના ઉત્પાદકોના કાર્ટેલાઇઝેશનના વિરોધમાં રાજયભરના કોન્ટ્રાકટર્સ, બિલ્ડર્સ અને સંલગ્ન સંગઠનોના સભ્યો અને તેઓની સાથે સંકળાયેલા અસરકર્તાઓમાં ભારોભાર આક્રોશની લાગણી ફેલાઇ છે એમ કહેતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્ટીલ અને સીમેન્ટ ઉત્પાદક કંપનીઓની બિલકુલ ગેરવાજબી, ગેરકાયદે અને અનૈતિક કાર્યપધ્ધતિને ડામવા અને ભાવો નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે રેગ્યુલેટરી ઓથોરીટીની રચના કરવી જોઇએ. છેલ્લા એક વર્ષમાં સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓએ ગેરકાયદે કાર્ટેલ રચીને અસહ્ય કૃત્રિમ ભાવવધારો ઝીંકયો છે, જેની સીધી અસર બાંધકામ અને સંલગ્ન ઉદ્યોગો પર પડી છે. બીજીબાજુ, છેલ્લા એક વર્ષમાં પેટ્રોલડિઝલમાં પણ અસાધારણ ભાવવધારો ઝીંકાયો છે, જેના કારણે એલ્યુમિનિયમ, પીવીસી અને પેઇન્ટ્સ સહિતની અનેકવિધ સંલગ્ન ચીજવસ્તુઓના ભાવોમાં પણ ૨૫થી ૩૦ ટકાનો ભાવવધારો નોંધાયો છે. સીમેન્ટના ભાવોમા ૨૫ ટકા અને સ્ટીલના ભાવોમાં ૪૦થી ૪૫ ટકાનો ભાવવધારો ઝીંકાતા બાંધકામ ઉદ્યોગ અને તેને સંલગ્ન ઉદ્યોગો માટે હવે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે ત્યારે સમગ્ર મામલે કેન્દ્ર સરકારે દરમ્યાનગીરી કરવી અત્યંત જરૂરી બન્યુ છે.

        દરમ્યાન ક્રેડાઇ, અમદાવાદ ગાહેડના પ્રમુખ અજય પટેલ અને એસોસીએશન ઓફ કન્સલ્ટીંગ સિવિલ એન્જિનીયર્સ(ઇન્ડિયા)- અમદાવાદ સેન્ટર, ગુજરાતના ચેરમેન આનંદ વી.દવેએ જણાવ્યું હતું કે, સીમેન્ટ, સ્ટીલ, ડિઝલ અને બીટુમેનના ભાવોમાં અસહ્ય કૃત્રિમ વધારાના કારણે જાહેરક્ષેત્રના આંતરમાળખાકીય પ્રોજેકટો અટવાઇ પડશે અને સરકારોને પણ જાહેરનાણાંનું અબજો રૂપિયાનું નુકસાન સહન કરવુ પડશે. ગુજરાતમાં સીમેન્ટનું ઉત્પાદન થતુ હોવાછતાં અહીં ગેરકાયદે અને ગેરવાજબી રીતે બહારના રાજયો કરતાં પણ અસહ્ય ભાવવધારો ઝીંકાય છે, તો સ્ટીલમાં પણ બાંધકામ અને સંલગ્ન ઉદ્યોગો માટે મરણતોલ ફટકા સમાન ભાવવધારો ઝીંકાઇ રહ્યો છે, સંજોગોમાં ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશન સહિતના મોટા પાંચ એસોસીએશન દ્વારાઆવતીકાલે તા.૧૨મી ફેબ્રુઆરીના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે અને સમગ્ર મામલે કેન્દ્ર સરકાર અને રાજય સરકારને તાત્કાલિક દરમ્યાનગીરી કરી યોગ્ય નિર્ણય લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આવતીકાલે ગુજરાતમાં ૨૨ હજારથી વધુ સાઇટો પર કામકાજ ઠપ્પ કરી દેવાશે, જેના કારણે ૨૦ લાખથી વધુ કામદારો, શ્રમિકો અને મજૂરોની રોજગારીને અસર પહોંચશે. તો બીજીબાજુ, આવતીકાલે બપોરે ૧૨૦૦ વાગ્યે ઉપરોકત સંગઠનોના આગેવાનોના પ્રતિનિધિમંડળ દ્વારા અમદાવાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ સુપ્રત કરવામાં આવશે. જો સીમેન્ટ અને સ્ટીલના ગેરકાયદે અને બેફામ લૂંટ ચલાવતા કાર્ટેલાઇઝેશનને નાથવા માટે કેન્દ્ર સરકાર કે રાજય સરકાર દ્વારા તાકીદે કોઇ પગલાં નહી લેવામાં આવે તો, આગામી દિવસોમાં સમગ્ર આંદોલનને જલદ સ્વરૂપ પણ આપવામાં આવશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

        બોક્ષ : રાજયના મોટા પાંચ એસોસીએશનની મુખ્ય માંગણીઓ

() સીમેન્ટ અને સ્ટીલના ભાવોને કાયમી ધોરણે નિયંત્રણમાં રાખવા અને પ્રકારના ગેરકાયદે કાર્ટેલાઇઝેશનને નાથવા માટે તાત્કાલિક ધોરણે એક વિશેષ રેગ્યુલેટરી ઓથોરીટીની રચના કરો

() સ્ટીલ અને સીમેન્ટની કિંમતોમાં છાશવારે ઝીંકાતા ગેરકાયદે અને અસહ્ય ભાવવધારા મુદ્દે સમગ્ર તપાસ માટે સરકાર દ્વારા ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરો

() કેન્દ્ર સરકાર દ્વારા કોન્ટ્રાકટરો માટે પરફોર્મન્સ બેંક ગેરંટી ૫થી ૧૦ ટકાથી ઘટાડીને ત્રણ ટકા કરવામાં આવે

() પેટ્રોલડિઝલના ભાવોમાં પણ સતત થઇ રહેલા ભાવવધારાને કોઇ માળખાકીય વ્યવસ્થા દ્વારા અંકુશ લગાવવામાં આવે

() માત્ર નફાખારો રળવાના બદઇરાદા સાથે કાર્ટેલાઇઝેશનનું ષડયંત્ર રચનારી સ્ટીલ અને સીમેન્ટ ઉત્પાદક કંપનીઓ વિરૂધ્ધ સરકાર દ્વારા આકરીમાં આકરી કાર્યવાહી કરવામાં આવે