અફઘાનિસ્તાનના બે સ્ટાર ક્રિકેટરો રાશિદ ખાન અને મોહમ્મદ નબીએ દેશમાં મહિલાઓ અંગેના એક મોટા નિર્ણયની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. બંને સ્ટાર ક્રિકેટરો દેશમાં મહિલાઓની મેડિકલ ટ્રેનિંગ પર પ્રતિબંધ લગાવવાના તાલિબાનના નિર્ણયની વિરુદ્ધ છે. તેઓએ તાલિબાનને આ નિર્ણય પર ફરીથી વિચાર કરવા કહ્યું છે. તાલિબાન મંત્રી હિબતુલ્લાહ અખુન્દઝાદાએ 2 ડિસેમ્બરના રોજ અફઘાનિસ્તાનમાં મહિલાઓની મેડિકલ ટ્રેનિંગ પર પ્રતિબંધની જાહેરાત કરતું એક ફરમાન જાહેર કર્યું હતું. તાલિબાનના એ નિર્ણય પર રાશિદ ખાન અને મોહમ્મદ નબી બંનેએ 4 ડિસેમ્બરના રોજ પ્રતિક્રિયા આપી છે. દેશના બંને જાણીતા ક્રિકેટરોએ આ નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો છે. રાશિદ ખાને કહ્યું કે, ઇસ્લામમાં શિક્ષણ એક મજબૂત આધારસ્તંભ છે. તે મેઈન પિલર છે અને દરેકનો અધિકાર પણ છે. તેનાથી ન તો પુરુષોને વંચિત રાખી શકાય કે ન તો સ્ત્રીને વંચિત રાખી શકાય.
🤲🏻🤲🏻🇦🇫🇦🇫 pic.twitter.com/rYtNtNaw14
— Rashid Khan (@rashidkhan_19) December 4, 2024