તામિલનાડુ: કોરોના વિરુદ્ધ DMK સરકાર એક્શનમાં આવી, 14 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત

0
23
Total Lockdown In Tamil Nadu For 2 Weeks From Monday Amid Covid Crisis
Total Lockdown In Tamil Nadu For 2 Weeks From Monday Amid Covid Crisis

 રાજ્યમાં 10 મેથી 24મી મે સુધી સંપૂર્ણ લૉકડાઉન લગાવવાનો ડીએમ કે સરકારનો નિર્ણય. રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો.

ચેન્નાઈ: તામિલનાડુની ડીએમકેની નવી સરકાર કોરોના વાયરસ મામલે એક્શનમાં આવી ગઈ છે. શનિવારે રાજ્ય સરકારે 14 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે. મહત્ત્વપૂર્ણ છે કે તામિલનાડુમાં એક દિવસ પહેલા જ સંક્રમણના રેકોર્ડ કેસ સામે આવ્યા હતા. આ ઉપરાંત પાડોશી રાજ્યો કેરળ અને કર્ણાટકમાં પણ સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.ગત શુક્રવારે ડીએમકેના પ્રમુખ એમ કે સ્ટાલિને મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. સત્તામાં આવતાની સાથે જ સરકારે કોરોનાને અટકાવવા માટે વિવિધ પ્રતિબંધો મૂકવાની શરૂઆત કરી દીધી છે. રાજ્યમાં 10મી મેથી 24મી મે સુધી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં કોરોના સંક્રમિત કેસને ધ્યાનમાં રાખીને સરકારે આવું પગલું ભર્યું છે.કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યદિયુરપ્પાએ કોવિડ-19ના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને 24મી મે સુધી લૉકડાઉનની જાહેરાત કરી છે. આ જાહેરાત શુક્રવારે કરવામાં આવી છે. રાજ્યમાં 27મી એપ્રિલથી કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે, જે 12મી મેના રોજ ખતમ થવાનો હતો. હવે 10 મે થી 24મી મે સુધી રાજ્યમાં લૉકડાઉન રહેશે. આ દરમિયાન ખાદ્ય પદાર્શો, દવા, દૂધ, ફળ જેવી આવશ્યક સેવાઓ સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધી મળી રહેશે.છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 4 લાખ 1 હજાર 78 કેસ નોંધાયા છે. આ દરમિયાન 4 હજાર 187 દર્દીનાં મોત થયા છે. કેન્દ્રાય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 3 લાખ 18 હજાર 609 દર્દી સાજા થયા છે. નવા આંકડાને જોડતા દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસ 2 કરોડ 18 લાખ 92 હજાર 676 થયા છે. મોતનો આંકડો 2.38 લાખને પાર થઈ ગયો છે.