મહારાષ્ટ્રના પરભણીમાં એક અજાણ્યા શખસે બંધારણનું અપમાન કર્યું છે, જેના કારણે અનેક ઠેકાણે હિંસાઓ ભડકી ઉઠી છે. ટોળાએ પોલીસ પર પથ્થમારો કર્યો છે, તો અનેક સ્થળે આગચંપી કરવામાં આવી છે. દેખાવો કરી રહેલા લોકો બંધારણનું અપમાન કરનારને ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા છે.
Parbhani, Maharashtra: The situation has worsened in Parbhani, rioters can be seen fleeing upon hearing the sound of a police patrol van. The rioters are armed with sticks and rods, damage to several vehicles, vandalism in shops, and stone pelting on residential buildings pic.twitter.com/cgWNOvTj0C
— IANS (@ians_india) December 11, 2024
પોલીસ સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે અને પથ્થમારો કરી રહેલા લોકો પર ટીયરગેસના સેલ છોડ્યા છે. હાલ પરિસ્થિતિ વધુ તંગ બનાવના કારણે અનેક સ્થળે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. આ ઉપરાંત હિંગોલીમાં પણ દેખાવો શરૂ થયા છે, જેના પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.ઘટના વચ્ચે બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકર (Prakash Ambedkar)એ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘પરભણીમાં જાતિવાદી મરાઠા ઉપદ્રવીઓએ બાબાસાહેબની પ્રતિમા પર ભારતીય બંધારણની મજાક ઉડાવી છે, જે અત્યંત નિદનિંય અને શરમજનક છે. આવું પહેલી બન્યું નથી, આ પહેલા પણ બાબાસાહેબની પ્રતિમા અથવા દલિતોની ઓળખસમાન પ્રતિક પર આવી તોડફોડ કરવામાં આવી છે.તેમણે કહ્યું કે, ‘પરભણી જિલ્લામાં ઘટના જાણ થતા જ VBAના કાર્યકર્તા પહેલા પહોંચી ગયા છે. અહીં અમારા કાર્યકર્તાઓના વિરોધ પ્રદર્શના કારણે પોલીસે FIR નોંધી છે અને ઉપદ્રવીઓમાંથી એકની ધરપકડ કરી છે. હું તમામને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરું છું. જો આગામી 24 કલાકની અંદર ઉપદ્રવીઓની ધરપકડ કરવામાં નહીં આવે, તો ગંભીર પરિણમો ભોગવવા પડશે.’
Maharashtra: Violence Breaks Out In Parbhani After Man Tears #Constitution In Front Of #Ambedkar Statue#Maharashtra #Violence #stonepelting #clash #Fire #Police #Parbhani #Lawandorder pic.twitter.com/2X7JxcnH4K
— mishikasingh (@mishika_singh) December 11, 2024
પરભણીમાં હિંસા કેમ ભડકી ?
મળતી માહિતી મુજબ કોઈ અજાણ્યા શખસે મંગળવારે પરભણી રેલેવ સ્ટેશન બહાર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાખેલી બંધારણની પ્રતિકૃતિને નુકસાન કર્યું હતું. ત્યારબાદ આગચંપી અને પથ્થરમારાની ઘટના શરૂ થઈ છે. બંધારણનું અપમાન કરાતા અનેક સંગઠનોમાં રોષ ફેલાયો છે અને તેમણે અનેક શહેરોમાં બંધની અપીલ કરી હતી. જોકે બંધ દરમિયાન અચાનક લોકો ભડકી ગયા અને અનેક સ્થળે આગચંપી કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ સ્થિતિ બેકાબુ થતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા.
This is today's condition of Parbhani, Take necessary action @Dev_Fadnavis @mieknathshinde @Parbhani_Police pic.twitter.com/RxyWE5jONX
— Dr. Parikshit Kadam🍥 (@paryakadam) December 11, 2024