Friday, March 20, 2026
Home Blog

વારી એનર્જીસ રાજસ્થાન રોયલ્સની મુખ્ય પ્રિન્સિપલ પાર્ટનર બની

ભારતની રિન્યૂએબલ એનર્જીની વૃદ્ધિને તેની પ્રીમિયર સ્પોર્ટિંગ પ્રોપર્ટી સાથે જોડતા એક પગલામાં અગ્રણી ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન કંપની વારી એનર્જીસ લિમિટેડ (BSE કોડ: 544277; NSE: WAAREEENER) આગામી સિઝન માટે રાજસ્થાન રોયલ્સ સાથે મુખ્ય પ્રિન્સિપલ પાર્ટનર તરીકે જોડાઈ છે. આ ભાગીદારી હેઠળ, વારી એનર્જીસનો લોગો સિઝન દરમિયાન રાજસ્થાન રોયલ્સની સત્તાવાર મેચડે જર્સી અને ટ્રેનિંગ કિટ્સના આગળના ભાગ પર સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે.

રાજસ્થાન રોયલ્સ અને વારી એનર્જીસ વચ્ચેની આ ભાગીદારી બે એવી બ્રાન્ડ્સને એકસાથે લાવે છે, જે નવીનતા અને ટકાઉપણાની પ્રતિબદ્ધતા સાથે જોડાયેલી છે અને રમત દ્વારા સકારાત્મક પરિવર્તન માટે પ્રેરણા આપવાનું સંયુક્ત વિઝન ધરાવે છે.

1990માં સ્થાપિત, વારી એનર્જીસ ભારતને સ્વચ્છ અને ટકાઉ ઊર્જા તરફ દોરી જવામાં અગ્રેસર રહી છે. દેશની અંદર તેમજ 25થી વધુ આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત હાજરી સાથે, કંપની વ્યવસાયો અને સમુદાયોને વિશાળ પાયે રિન્યૂએબલ એનર્જી સોલ્યુશન્સ અપનાવવા સક્ષમ બનાવતી રહી છે.

વારીના સીએમડી હિતેશ દોશીએ જણાવ્યું હતું કે , “ભારતમાં ક્રિકેટ માત્ર એક રમત નથી, તે એક શક્તિશાળી સાંસ્કૃતિક શક્તિ છે, જે લાખો લોકોને જોડે છે અને પ્રભાવિત કરે છે. રાજસ્થાન રોયલ્સ સાથેની અમારી ભાગીદારી અમને ઉદ્યોગ ક્ષેત્રમાંથી સ્વચ્છ ઊર્જાનો સંદેશ દેશભરના લોકોના હૃદય સુધી પહોંચાડવાની તક આપે છે. વારીમાં અમને વિશ્વાસ છે કે ઊર્જા પરિવર્તન સર્વસમાવેશક, પ્રેરણાદાયક અને દરેક ભારતીય માટે દૃશ્યમાન હોવું જોઈએ. આ સહયોગ અમારા માટે ગૌરવપૂર્ણ માઈલસ્ટોન છે. જેમ ભારત સ્વચ્છ ઊર્જામાં વૈશ્વિક નેતૃત્વ તરફ આગળ વધી રહ્યો છે, તેમ આ અભિયાન વ્યવસાયો સુધી મર્યાદિત ન રહી લોકોનું અભિયાન બને તે જરૂરી છે. રાજસ્થાન રોયલ્સ, તેમની મજબૂત વૈશ્વિક ફોલોઇંગ અને સમુદાય કેન્દ્રિત દૃષ્ટિકોણ સાથે, આ વિઝનને વિસ્તૃત કરવા માટે આદર્શ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. સાથે મળીને, અમે માત્ર એક ટીમને સમર્થન આપી રહ્યા નથી, પરંતુ ભારતને વધુ હરિયાળા અને ટકાઉ ભવિષ્ય તરફ ઝડપથી આગળ ધપાવવાના મોટા હેતુને આગળ વધારી રહ્યા છીએ”.

રાજસ્થાન રોયલ્સના સીઓઓ આલોક ચિત્રેએ ઉમેર્યું હતું કે , “અમારા મુખ્ય પ્રિન્સિપલ પાર્ટનર તરીકે વારી એનર્જીસનું રોયલ્સ પરિવારમાં સ્વાગત કરતાં અમને આનંદ થાય છે. આ ભાગીદારી ક્રિકેટ દ્વારા સમાજમાં પરિવર્તન અને નવીનતા દ્વારા ક્રિકેટમાં પરિવર્તન લાવવાના અમારા સિદ્ધાંતનું મજબૂત પ્રતિબિંબ પાડે છે. વૈશ્વિક ઊર્જા પરિવર્તનને આગળ ધપાવવામાં વારીનું નેતૃત્વ, અમારા ભવિષ્ય તરફના અને હેતુપ્રેરિત ફ્રેન્ચાઇઝ બનાવવા માટેની પ્રતિબદ્ધતા સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે. સાથે મળીને, અમે રમત, નવીનતા અને હેતુપ્રેરિત ભાગીદારી વચ્ચેના સંકલન માટે નવા માપદંડો સ્થાપિત કરવાનો હેતુ રાખીએ છીએ, તેમજ સમુદાયો પર અર્થપૂર્ણ અસર પેદા કરીએ છીએ. આ સહયોગ દ્વારા, અમે રોયલ્સના વૈશ્વિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને દૃશ્યતા વધારવા, ચાહકો સાથે જોડાવા અને મેદાનની બહાર સુધી વિસ્તરતો વારસો રચવાની આશા રાખીએ છીએ”.

આ ભાગીદારી વારીની સોલાર મોડ્યુલ્સ અને ટકાઉ ઊર્જા ક્ષેત્રમાં તેની વૈશ્વિક નિપુણતાને વાસ્તવિક સ્તરે અસરકારક બનાવવાના પ્રયત્નોને તેજ કરે છે અને “ક્રિકેટ દ્વારા સમાજમાં પરિવર્તન અને નવીનતા દ્વારા ક્રિકેટમાં પરિવર્તન” લાવવાના રાજસ્થાન રોયલ્સના મિશનના કેન્દ્રસ્થાને રાખે છે.

અમેરિકા સ્થિત સ્ટુડન્ટ એજ્યુકેશન ડાયગ્નોસ્ટિક્સ (એસઇડી) દ્વારા ભારતમાં નેચરલ ઇન્ટેલિજન્સ અને ન્યુરોસાયન્સ આધારિત લર્નિંગ ડાયગ્નોસ્ટિક્સ પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત

અમેરિકામાં સ્થિત સ્ટુડન્ટ એજ્યુકેશન ડાયગ્નોસ્ટિક્સ (એસઇડી) એ ભારતમાં તેના નેચરલ ઇન્ટેલિજન્સ અને ન્યુરોસાયન્સ આધારિત લર્નિંગ ડાયગ્નોસ્ટિક્સ પ્લેટફોર્મના લોન્ચની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ કેવી રીતે શીખે છે તેનો વિશ્લેષણ કરવા, તેમની શૈક્ષણિક ક્ષમતાઓ અને ખામીઓની ઓળખ કરવા તથા વ્યક્તિગત વિકાસ માટે અનુકૂળ માર્ગ તૈયાર કરવા માટે વિકસાવવામાં આવ્યું છે.

એક એડવાન્સ્ડ અસેસમેન્ટ અને લર્નિંગ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ તરીકે વિકસાવાયેલ એસઇડી દરેક વિદ્યાર્થી માહિતી કેવી રીતે પ્રોસેસ કરે છે અને તેને કેવી રીતે લાગુ કરે છે તે સમજવામાં મદદ કરે છે. બ્રેન આધારિત અસેસમેન્ટ્સ દ્વારા આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓની લર્નિંગ સ્ટાઇલ, તેમની શક્તિઓ અને સુધારાની જરૂરિયાત ધરાવતા ક્ષેત્રોની ઓળખ કરે છે. તે કોગ્નિટિવ પેટર્ન્સ અને શૈક્ષણિક પ્રદર્શનને મૅપ કરીને વ્યક્તિગત એકેડેમિક રોડમૅપ તૈયાર કરે છે, જેના દ્વારા શિક્ષકો અને માતા-પિતાને શરૂઆતના તબક્કામાં જ લર્નિંગ ગેપ્સ દૂર કરવામાં અને હાલની ક્ષમતાઓને મજબૂત બનાવવામાં મદદ મળે છે.

આ અંગે વાત કરતાં, સ્ટુડન્ટ એજ્યુકેશન ડાયગ્નોસ્ટિક્સના સ્થાપક શ્રી શ્રીનેશ વી.એ જણાવ્યું હતું કે, “ઘણા વખત કક્ષામાં ઓછું પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને ખોટી રીતે સમજવામાં આવે છે. પરંપરાગત મૂલ્યાંકન માત્ર પરિણામોને માપે છે, પરંતુ વિદ્યાર્થી કેવી રીતે શીખે છે તે સમજાવતું નથી. એસઇડી દ્વારા અમારો ઉદ્દેશ ન્યુરોસાયન્સ આધારિત ડાયગ્નોસ્ટિક અભિગમ લાવવાનો છે, જે સ્કૂલો અને પરિવારોને વિદ્યાર્થીઓના શીખવાના પેટર્ન સમજવામાં, શરૂઆતમાં જ ગેપ્સ ઓળખવામાં અને તેમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવા મદદ કરે.”

આ લોન્ચની જાહેરાત એસઇડી લર્નિંગ ઇન્ટેલિજન્સ સમિટ દરમિયાન કરવામાં આવી હતી, જેમાં શિક્ષણવિદો અને શૈક્ષણિક નિષ્ણાતોએ ભાગ લીધો હતો. સમિટમાં જોસેફ સલાઝાર, જેક્લિન એમ. ક્લેમ્કે, ડૉ. સેદીઘે ઝમાની રૂડસારી અને એરિક સાંબાલુક જેવા નિષ્ણાતો હાજર રહ્યા હતા.

આ પ્લેટફોર્મ ન્યુરોસાયન્સ આધારિત એકેડેમિક ડાયગ્નોસ્ટિક્સ સાથે સ્ટ્રક્ચર્ડ સ્ટુડન્ટ ટ્રેકિંગ ટૂલ્સને પણ એકીકૃત કરે છે. તેમાં લર્નિંગ ગેપ્સની શરૂઆતમાં ઓળખ, એસએટી અને એસીટી આધારિત ફ્રેમવર્ક, યુએસ આધારિત સર્ટિફિકેશન પાથવે અને 360-ડિગ્રી પ્રોગ્રેસ ટ્રેકિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે.

સ્ટુડન્ટ એજ્યુકેશન ડાયગ્નોસ્ટિક્સની સીઈઓ આશ્લી સાંબાલુકએ જણાવ્યું હતું કે, “ભારતમાં વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થી વર્ગોમાંથી એક છે, પરંતુ અહીંની મોટાભાગની સિસ્ટમો હજુ પણ માત્ર પ્રદર્શન માપે છે. એસઇડીનું ભારતમાં આગમન આ વિચારધારાને બદલવાનું એક મહત્વપૂર્ણ પગલું છે, જે વિદ્યાર્થીઓની ક્ષમતાઓ અને ખામીઓને શરૂઆતમાં જ સમજવામાં અને તેમને વૈશ્વિક ધોરણો સાથે આગળ વધારવામાં મદદ કરશે.”

શ્રી ચૈતન્ય એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સની ડિરેક્ટર સુશ્રી સીમા બોપ્પનાએ આ પહેલમાં રસ દર્શાવતા જણાવ્યું કે ન્યુરોસાયન્સ આધારિત અભિગમ શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકે છે.

દક્ષિણ ભારતમાં શ્રીલંકાના ઉપ ઉચ્ચાયુક્ત ડૉ. ગણેશનાથન ગીથીશ્વરણે આ પહેલની પ્રશંસા કરતા તેને શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તનકારી પગલું ગણાવ્યું.

આ અવસર પર એસઇડીએ ભારતમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવાની પોતાની યોજના પણ જાહેર કરી. આ સહકારમાં હરિયાણા પ્રોગ્રેસિવ સ્કૂલ્સ કોન્ફરન્સના રાજ્ય અધ્યક્ષ શ્રી સુરેશ ચંદર, અમેરિકન એડ્યુગ્લોબલ સ્કૂલના સ્થાપક શ્રી પી. કે. સાંબલ અને પંજાબના ફેડરેશન ઓફ પ્રાઈવેટ સ્કૂલ્સના અધ્યક્ષ ડૉ. જગજીત સિંહ ધુરીનો સમાવેશ થાય છે.

મૂલાધાર ચક્ર પૃથ્વી તત્વથી બનેલું, અને લાલ‌ રંગ ધરાવતું માનવીય ઉદગમનું મૂળ ચક્ર છે.

ચૈત્રી નવરાત્રીનાં બીજા દિવસે મા બ્રહ્મચારિણીને નમન કરીએ, અને આપણાં વૈશ્વિક શાંતિનાં શુદ્ધ સંકલ્પને સ્વીકારે એવી પ્રાર્થના કરીએ. બ્રહ્મચારિણી એટલે બ્રહ્મ જેવું આચરણ કરવા વાળી વ્યક્તિ એવો‌ પણ‌ એક અર્થ કરીને આપણે જીવ સહજ ભાવનાથી જરાક ઉપર ઉઠીને બ્રહ્મ જેવું સહજ સરળ આચરણ કરીએ. કુંડલીની જાગરણની શાસ્ત્રીય રીતે સાત્વિક તાત્વિક જાણકારી અને એનો આપણે અમલમાં મૂકી શકાય એવો સરળ અર્થ કરીને આ ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાનનો આરંભ કર્યો છે. ભગવત ગીતામાં ભગવાન યોગ યોગેશ્વર કૃષ્ણએ પણ કહ્યું છે કે નિત્ય સંન્યાસી એ છે, જે પોતાને દરેક પરિસ્થિતિમાં સમ રાખી શકે! અને સમ રહી માનવ સહજ ઉદારતા, શૂરવીરતા, માનવતાવાદી, તેમજ સહિષ્ણુતાના ગુણોને ખીલવી જીવનને નિર્મળ અને પવિત્ર બનાવી શકે. આપણામાં આ ચારે ચાર ગુણ આજે પણ છે પરંતુ આપણી એને જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. ઉદાર આપણે અન્ય માટે બનવાનું હતું, એની બદલે ખુદ માટે બની ગયાં. એટલે કે આપણી ભૂલોને ઉદારતાથી આપણે માફ કરી એ તરફ દુર્લક્ષ સેવ્યું! શૂરવીરતા એટલે કે દિન દરિદ્ર અથવા તો જેની સહાય કરવાની હતી, એ પરિવાર, સમાજ, કે દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના કેળવવાની હતી, પણ આપણે આપણી જરૂરિયાતનો જંગ ખેલતાં રહ્યાં! અને એટલે જ સતત હું અને મારું એમાં માનવતા પણ વિસરાઈ ગઈ. પોતાની જાત પર સંયમ રાખી સહિષ્ણુતા બતાવવાની હતી, પણ આપણે તો આપણા ધર્મ પર પ્રહારો થયાં છતાં સહિષ્ણુ બની તમાશો જોતા રહ્યાં! ખેર જે થવાનું હતું તે થઇ ગયું! પણ હજી પસ્તાવો થતો હોય અને યુગ નિર્માણ કે વૈશ્વિક શાંતિ કે પછી તૂટતી જતી પરિવાર વ્યવસ્થા બચાવવા માટે આપણાથી કંઈક થાય એવું જો ખરેખર ઈચ્છતા હોઈએ તો આ નવરાત્રિ એ ખુદ માટે કોઈ સિદ્ધીનો મનોરથ ત્યજીને મા જગદંબાને ચરણે જવું પડશે.

કુંડલીની જાગરણ એ યોગ અને તંત્ર વિદ્યાથી સિદ્ધ થતો ભારતીય અધ્યાત્મનો એક બહુ અભીભૂત કરનારો પ્રયોગ છે, પરંતુ એ જટિલ અધ્યાત્મ છે. એટલે કે સીધા સાદા દરેક સંસારી માનવીથી થાય એમ નથી. એની માટે અષ્ટાંગ યોગનાં દરેક અંગોનો અભ્યાસ જરૂરી છે. પરંતુ કુંડલિની જાગરણની શરુઆત પણ પ્રાણાયામથી જ બતાવી છે, અને પ્રાણાયામમાં પણ અનલોમ વિલોમની જે સૌથી સરળ પ્રક્રિયા છે, એમાં પ્રેરક કુંભક અને રેચકનાં જે ત્રણ આયામ બતાવ્યાં છે, એમાં કુંભક એટલે કે શ્વાસને અંદર ટકાવી રાખવાની જે ક્રિયા છે, એ જેટલી લાંબી ચાલે તેમ તમે પ્રાણ ઊર્જાને સ્થિર કરી ઉપરની તરફ લઈ જઈ શકવામાં સફળ થવાય, આ એક સીધુ સાદુ અને દરેક જણ સમજી શકે એવું નિવેદન છે. આયામનો સીધોસાદો અર્થ કરીએ તો વિસ્તાર થાય, એટલે પ્રાણને આ ત્રણ મહત્વનાં મોડ પર લાવી એને ઉર્ધ્વ ગમન કરાવવાં ખેંચવાનો પછી રોકવાનો અને પછી ધીરેધીરે છોડવાનો! આ આખી પ્રક્રિયાને અનુલોમ વિલોમ કહેવામાં આવે છે, અને મૂલાધાર ચક્ર એટલે પહેલાં ચક્રથી આ પ્રાણ ઉર્જા કે પ્રાણ શક્તિને એક એક ચક્રમાંથી પસાર કરી છેક ઉપરનાં એટલે બ્રહ્મરંધ્ર સુધી લાવી સહસ્ત્રાર ચક્ર પર સ્થિર કરવી કે પછી અસ્તિત્વમાં રહેલ પરમ શક્તિ સાથે જોડી દેવી આ આખી જે સફર છે તેને અધ્યાત્મમાં કુંડલિની જાગરણ કહે છે. કુંડલીની જાગરણની આખી યોગ પ્રક્રિયામાં સાત ચક્રો આવેલા છે, એમાંના પહેલા ચક્ર વિશેની પ્રાથમિકતા શું છે તે જોઈએ.

પરંતુ ચક્ર વિશે વાત કરીએ એ પહેલા મનુષ્ય શરીરમાં ઓછામાં ઓછી 72000 નાડી હોય છે, અને એમાં ત્રણ નાડી એવી છે, કે જે આ કુંડલીની જાગરણ માટે મહત્વની છે, અને ઈડા પિંગળા અને સુષુમ્ણા એ આ ત્રણ નાડી ના નામ છે. ઈડાને ચંદ્ર નાડી પિંગળાને સૂર્યનાડી અથવા બ્રહ્મનાડી કહેવામાં આવે છે. ચંદ્ર નાડી ઠંડી ઉર્જા એટલે કે નેગેટિવ ઉર્જા આપે છે, સૂર્યનાડી ઉષ્ણ એટલે કે પોઝિટિવ ઉર્જા આપે છે, અને જેમ ગંગા યમુના બે નદીના મિલન એટલે કે પ્રયાગે ત્રીજી નદી સરસ્વતી ઉદ્ભવે છે, એમ આ બંનેના અમુક અમુક ગુણ ભેગા થઈને ત્રીજી નાડી સુષુમ્ણા કે જે કરોડરજ્જુના 33 મણકામાંથી પસાર થઈને મસ્તિષ્ક એટલે કે બ્રહ્મ રંધ્ર સુધી જાય છે. પરંતુ સુષુમ્ણા એ તેના નામ પ્રમાણે સુષુપ્ત હોય છે, અને મુલાધાર પાસે સર્પ જેમ કુંડલી મારીને બેઠો હોય એમ આ નાડીમાં આ શક્તિ કુંડલી મારીને બેઠી હોય છે, અને એને યોગ પ્રકિયાથી જગાડવાની હોય છે, અને એટલે અહીં જાગરણ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે.

* મૂલાધાર ચક્ર.* મૂલાધારનો સાવ સીધાસાદો અર્થ કરીએ તો દેહ રુપી વૃક્ષને જે પૃથ્વીએ ધારણ કર્યો છે, એ મૂળ આધારને દ્રઢતાથી પકડી રાખવો. માનવ શરીરમાં ગુદા દ્વાર આસપાસ એટલે કે મૂલાધાર ચક્ર પેરીનિયમ પર સ્થિત છે, મલ દ્વાર અને જનન અંગો વચ્ચેની જગ્યા. આ શરીરનું સૌથી મૂળ ચક્ર છે. તેનો રંગ લાલ છે, અને ચાર પાંખડી વાળા કમળનું ચિન્હ બતાવાયું છે. આ ચક્રનો બીજ મંત્ર ‘લં’ છે અને પૃથ્વી તત્વથી બનેલું છે, તદ ઉપરાંત આ ચક્રનાં દેવતા ગણેશ છે. કુંડલિની જાગરણ કરવું હોય એ સાધક એ આ ચક્રનું ધ્યાન ધરીને આ આધ્યાત્મિક સફરની શરૂઆત કરવી જોઈએ. મૂલાધાર ચક્ર પૃથ્વી તત્વ અને વિવિધ ગંધ અંગેની ચેતના દ્વારા સૌથી વધારે શક્તિ પ્રાપ્ત કરે છે. તે કરોડરજ્જુ, મૂત્રાશય, કિડની, પગ અને પગના તળિયા ઉપરાંત સમગ્ર પ્રજનન તંત્રને નિયંત્રિત કરવાનું કામ કરે છે. મૂલાધાર ચક્ર વ્યક્તિને સમજદાર બનાવે છે, અને તેનાં શારીરિક કદને જાળવી રાખે છે. પૃથ્વી તત્વનું બનેલું હોવાથી તે આપણને આધાર આપે છે, અને આપણને ધારણ પણ કરે છે. શારીરિક અને માનસિક સંતુલન માટે આ ચક્રનું ધ્યાન બહુ ફાયદાકારક છે, પણ સાથોસાથ અસંતુલન નુકસાનકારક છે. જમીન પર ખુલ્લા પગે ચાલવાથી આ ચક્રની શક્તિ કાર્યાન્વિત થાય છે, અને શારિરીક તેમજ માનસિક ઘણાં ફાયદા થાય છે.

મૂલાધાર ચક્રનો બીજ મંત્ર ‘લં’ છે અને આ મંત્રનો સતત આકાશ તરફ આંગળા રાખી સવાસનમાં સુવું કે સિદ્ધાસનમાં બેસવું. ‘લં ‘ એ બીજમંત્રનો શાસ્ત્રીય અર્થ શું થાય છે, એમાં આપણે ન જઈએ, પણ ‘લં ‘ શબ્દ બોલવામાં એ શબ્દ ધ્વનિને અંદર તરફ ગ્રહણ કરવામાં આવે છે, એટલે કે સકારાત્મક શક્તિને ગ્રહણ કરવી કે પૃથ્વી તત્વ જેમ ધીરજ અને સ્થિરતાને ગ્રહણ કરીને આધાર મજબૂત બનાવીએ. આ ઉપરાંત આ ચક્રનાં દેવતા ગણેશ હોવાથી આ મંત્ર જાપથી વિવેક દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, અને આપણાં જીવન માટે સાચું સારું, ખોટું ખરાબ તરફ નિર્દેશ કરી સંયમી બનાવે છે. તો આવો સરળ અર્થ કરી આપણે આ ચક્રનું ધ્યાન કરી શકીએ તો ઉત્તમ છે, પણ બાકી શું શું ગ્રહણ કરવું જોઈએ, અને શું શું ન કરવું, એનું ધ્યાન રાખીને જીવનને ઉત્તમ બનાવી શકાય, એ વિચારને પરિપક્વ બનાવી વિવેક દ્રષ્ટિની પુષ્ટિ કરી શકીએ, તો પણ મનુષ્ય જીવન ધન્ય બની શકે. આપણી ધ્યાન રાખીને જાગરણ કરવાની પરિભાષાથી પણ ચક્ર સક્રિય થાય છે, અને લાલ, પીળા, નારંગી, નીલો, લીલો, સફેદ જાંબલી જેવાં દરેક ચક્ર સંબંધિત રંગ અને તેમનાં ગુણની અદભૂત અનૂભૂતિ થાય છે. જય ભવાની.

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

સ્વાધિષ્ઠાન ચક્ર! સ્વયં નું સ્થાન સ્વયં નાં સંયમ વગર પ્રાપ્ત થતું નથી.

ચૈત્રી નવરાત્રીની ત્રીજે મા ચંદ્રઘંટાને ચરણે સિદ્ધિ નહીં પણ શુદ્ધિ માંગીએ, અને જાગરણનાં અનુષ્ઠાનને ઉર્ધ્વ ગતિ માટે પ્રાર્થીએ. સર્વપ્રથમ તો કુંડલીની જાગરણ એ શબ્દ સાંભળતાં જ આખા શરીરમાં એક આલ્હાદક શક્તિનો અનુભવ થાય છે, અને પછી સંસારી જીવ મનોમન વિચારે છે, કે આ તો આપણાં બસની વાત નથી, અને એને વિષેનું આપણું જ્ઞાન માત્ર જાણકારી બનીને રહી જાય છે. મૂળભૂત રીતે પંચ પ્રાણ, સાત શરીર, સાત ચક્ર અને સાત જન્મોની આરક્ષિત શક્તિને છૂટી પાડીને સાત લોક કે પછી બ્રહ્માંડનાં કણકણમાં સંમેલિત કરવાની આ ક્રિયાને કુંડલીની જાગરણ કહેવાય છે, અને જે યોગ પ્રક્રિયા તરીકે બહુ પ્રસિદ્ધ છે. એનાં ચિત્રોમાં દરેક ચક્ર અને એમાંથી છૂટી પડતી શક્તિ ઉર્ધ્વગમન કરતી બતાવાઈ છે, અને એ શક્તિને પ્રકાશમય બતાવી છે. એટલે કે પ્રકાશ કે ઉષ્ણ ઉર્જા તરીકે એ શક્તિ શરીરના સાતે સાત ચક્રોમાંથી પસાર થઈ ઉપર સુધી પહોંચે છે, એક મેગ્નેટિક વિદ્યુત પ્રવાહ જેમ જ તે આંતર શરીરમાં પ્રકાશ ઉર્જા ભરે છે. સંસારી અને ભોગી જીવનું શરીરની મલિનતા તરફ ધ્યાન જતાં એ સંયમ દ્વારા મલિનતાનું નિવારણ કરીને પવિત્ર થાય છે. આપણે ત્યાં જ્ઞાનનું અજવાળું એવો શબ્દ પ્રયોગ પણ થતો હોય છે, એટલે કે આ બધી જ જાણકારી જ્યારે આપણો અનુભવ બને, ત્યારે તે જ્ઞાન થયું એમ કહેવાય, અને એ જ્ઞાન આંતર અજવાળા ફેલાવે છે, જેનાથી આંતર શરીરમાં શારીરિક અને માનસિક રીતે ભેગો થયેલો કચરો સાફ કરવાનો છે, અને એ રીતે આપણે પવિત્ર થતા જવાનું છે, જેનાથી પ્રકૃતિમાં ચિદ્ વિલાસ કરતી ચૈતન્ય શક્તિ સાથે આ શક્તિનું તાદાત્મ્ય થાય.

મુલાધાર ચક્રની વાત કરી ત્યારે આપણે તેનું સ્થાન જોયું હતું, અને ત્યાં પૃથ્વી તત્વ પાસેથી ગંધ સ્વરૂપે આપણે ધૈર્ય અને સ્થિરતા પ્રાપ્ત કરીને શક્તિ આગળ વધી અને સ્વાધિષ્ઠાન ચક્ર પર આવી, જ્યાં જીવના મૂળ આધારનું બિંદુ છે. સ્વાદિષ્ટાન એટલે સ્વયંમ નું સ્થાન, ત્યાં આપણી એટલે કે માનવીય ચેતનાનું કેન્દ્ર છે. સ્વાધિષ્ઠાન ચક્રને પેટનું ચક્ર કે પછી પવિત્ર ચક્ર પણ કહેવાય છે. આ ચક્ર કરોડરજ્જુના નીચલા છેડા પાસે ત્રિકોણાકાર હાડકામાં અને પ્રજનન અવયવો પાસે દર્શાવાયું છે, એટલે કે નાભિની બે ઈંચ નીચે દર્શાવેલ છે. તે છ કમળની પાંખડી ધરાવે છે, અને તેનો રંગ નારંગી છે, અને બીજ મંત્ર “વં” છે. સ્વાધિષ્ઠાન ચક્રનું તત્વ પાણી છે, અને દેવ વિષ્ણુ છે, જે ઘેરો વાદળી રંગ અને પીળી ધોતી ધરાવે છે. તેની પાસે શંખ,ગદા,ચક્ર અને કમળ છે. તે શ્રીવત્સ ચિહ્ન અને કૌસ્તુભ રત્ન ધારણ કરે છે. તે કાં તો ગુલાબી કમળ પર અથવા દિવ્ય ગરુડ પર બિરાજમાન છે. આ કમળની એક એક પાંખડી છ નકારાત્મક ગુણોનુ નિવારણ કરે છે, અને આમ ત્યાં જાગરણથી એ દરેક પાંખડીની નકારાત્મકતા દૂર થાય છે. આ પાંખડી માં માત્રૃકા એટલે કે દૈવીય શક્તિ હોય છે, અને એની તીવ્રતા કેન્દ્રથી શરૂ કરી વધતી જાય છે, એટલે કે રસતન્માત્રા, અપજલ તત્વ, સ્વાદેન્દ્રિય અને હાથની કર્મેન્દ્રિય પર સંયમ આવે છે, અને એનો વિલય થાય છે. આ થઈ એને વિશેની શાસ્ત્રીય વાત.

જે કોઈ સિદ્ધ મુની યોગ પ્રકિયાના મુખ્ય અંગ ધ્યાનથી આ સમગ્ર અનુભૂતિ સુધી પહોંચી શકે તેમને વંદન, પણ આપણું એ કામ નથી! માટે આપણે આનો સહજ અર્થ કરી અને ઉપર ઉઠવાનું છે. કહેવાય છે ગર્ભ વિભાવના સમયે જીવ સાત કે તેથી વધુ જન્મોના સંસ્કાર સાથે આવ્યો હોય છે. પૂર્વ જન્મનાં દુઃખ સુખની સ્મૃતિ તેની સાથે જોડાયેલી હોય છે, અને એને કારણે તે પીડિત કે અસ્વસ્થ છે, એમ કહી શકાય. આ તમામ પ્રકારોની સ્મૃતિ કે સંસ્કાર ત્યજીને તેને ઉપર ઉઠવાનું છે, અને ત્યારે જ તે પોતાનાં જન્મનું કારણ માત્ર, કામ નહીં પણ બે આત્માનું મિલન એટલે કે પ્રેમ છે, એવું સહજ જ્ઞાન પ્રાપ્ત કરી શકે, તો એનું ધ્યાન સ્વયંનાં સ્થાન પર કેન્દ્રિત થાય! કે હું એક શુદ્ધ અને પવિત્ર ચેતનાનો ધસમસતો પ્રવાહ છું! અને મારી સાથે જોડાયેલા આ અપવિત્ર મલિન તત્વોનો ત્યાગ કરી મારે એ દિવ્ય ચેતના સાથે જોડાવાનું છે. યોગની પરિકલ્પનાં મુજબ તો અસ્તિત્વમાં વિહાર કરતી એ પરમ શક્તિ સાથે તાદમ્ય કેળવવાનું છે. પરંતુ દરેકે દરેક જીવમાં આત્મા તરીકે એ જ શક્તિનો અંશ છે, એ સત્ય પણ સ્વયં યોગ યોગેશ્વર શ્રીકૃષ્ણનાં મુખે ભગવત ગીતામાં ઉદઘોષિત થયેલું છે. અસ્તિત્વમાં ચિદ વિલાસ કરતી ચૈતન્ય શક્તિના રહસ્યોને આપણે ઘણીવાર સમજી ન શકવાને કારણે એ તત્વ કે સત્વ ને એટલું આત્મસાત કરી શકાતું નથી,‌ જ્યારે આપણી આસપાસના જગતમાં જીવતા જીવમાં એ શક્તિનો અનુભવ કરવાથી ત્યાં તાદાત્મ્ય કેળવવું એ વધુ સહેલું અને આમ જુવો તો અનિવાર્ય પણ છે.

અહીં સુધી કુંડલીની જાગરણ થયું છે કે નહીં, તેની પ્રતીતિ આપણી વૈચારિકતાનું ચિંતન કરવાથી પ્રાપ્ત થાય છે. જાગરણ એટલે ઉપર ઉઠવું, એટલે કે મૂલાધારનાં કે સ્વાધિષ્ઠાન ચક્રનાં મૂળમાં પડેલા મળમૂત્ર જેવા પૂર્વ જન્મનાં સંસ્કાર કે પછી આ જન્મ માટે જવાબદાર વાસના કે વિકૃતિ એ આપણાં જન્મનું કારણ નથી, પણ ઈશ્વરીય શક્તિ સંકેત છે. સમયે ભોગ ને સમયે યોગ! આ સમયક્તા, સંયમની મહત્તા, તેમજ આપણને આવતા દરેક વિચાર કે ઈચ્છા શક્તિ પર વિવેકથી પ્રભુત્વ પ્રાપ્ત થાય, તો સમજવું કે જાગરણ તરફ ડગલાં ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. આ ઉપરાંત અન્ય જીવમાં પણ વિકૃતિ કે ભૂલ ન દેખાય, તદ ઉપરાંત એ જીવનાં ગુણનું દર્શન અને સૌ કોઈને આદર આપવાની ભાવના તીવ્ર બને, તેમજ પરિવારજનોનાં આંતરિક સંબંધોને મજબૂત બનાવવા તરફી વિચાર વલણ નમ્ર બને છે. સંબંધોમાં મધુરતા વધે તો સમજવું કે ક્યાંક તો કંઈક સારું થઈ રહ્યું છે, અને સારું જાગરણ વગર ક્યારેય થતું નથી. પણ એ આપણું જાગરણ છે કે સામેવાળાનું તે અવશ્ય ચિંતન કરી લેવું, અને આપણું ન હોય તો ત્યાં આપણું જાગરણ પણ એટલું જ જરૂરી છે, અને એ હજી વધુ પ્રસન્નતા તરફ આપણને તેમજ આપણા પરિવારને આપણા સમાજને અને આપણા દેશને એથી વધુ વિશ્વને શાંતિ તરફ દોરી જશે!: જે આપણું લક્ષ્ય છે. અહમ, આગ્રહથી મુક્ત થઈને સહજની સમજ કેળવી શકાય, કે દરેક પરિસ્થિતિ કે સમયમાં પણ સહજ રહી જીવી શકાય તો એ જાગરણનું કારણ છે, અને આપણને એવા જાગરણની જ જરૂર છે, કારણકે અસ્તિત્વની એ શક્તિ સુધી કદાચ આપણે પહોંચી શકીએ નહીં, પણ આપણી આસપાસ વસતા જીવનાં હૃદયમાં પ્રેમ શક્તિ સ્વરૂપે પહોંચી એનાં હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી શકીએ, તો પણ ઘણું છે. આવી મૈત્રીની વિભાવનાની કલ્પના કરી, સમસ્ત જગત આંદરોઅંદર પ્રેમ અને લાગણીના સંબંધથી જોડાય, તો એ પણ એક યોગ પ્રક્રિયા જેવું અદભુત પરિણામ આપી શકે તેમ છે. આપણે સૌ કુંડલીની જાગરણનો એવો બૃહદ ફાયદો કરાવતો અર્થ કરી, આ ચૈત્રી અનુષ્ઠાન કરીને, એ પરિણામ સુધી કે લક્ષ્ય સુધી પહોંચી શકીએ! અને રામ તત્વ ને સચ્ચિદાનંદ સ્વરૂપે આપણાં અંતરમાં જન્માવી શકીએ, એ એકમાત્ર અહેતુ હેતું સાથે સદગુરુ કૃપાનું અનન્ય હેત લઈને ચિંતનની આ ધારા વહે છે. જય ભવાની.

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

પાવરિકા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર મંગળવાર, 24 માર્ચ, 2026 ના રોજ ખૂલશે, પ્રાઈસ બેન્ડ પ્રતિ ઇક્વિટી શૅર રૂ. 375 થી રૂ. 395 નક્કી કરાઈ

પાવરિકા લિમિટેડ (“કંપની”) એ તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટેરૂ.  5/- ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે રૂ. 375 થી રૂ. 395 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીની પ્રારંભિક જાહેર ઓફર (“IPO” અથવા “ઓફર”) મંગળવાર, 24 માર્ચ, 2026 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે અને શુક્રવાર, 27 માર્ચ, 2026 ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 37 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 37 ઇક્વિટી શેરના ગુણાંકમાં બોલી લગાવી શકે છે. આ IPO રૂ. 700 કરોડ સુધીનો નવો ઇશ્યૂ છે અને પ્રમોટર્સ – નરેશ ઓબેરોય ફેમિલી ટ્રસ્ટ અને કબીર અને કિમાયા ફેમિલી પ્રાઇવેટ ટ્રસ્ટ દ્વારા રૂ. 400 કરોડ સુધીની ઓફર-ફોર-સેલનો છે.

કંપની એક સંકલિત પાવર સોલ્યુશન્સ પૂરા પાડનારી કંપની  છે, જે પ્રાથમિક અને સ્ટેન્ડબાય એપ્લિકેશન બંને માટે ડીઝલ જનરેટર સેટ (“DG સેટ”) માં વિશેષતા ધરાવે છે. કમિન્સ ઇન્ડિયા લિમિટેડ (“કમિન્સ ઇન્ડિયા”, તેના આનુષંગિકો, “કમિન્સ”) માટે મૂળ ઉપકરણ ઉત્પાદકોમાંના એક તરીકે, કંપનીએ ચાર દાયકાથી વધુ સમયથી તેમની સાથે સંબંધ જાળવી રાખ્યો છે.

કંપનીએ 1984માં તેનો DG સેટનો બિઝનેસ શરૂ કર્યો હતો, અને ત્યારબાદ 1996માં તેના જનરેટર સેટ પોર્ટફોલિયોનો વિસ્તાર કરીને મધ્યમ ગતિના મોટા જનરેટર (“MSLG”)નો સમાવેશ કર્યો હતો. કંપની HD હ્યુન્ડાઇ હેવી ઇન્ડસ્ટ્રીઝ કંપની લિમિટેડ (“હ્યુન્ડાઇ”) સાથે સહયોગ દ્વારા આ સેગમેન્ટનો વિકાસ ચાલુ રાખે છે. તેના ડીજી સેટ અને MSLG ઓફરિંગને એકીકૃત કરીને, કંપની 7.5 kVA થી 10,000 kVA સુધીની ક્ષમતાવાળા જનરેટર સેટની વ્યાપક શ્રેણી પૂરી પાડે છે, જે વિવિધ ઉદ્યોગો અને એપ્લિકેશનોની વિશિષ્ટ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે રચાયેલ છે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસની તારીખ મુજબ, તેના જનરેટર સેટ બિઝનેસમાં કમિન્સ એન્જિન દ્વારા સંચાલિત DG સેટ, હ્યુન્ડાઇ સાથે સહયોગમાં MSLG ઓફરિંગ અને કેટલીક સંલગ્ન બિઝનેસ પ્રવૃત્તિઓ (“જનરેટર સેટ બિઝનેસ”)નો સમાવેશ થાય છે.

જનરેટર સેટ બિઝનેસમાં તેના અનુભવના આધારે, કંપનીએ 2008માં સ્વતંત્ર પાવર ઉત્પાદક (“IPP”) તરીકે પવન ઉર્જા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ, કંપનીએ એન્જિનિયરિંગ, પ્રાપ્તિ અને બાંધકામ (“EPC”) કોન્ટ્રાક્ટર તેમજ પ્લાન્ટના સંતુલન (“BoP”) માટે ઓપરેશન અને જાળવણી (“O&M”) સેવા પ્રદાતા તરીકે ક્ષમતાઓ વિકસાવી.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસની તારીખ મુજબ, પવન ઉર્જા ક્ષેત્રમાં તેની કામગીરીમાં IPP પ્રોજેક્ટ્સ વિકસાવવા અને ચલાવવા તેમજ મુખ્યત્વે પવન ઉર્જા ઉદ્યોગમાં BoP માટે EPC અને O&M પ્રવૃત્તિઓ હાથ ધરવાનો સમાવેશ થાય છે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસની તારીખ મુજબ, કંપની ગુજરાતમાં 12 પવન ઉર્જા પ્રોજેક્ટ્સની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે, જેની કુલ સ્થાપિત ક્ષમતા 330.85 MW (“ઓપરેશનલ વિન્ડ પાવર પ્રોજેક્ટ્સ”) છે. તેના ઓપરેશનલ વિન્ડ પાવર પ્રોજેક્ટ્સ ઉપરાંત, કંપની ગુજરાતમાં 52.70 MW નો પવન ઉર્જા પ્રોજેક્ટ બનાવી રહી છે જે તેના IPP પોર્ટફોલિયોને 383.55 MW ની કુલ સ્થાપિત ક્ષમતા સુધી લઈ જશે.

કંપની સહાયક વસ્તુઓ સાથે DG સેટનું ઉત્પાદન કરે છે, જેમાં એકોસ્ટિક એન્ક્લોઝર, ઇંધણ અને એક્ઝોસ્ટ સિસ્ટમ્સ અને કસ્ટમાઇઝ્ડ કંટ્રોલ પેનલ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. તેની ઓફરમાં કમિન્સ એન્જિન દ્વારા સંચાલિત વ્યાપક હાઇ સ્પીડ જનરેટર સોલ્યુશન્સનો સમાવેશ થાય છે, જે 7.5 kVA થી 3,750 kVA સુધીના DG સેટના ડિઝાઇન, માર્કેટિંગ, ઉત્પાદન, પરીક્ષણ, સપ્લાય, ઇન્સ્ટોલેશન અને કમિશનિંગને આવરી લે છે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સની તારીખ મુજબ, કંપની બેંગલુરુ, કર્ણાટકમાં સ્થિત ત્રણ ઉત્પાદન સુવિધાઓ ચલાવે છે, જે અનુક્રમે સિલવાસા, દાદરા અને નગર હવેલી; અને ખોપોલી, મહારાષ્ટ્રમાં આવેલી છે.

તેનું વ્યાપક વેચાણ નેટવર્ક અસરકારક ગ્રાહક જોડાણ અને બજારમાં પ્રવેશને સમર્થન આપે છે. 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં, તેના નેટવર્કમાં તેની રજિસ્ટર્ડ અને કોર્પોરેટ ઓફિસો ઉપરાંત 19 વેચાણ/માર્કેટિંગ ઓફિસોનો સમાવેશ થાય છે, જેને 123 કર્મચારીઓની વેચાણ અને માર્કેટિંગ ટીમ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં, કંપની કમિન્સ અને પોતે સાથે સંયુક્ત અધિકૃતતા પ્રમાણપત્રો જારી કરીને 43 અધિકૃત ડીલરો સાથે પણ જોડાય છે, જેથી બજાર વિભાગોની વિશાળ શ્રેણીમાં ઝડપી સેવા પૂરી પાડી શકાય.

30 સપ્ટેમ્બર, 2025 ના રોજ પૂરા થયેલા છ મહિના માટે કંપનીની કામગીરીમાંથી આવક રૂ. 1,447.44 કરોડ હતી અને તેનો ચોખ્ખો નફો રૂ. 134.55 કરોડ હતો. નાણાકીય વર્ષ 2025 દરમિયાન તેની કામગીરીમાંથી આવક રૂ. 2,653.27 કરોડ હતી જે નાણાકીય વર્ષ 2023 દરમિયાન રૂ. 2,378.26 કરોડ હતી. નાણાકીય વર્ષ 2025 દરમિયાન તેનો ચોખ્ખો નફો રૂ. 175.83 કરોડ હતો જે નાણાકીય વર્ષ 2023 દરમિયાન રૂ. 106.45 કરોડ હતો.

ICICI સિક્યોરિટીઝ લિમિટેડ, IIFL કેપિટલ સર્વિસીસ લિમિટેડ (અગાઉ IIFL સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી) અને નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ બુક-રનિંગ લીડ મેનેજર છે, અને MUFG ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (અગાઉ લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ) ઓફરના રજિસ્ટ્રાર છે.

ઓફર બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં નેટ ઓફરના 50% હિસ્સો ક્વૉલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ ખરીદાર અને નેટ ઓફરનો ઓછામાં ઓછો 15% અને 35% અનુક્રમે બિન-સંસ્થાકીય બિડર્સ અને છૂટક વ્યક્તિગત બિડર્સને ફાળવવામાં આવશે.

અમદાવાદમાં ઉદ્યોગસાહસિક અર્પણા ભુવાનિયા દ્વારા નવા ક્રિએટિવ હબ ‘એલિવેટ’ (Elevate) નો પ્રારંભ; ‘લાઈલેક’ (Lilac) પ્રદર્શન દ્વારા મહિલા સાહસિકોને પ્રોત્સાહન અપાશે

શહેરના જાણીતા ઉદ્યોગસાહસિક, લેખિકા અને કલાકાર અર્પણા ભુવાનિયા દ્વારા અમદાવાદના કલા અને વ્યાપાર જગતમાં એક નવો અધ્યાય ઉમેરવા જઈ રહ્યો છે. રાજપથ રંગોલી રોડ પર તેમણે ‘એલિવેટ બાય અર્પણા’ (Elevate by Arpana) નામે એક આધુનિક એક્ઝિબિશન ગેલેરી અને ‘ક્રિએટિવ ડેન’ શરૂ કર્યું છે. આ જગ્યા વિશેષ પ્રદર્શનો, બિઝનેસ મીટિંગ્સ, આર્ટિસ્ટ સત્રો, સ્ટેન્ડ-અપ કોમેડી અને નાના પાયે ઉજવણીઓ માટે એક આદર્શ સ્થળ બની રહેશે.

આ ક્રિએટિવ સ્પેસના ઉદઘાટન નિમિત્તે, આગામી ૧૮ માર્ચ, ૨૦૨૬ ના રોજ પ્રથમ વિશેષ પ્રદર્શન ‘લાઈલેક બાય અર્પણા’ (Lilac by Arpana – Season 1.0) નું આયોજન કરવામાં આવ્યું છે.

મહિલા સાહસિકોનું સશક્તિકરણ
‘લાઈલેક’ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સાહસિકો અને તેમના વિશિષ્ટ વ્યવસાયોને પ્રોત્સાહન આપવાનો છે. આ એક દિવસીય પ્રદર્શનમાં ૧૦ થી ૧૨ જેટલા વિવિધ સ્ટોલ્સ દ્વારા સર્જનાત્મક ઉત્પાદનો રજૂ કરવામાં આવશે, જેમાં નીચેના બ્રાન્ડ્સ સામેલ છે:

જ્વેલરી અને એસેસરીઝ: આર્નીન સિલ્વર એન્ડ ડિઝાઇનર જ્વેલરી, રિંકલ જ્વેલ્સ અને પૂજા સિલેક્શન (બેગ્સ).

વસ્ત્રો અને વણાટકામ: ટિટલી ક્રિએશન્સ, ટીવીએએમ (TVAM) – વણાટ બાય ઉષા અને અર્બન સ્ટાઇલ ઓફ નસરીન અને સોફિયા શેખ.

લાઇફસ્ટાઇલ: કેન્ડલ્સ ફોર યુ, આરના એસેન્સ અને ડિઝાઇન બાય ખ્યાતિ ત્રિવેદી.

મુખવાસ અને અન્ય: ત્રિદેવી ટ્રેન્ડ્સ અને હેમાંગી દવે દ્વારા પ્રસ્તુત મુખવાસ.

સમાજની અગ્રણી મહિલાઓની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં શહેરની અગ્રણી અને પ્રતિષ્ઠિત ૩૫ થી ૪૦ મહિલાઓને ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે ખાસ આમંત્રિત કરવામાં આવી છે. તેઓ મહિલા સાહસિકોને મળીને તેમનો ઉત્સાહ વધારશે.

આ સાથે જ, મુલાકાતીઓ માટે કોલોનેડ-૨ સ્થિત પ્રખ્યાત ‘અર્પણાઝ ચાય નાસ્તા’ (Arpana’s Chai Nasta) કાફે પર ખાસ ઓફર્સ રાખવામાં આવી છે, જેથી લોકો મનપસંદ નાસ્તાની સાથે આ અનોખા પ્રદર્શનની મુલાકાત લઈ શકે.

અર્પણા ભુવાનિયા જણાવે છે કે, “એલિવેટ માત્ર એક ગેલેરી નથી, પણ સર્જનાત્મકતા અને પ્રગતિ માટેનું એક પ્લેટફોર્મ છે. ‘લાઈલેક’ દ્વારા અમે સ્થાનિક મહિલા સાહસિકોની પ્રતિભાને યોગ્ય મંચ પૂરું પાડવા માંગીએ છીએ.”

ક્રાંતિવીરોની શૌર્યગાથાને નમન કરતો ભવ્યાતીભવ્ય ‘વીરાંજલિ ડાયરો 2.5’ કાર્યક્રમ 23 માર્ચના રોજ યોજાશે

અમદાવાદ:  વીરાંજલિ સમિતિ તથા GTPL દ્વારા આયોજિત, મા ભારતીના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને નમન કરવાનો પુણ્ય અવસર એટલે ‘વીરાંજલિ’. છેલ્લા 18 વર્ષથી આ કાર્યક્રમ દ્વારા શહીદોના બલિદાનને યાદ કરી યુવાનોમાં દેશભક્તિની ભાવના પ્રબળ બનાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવે છે. વર્ષ 2026માં વંદે માતરમ્ ગીતને 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તે નિમિત્તે કે 23 માર્ચના રોજ સાણંદમાં વિરાંજલી ગ્રાઉન્ડ, એકલિંગજી રોડ ખાતે રાત્રે ૮-૦૦ કલાકે થી ‘વીરાંજલિ 2.5’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો ક્રાંતિવીરોની ક્યારેય ન સાંભળી હોય તેવી શૌર્યગાથાઓ ડાયરાના માધ્યમથી રજૂ કરશે. જેમાં કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, સાંઈરામ દવે, રાજભા ગઢવી અને અલ્પાબેન પટેલ જેવા દિગ્ગજ કલાકારો પોતાની કળા દ્વારા શહીદોને અંજલિ આપશે. ઉલ્લેખનીય છે કે 23 માર્ચના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી, જેમના બલિદાનથી નવી પેઢીને અવગત કરાવવા માટે આ ભારતનો એકમાત્ર ક્રાંતિવીરો પરનો વિશેષ કાર્યક્રમ છે.

આ વર્ષે કાર્યક્રમમાં ડાયરા ઉપરાંત મેર રાસ, દીકરીઓનો તલવાર રાસ અને સાંઈરામ દવે લિખિત ‘આરતી વીર જવાનો કી’ મુખ્ય આકર્ષણ રહેશે. સાથે જ આકાશમાં એક ભવ્યાતીભવ્ય ડ્રોન શો પણ યોજાશે જે પ્રેક્ષકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.

ટાટા પાવરની પે ઓટેન્શન પહેલે ત્રીજા નેશનલ પર્પલ ફેસ્ટમાં ઓટિઝમના સમાવેશનું સમર્થન કર્યું

ટાટા પાવરે રાષ્ટ્રપતિ ભવનના ‘અમૃત ઉદ્યાન’ ખાતે આયોજિત ‘નેશનલ પર્પલ ફેસ્ટ’ની ત્રીજી આવૃત્તિમાં પોતાની ‘પે ઓટેન્શન’ પહેલ દ્વારા ઓટિઝમ અને અન્ય માનસિક વિષમતા ધરાવતી વ્યક્તિઓ માટે એક સમાન અને સર્વસમાવેશક વાતાવરણનું નિર્માણ કરવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય તથા દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ (DEPwD) દ્વારા આયોજિત આ એક દિવસીય ઉત્સવમાં 8,000થી વધુ દિવ્યાંગ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી દિવ્યાંગો માટે તકો અને સમાનતા વધારવા માટે કામ કરતી સંસ્થાઓ અને સમુદાયો એકઠાં થયા હતાં. ગોવા ખાતે પર્પલ ફેસ્ટ અને પર્પલ ટોક્સની શરૂઆત થઈ ત્યારથી જ ટાટા પાવર એક વિચારશીલ ભાગીદાર તરીકે આ પહેલને સમર્થન આપી રહ્યું છે અને નેશનલ પર્પલ ફેસ્ટની ત્રણેય આવૃત્તિઓમાં સહયોગી રહ્યું છે.

દિવ્યાંગ વ્યક્તિઓ માટે સુલભતા અને સમાનતા વધારવા માટે ભારતના અગ્રણી રાષ્ટ્રીય મંચ તરીકે ઉભરી આવેલા આ એક દિવસીય ઉત્સવે કેર ગિવર્સ, શિક્ષકો, સામાજિક સંસ્થાઓ અને કોર્પોરેટ ભાગીદારોને એકસાથે એક મંચ પર એકત્રિત કર્યાં હતાં, જેથી દિવ્યાંગો માટેની સહાયક પ્રણાલીઓ અને પરસ્પર સહયોગને વેગ આપી શકાય. આ ભાગીદારીના ભાગરૂપે, ટાટા પાવરની ‘પે ઓટેન્શન’  પહેલે, ઓટિઝમ અને અન્ય માનસિક વિષમતા ધરાવતી વ્યક્તિઓ માટે જાગૃતિ, સંભાળ રાખનારાઓને ટેકો અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ માટે એક ખાસ ઇન્ટરેક્ટિવ ઝોન તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં માનસિક વિષમતા ધરાવતી વ્યક્તિઓ, પરિવારો અને શિક્ષકો માટે શીખવાના સાધનો, સંભાળ માટેની મદદ અને કૌશલ્ય વધારવાના માર્ગો રજૂ કરવામાં આવ્યા હતા.

આ ઉજવણીમાં ભાગ લેનારા મુલાકાતીઓ અહીં અનેક શૈક્ષણિક અને સહાયક પ્રવૃત્તિઓમાં જોડાયાં હતાં, જેમાં ‘ઈ-સાન્નિધ્ય’ ડિજિટલ પ્લેટફોર્મનું પ્રદર્શન પણ સામેલ હતું. આ પ્લેટફોર્મ માનસિક વિષમતા ધરાવતી વ્યક્તિઓ માટે સારવારનું માર્ગદર્શન, વ્યવસાયિક તાલીમ અને સંભાળ રાખનારાઓ માટે શીખવાના સાધનો ઉપલબ્ધ બનાવે છે. નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વાલીઓ, શિક્ષકો અને સંભાળ રાખનારાઓએ આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ વ્યવસ્થિત શૈક્ષણિક સામગ્રી અને સહાયક સંસાધનોની માહિતી મેળવી હતી. આ પ્લેટફોર્મ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 13,000થી વધુ લોકોએ તેમાં નોંધણી કરાવી છે. આ ઉપરાંત, આ ઇન્ટરેક્ટિવ ઝોનમાં માનસિક વિષમતા ધરાવતા યુવાનો માટે ‘UI/UX સ્કિલ ડેવલપમેન્ટ’ જેવા ખાસ અભ્યાસક્રમો માટે નોંધણી કરવામાં આવી હતી. આ સિવાય, મગજના પોષણ અને ઘરગથ્થુ સંભાળ માટેનો એક ખાસ વિભાગ રાખવામાં આવ્યો હતો અને માનસિક વિષમતા ધરાવતા કલાકાર કુમારી હીરલ સિંઘલ દ્વારા સંચાલિત એક ‘આર્ટ વર્કશોપ’ પણ યોજાયો હતો.

ટાટા પાવર દ્વારા ‘સ્કિલ કાઉન્સિલ ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટી’ (ScPwD) અને ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીઝ’ (NIEPID) ના સહયોગથી આયોજિત ડાન્સ મૂવમેન્ટ અને યોગ સત્ર આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું. માર્ગદર્શન હેઠળ થતાં શારીરિક હલનચલન માનસિક રીતે અલગ (neurodiverse) વ્યક્તિઓમાં ભાવનાત્મક સુખાકારી, શારીરિક તાલમેલ અને પોતાની જાતને વ્યક્ત કરવાની ક્ષમતામાં કેવી રીતે મદદ કરી શકે છે તે આ સત્રમાં દર્શાવવામાં આવ્યું હતું. તેમાં બાળકો, સંભાળ રાખનારાઓ અને મુલાકાતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પહેલ અંતર્ગત ભારતના આદરણીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુ સમક્ષ એક ખાસ પ્રદર્શન પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં આવી પ્રવૃત્તિઓ દિવ્યાંગોમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને સમાનતા વધારવામાં કેટલી શક્તિશાળી સાબિત થઈ શકે છે તે દર્શાવવામાં આવ્યું હતું

આ પ્રસંગે બોલતાં, ટાટા પાવરના સીએચઆરઓ અને ચીફ સસ્ટેનેબિલિટી એન્ડ સીએસઆર, શ્રી હિમલ તિવારીએ જણાવ્યું હતું કે, “ટાટા પાવરમાં અમારું દૃઢપણે  માનવું છે કે સમાનતાનો સાચો અર્થ એ છે કે માનસિક વિષમતા (neurodiverse) ધરાવતા સમુદાયોને શીખવાની, પોતાની જાતને વ્યક્ત કરવાની અને સમાજમાં સંપૂર્ણ રીતે ભાગ લેવાની અર્થપૂર્ણ તકો મળવી જોઈએ. ભારત સરકાર સાથેનો અમારો સહયોગ ઓટિઝમ ધરાવતી વ્યક્તિઓ અને તેમના પરિવારો માટે સહાયક પ્રણાલીઓને મજબૂત કરવાની અમારી સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ ભાગીદારીનું એક મહત્વનું પરિણામ ‘ઈ-સાન્નિધ્ય’ પ્લેટફોર્મ છે, જે વહેલી તપાસ, નિષ્ણાતોનું માર્ગદર્શન અને સંભાળ રાખનારાઓની સહાય – આ તમામ સુવિધા એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવે છે. દરેક વ્યક્તિ માટે મફતમાં ઉપલબ્ધ આ ‘ઈ-સાન્નિધ્ય’ પ્લેટફોર્મ પરિવારોને વિશ્વાસપાત્ર માહિતી અને સાધનો મેળવવામાં મદદ કરે છે, જેથી તેઓ ઓટિઝમ ધરાવતી વ્યક્તિઓ માટે યોગ્ય માર્ગદર્શન અને મેન્ટરશિપ મેળવી શકે.”

દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ (MSJE) ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રીમતી રીચા શંકરે જણાવ્યું હતું કે, “દિવ્યાંગ વ્યક્તિઓ માટે સર્વસમાવેશક વાતાવરણ ઊભું કરવા માટે સરકાર, ઉદ્યોગો અને સામાજિક સંસ્થાઓ વચ્ચે સતત સહયોગ જરૂરી છે. ટાટા પાવર જેવી સંસ્થાઓ સાથેની ભાગીદારી જાગૃતિ વધારવામાં, સહાયક પ્રણાલીઓનો વ્યાપ વિસ્તારવામાં અને માનસિક વિષમતા ધરાવતી વ્યક્તિઓ તથા તેમના પરિવારો માટે જ્ઞાનના સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ‘ઈ-સાન્નિધ્ય’  જેવી પહેલ દર્શાવે છે કે કેવી રીતે સામૂહિક પ્રયાસો માહિતીના અભાવને દૂર કરવામાં મદદ કરી શકે છે અને સંભાળ રાખનારાઓ તથા સમુદાયોને દિવ્યાંગ વ્યક્તિઓને વધુ સારી રીતે ટેકો આપવા માટે સશક્ત બનાવી શકે છે.”

નેશનલ પર્પલ ફેસ્ટમાં ટાટા પાવરની ભાગીદારી, માનસિક વિષમતા ધરાવતી વ્યક્તિઓ અને તેમના પરિવારો માટે સમાવેશક શિક્ષણ અને સહાયક પ્રણાલીઓને આગળ વધારવાની તેની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે. ‘પે ઓટેન્શન’  અને ‘ઈ-સાન્નિધ્ય’  પ્લેટફોર્મ જેવી પહેલો દ્વારા, કંપની સરકારી સંસ્થાઓ, નિષ્ણાતો અને સામાજિક સંગઠનો સાથે મળીને જ્ઞાનના સંસાધનો, સંભાળ રાખનારાઓ માટે માર્ગદર્શન અને કૌશલ્ય નિર્માણની તકોનો વિસ્તાર કરે છે. 20થી વધુ નોડલ સંસ્થાઓ અને વિષય નિષ્ણાતોના નેટવર્ક દ્વારા સમર્થિત આ પહેલો અત્યાર સુધીમાં સામૂહિક રીતે 30,000થી વધુ વ્યક્તિઓ અને પરિવારો સુધી પહોંચી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ટાટા પાવરે મુંબઈમાં ‘મહારાષ્ટ્ર ન્યુરોડાયવર્સિટી સમિટ’, ‘ઓડિશા ન્યુરોડાયવર્સિટી સમિટ’, અને ઝારખંડમાં ‘ઈસ્ટ ઝોન ન્યુરોડાયવર્સિટી એન્ડ એબિલિમ્પિક્સ મીટ’ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કર્યું છે. આ સાથે જ, ‘નેશનલ એબિલિમ્પિક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા’ (NAAI) ના સહયોગથી યુવાનો માટે કૌશલ્ય આધારિત સ્પર્ધાઓ પણ યોજવામાં આવી છે, જેનો હેતુ જાગૃતિ, સહયોગ અને સહાયક સેવાઓ સુધીની પહોંચને મજબૂત બનાવવાનો છે.

ઊર્જા કાર્યક્ષમતા વધારવા માટે અમદાવાદ મંડળમાં આધુનિક રસોઈ સાધનોની આપૂર્તિ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ઊર્જા કાર્યક્ષમતા વધારવા અને ગેસ પરની નિર્ભરતા ઘટાડવાના હેતુસર મંડળના વિવિધ રનિંગ રૂમો તથા તાલીમ કેન્દ્રોમાં આધુનિક વિદ્યુત આધારિત રસોઈ સાધનોની આપૂર્તિની કામગીરી નિરંતર પ્રગતિ પર છે. આ પહેલ ન માત્ર પર્યાવરણ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું જ નથી, પરંતુ કાર્યસ્થળોએ સુરક્ષિત અને સુવિધાજનક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં પણ અસરકારક સાબિત થઈ રહી છે.
આ સંદર્ભમાં, આજે ભુજ અને સનોસરા સ્થિત રનિંગ રૂમો તેમજ તાલીમ કેન્દ્રોને મજબૂત અને આધુનિક રસોઈ સુવિધાઓથી સજ્જ બનાવવાના હેતુસર ઓવન, કુકર, ઇન્ડક્શન કુકટોપ, રોટી તવો, ગ્લાસ મિક્સિંગ બાઉલ તેમજ વાસણ ની આપૂર્તિ પૂરી પાડવામાં આવી. તેના સંબંધિત એકમોમાં કાર્યરત કર્મચારીઓને સ્વચ્છ, સુરક્ષિત અને ઊર્જા-કાર્યક્ષમ ભોજન સુવિધાઓ ઉપલબ્ધ થશે, તેમજ ભોજન તૈયાર કરવાની પ્રક્રિયા વધુ સુવિધાજનક, ઝડપી અને આધુનિક બનશે.
અમદાવાદ મંડળ દ્વારા આ જ રીતે મંડળના અન્ય મુખ્ય રનિંગ રૂમો જેમ કે અમદાવાદ, સાબરમતી, ગાંધીધામ, વિરમગામ સહિત તાલીમ કેન્દ્રોમાં પણ તબક્કાવાર રીતે આ આધુનિક સુવિધાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે, જેથી ઊર્જા કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા સાથે-સાથે પર્યાવરણ અનુકૂળ કાર્ય પ્રણાલીને મજબૂત બનાવી શકાય.

ટીસીએસ અને પિઅરસને વૈશ્વિક ઉદ્યોગો માટે એઆઈ-પાવર્ડ લર્નિંગને વેગ આપવા માટે ભાગીદારી કરી

વિશ્વની લાઇફલોંગ લર્નિંગ કંપની પિઅરસન (FTSE: PSON.L) અને આઈટી સર્વિસીસ તથા કન્સલ્ટીંગમાં વૈશ્વિક અગ્રણી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે (TCS) (BSE: 532540, NSE: TCS) એઆઈ-સંચાલિત શિક્ષણ અને મૂલ્યાંકન સાથે ભવિષ્ય માટે તૈયાર હોય તેવા કર્મચારીઓ તૈયાર કરવામાં મદદ કરવા માટે વિવિધ વર્ષોની સંકલિત ભાગીદારીની જાહેરાત કરી છે.

આ સહયોગ દ્વારા પિઅરસન તેની એન્ટરપ્રાઇઝ લર્નિંગ અને એસેસમેન્ટ કુશળતાને કોન્ટેક્ચ્યુઅલ એઆઈમાં ટીસીએસના નેતૃત્વ અને મજબૂત TCS iON ડિજિટલ લર્નિંગ તથા એસેસમેન્ટ પ્લેટફોર્મ સાથે જોડશે. સાથે મળીને, કંપનીઓ વ્યવસાયોને કાયમી એડપ્ટિવ વર્કફોર્સ ઊભા કરવા માટે સશક્ત બનાવશે, કૌશલ્ય અંતરને દૂર કરવા અને મજબૂત બિઝનેસ ઇનોવેશનને આગળ વધારવા માટે એઆઈ-સંચાલિત ઇનસાઇટ્સનો ઉપયોગ કરશે.

પિઅરસનના સીઈઓ ઓમર અબ્બોશે જણાવ્યું હતું કે, “દરેક ક્ષેત્રના લીડર્સ એઆઈમાં ભારે રોકાણ કરી રહ્યા છે, પરંતુ ઘણા લોકો તે રોકાણ પર વળતર દર્શાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઉત્પાદકતા ત્યારે જ વધે છે જ્યારે કર્મચારીઓ પાસે નવી ટેકનોલોજી સાથે કામ કરવાની કુશળતા અને આત્મવિશ્વાસ હોય. ટીસીએસની કન્સલ્ટીંગ ક્ષમતાઓ અને વૈશ્વિક સ્તરે શિક્ષણ તથા મૂલ્યાંકનમાં પિઅરસનની કુશળતાને જોડીને, અમે વર્કફ્લોમાં શિક્ષણ લાવીને સંસ્થાઓને કૌશલ્યના અંતરને દૂર કરવામાં મદદ કરી શકીએ છીએ. આ ટીમોને ઝડપથી કુશળતા બનાવવા, વ્યવસાયિક પડકારોને ઉકેલવા માટે એઆઈનો ઉપયોગ કરવા અને ઉત્પાદકતામાં જરૂરી સુધારાઓ પૂરા પાડવા સક્ષમ બનાવે છે.”

ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના એમડી અને સીઈઓ કે કૃતિવાસને જણાવ્યું હતું કે, “એઆઈ કામ કરવાની રીતને ફરીથી આકાર આપી રહ્યું છે, પરંતુ ટકાઉ મૂલ્ય સંસ્થાઓ લોકોને ઇન્ટેલિજન્ટ સિસ્ટમ્સ સાથે કામ કરવા માટે કેવી રીતે અસરકારક રીતે સક્ષમ બનાવે છે તેના પરથી આવશે. ભવિષ્ય એવા સાહસોનું છે જે સતત તેમના ઓપરેટિંગ મોડેલોમાં કુશળતા, અનુકૂલનક્ષમતા અને વિશ્વાસનું નિર્માણ કરે છે. કોન્ટેક્સ્ચ્યુઅલ એઆઈ, ક્લાઉડ ટ્રાન્સફોર્મેશન અને લાર્જ-સ્કેલ એન્ટરપ્રાઇઝ ડિલિવરીમાં ટીસીએસની શક્તિઓને શિક્ષણ અને મૂલ્યાંકનમાં પિઅરસનના નેતૃત્વ સાથે જોડીને, અમે સંસ્થાઓને ભવિષ્ય માટે તૈયાર હોય તેવા વર્કફોર્સ વિકસાવવામાં મદદ કરીશું.”

પિઅરસન અને ટીસીએસ નીચેના વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહયોગ કરશે:

ભવિષ્ય માટે તૈયાર વર્કફોર્સને સક્ષમ બનાવવા: આ ભાગીદારી એન્ટરપ્રાઇઝ ઓપરેટિંગ મોડેલ્સમાં શિક્ષણ, મૂલ્યાંકન અને સ્કીલ્સ ઇન્ટેલિજન્સને ઇન્ટિગ્રેટ કરવાની નવી રીતો ચકાસશે, જે કંપનીઓને નોકરીની ભૂમિકાઓ અને એઆઈ-સંચાલિત પરિવર્તન માટે તૈયાર કરવામાં મદદ કરશે.

એઆઈ-સંચાલિત પ્રોડક્ટ્સ સાથે મળીને વિકસાવવી: ટીસીએસ અને પિઅરસન નવી એઆઈ-સક્ષમ લર્નિંગ પ્રોડક્ટ્સ અને સર્વિસીસને સાથે મળીને વિકસાવશે અને પાયલોટ કરશે, ઝડપી પ્રોટોટાઇપિંગ અને વાસ્તવિક-વિશ્વની માન્યતાનો ઉપયોગ કરીને બજારની તકોનો ઝડપથી લાભ લેવા અને શીખનાર અને એન્ટરપ્રાઇઝ પરિણામોને સુધારવા માટે કામ કરશે.

પ્રારંભિક કારકિર્દી અને વર્કફોર્સ તૈયારીને મજબૂત બનાવવી: ટીસીએસ તેના ભરતી અને વર્કફોર્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સમાં પિઅરસનના વર્સેન્ટ ઇંગ્લિશ પ્રોફિશિયન્સી એસેસમેન્ટનો સમાવેશ કરશે. આ એસેસમેન્ટ ટીસીએસના એકંદર પ્રતિભા વિકાસ ઉદ્દેશ્યો સાથે જોડાશે અને પ્રારંભિક કારકિર્દી તથા કર્મચારીઓના વિકાસ માટેના કાર્યક્રમોમાં ભાષા અને સંદેશાવ્યવહાર કૌશલ્યના વિકાસને ટેકો આપશે.

TCS iON માં પિઅરસનનું ઇન્ટિગ્રેશન: TCS iON ડિજિટલ પ્લેટફોર્મમાં પિઅરસનના સોલ્યુશન્સનું ઇન્ટિગ્રેશન એઆઈ-ફર્સ્ટ ઇકોનોમી માટે રચાયેલું એન્ડ-ટુ-એન્ડ ટેલેન્ટ આર્કિટેક્ચર બનાવશે. TCS iON ની પેડાગોગિકલ રિચ અને પિઅરસનની વૈશ્વિક ઓળખાણને જોડીને, આ ભાગીદારી વિવિધ એકમો અને સરકારોને મોટાપાયે વિકસતી કૌશલ્ય જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરશે. એઆઈ-વેલિડેટેડ સ્કીલ બેન્ચમાર્કિંગ અને સર્ટિફિકેશન દ્વારા, આ સહયોગ સંસ્થાઓને ચકાસાયેલ પ્રતિભાઓ તૈયાર કરવા અને વધુ ચપળતા તેમજ ચોકસાઇ સાથે વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશનને આગળ વધારવા સક્ષમ બનાવશે.

કંપનીઓ ભવિષ્ય માટે તેમના વર્કફોર્સને વધારવા અને કૌશલ્યના અંતરને દૂર કરવાને પ્રાથમિકતા આપી રહી છે, તેથી નવી ટેક્નોલોજીસ સાથે અસરકારક રીતે કામ કરવા માટે લોકોને કૌશલ્યથી સજ્જ કરવા માટે લર્નિંગ સોલ્યુશન્સની તાત્કાલિક જરૂર છે. પિઅરસનના સંશોધનો દર્શાવે છે કર્મચારીઓને સ્થાને એઆઈ લાગુ કરવાના બદલે તેને તેમની સાથે સહયોગ કરવા સક્ષમ બનાવવાથી 2034 સુધીમાં યુએસ અર્થતંત્રમાં 4.8 ટ્રિલિયન ડોલરથી 6.6 ટ્રિલિયન ડોલરનો ઉમેરો થઈ શકે છે.

ટીસીએસ સાથેની ભાગીદારી પિઅરસની પસંદગીના ભાગીદારો સાથે 360-ડિગ્રી સંબંધો બનાવવાની વ્યૂહરચનાને આગળ ધપાવે છે જેથી મજબૂત ગ્રાહક પરિણામો, જોઇન્ટ ગો-ટુ-માર્કેટ પહેલ અને સહિયારી વૃદ્ધિ મળી શકે.