Friday, May 17, 2024
HomeGujaratAhmedabadઅજાણ્યા યુવકને દીકરા સમાન ગણવો મહિલાને પડ્યું ભારે, લાખોનાં દાગીના અને રોકડ...

અજાણ્યા યુવકને દીકરા સમાન ગણવો મહિલાને પડ્યું ભારે, લાખોનાં દાગીના અને રોકડ થયા છૂમંતર

Date:

spot_img

Related stories

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...
spot_img

અમદાવાદ: શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક મહિલાને અજાણ્યા યુવક પર દીકરા સમાન વિશ્વાસ મૂકવો ભારે પડ્યો છે. દીકરા સમાન આ યુવકએ મહિલાનાં ઘરમાંથી રોકડ અને દાગીના સહિત કુલ પોણા પાંચ લાખ જેટલી રકમનો ચૂનો ચોપડયો છે. જોકે, પરત આપી દેવાના અનેક વાયદા બાદ પરત ના કરતા અંતે મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.એસ.જી. હાઇ વે પર રહેતી મહિલા સેટેલાઇટ ખાતે હેર કટિંગ શીખવા માટે જતી હતી. જ્યાં તેને બોપલના પાર્થ પારેખ નામના યુવકનો પરિચય થયો હતો. હેર કટીંગનો કોર્સ પૂર્ણ થયા બાદ એક વર્ષ પછી પાર્થ પારેખનો આ મહિલા પર ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, તેની માતાને પથરીનું ઓપરેશન કરાવવાનું હોવાથી રૂપિયાની જરૂર છે.  મહિલાએ મદદ કરવાની હા કહેતા પાર્થ તેના ઘરે આવીને રૂપિયા ૫ હજાર લઈ ગયો હતો. બાદમાં પાર્થ અવાર નવાર આ મહિલાના ઘરે આવતો જતો હતો. મહિલા તેને દીકરાની જેમ રાખતી હતી.  બાદમાં મહિલા રક્ષાબંધનમાં તેના પિયર ગઈ હતી. જ્યાં તેના ભાઈએ તેણે રૂપિયા ૨૫ હજાર આપ્યા હતા. જે તેણે કબાટમાં મૂક્યા હતાં.  બીજે દિવસે પાર્થ તેના ઘરે આવ્યો હતો અને મહિલા હેર સ્પા કર્યા બાદ ન્હાવા માટે ગઈ ત્યારે પાર્થ ઘરમાં હાજર હતો. પાર્થ સિવાય બીજું કોઈ ઘરે આવ્યું ના હોવાથી મહિલાને આ પૈસા પાર્થ જ લઈ ગયો હોવાની શંકા હતી.આ બાબતે તેણે પાર્થને વાત કરી તો પાર્થે પૈસા લીધા ના હોવાનું જણાવી વિશ્વાસમાં લીધા હતા. બાદમાં બીજા ૫ હજાર રૂપિયા ગાયબ થયા હતા. જેથી મહિલાએ કબાટમાં મૂકેલા દાગીના અને મોબાઇલ તપાસ કરતા મળી આવ્યા ના હતા. જેથી મહિલાએ પાર્થને આ તમામ વસ્તુઓ અને રોકડ રકમ પરત કરવા માટે કહેતા પાર્થ ગોળ ગોળ જવાબ આપતો હતો. જોકે મહિલાએ આ અંગે સોલા પોલીસમાં અરજી પણ કરી હતી. બાદમાં પાર્થના પિતાએ ફોન કરીને દાગીના તેમજ રોકડ પરત કરી આપવાની ખાતરી આપી હતી. જોકે, અનેક વાયદા બાદ પરત ના કરતા મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here