Friday, July 5, 2024
HomeGujaratટાટા મોટર્સની સર્વગ્રાહી આફ્ટર-સેલ્સ સર્વિસિસ ગુજરાતમાં ટ્રકોની ગતિશીલતા માટે મહત્વપૂર્ણ

ટાટા મોટર્સની સર્વગ્રાહી આફ્ટર-સેલ્સ સર્વિસિસ ગુજરાતમાં ટ્રકોની ગતિશીલતા માટે મહત્વપૂર્ણ

Date:

spot_img

Related stories

પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની માહિતી નિયામક દ્વારા મંગાઈ...

શિક્ષકોની કાયમી ભરતીના મુદ્દે સર્જાયેલી વિકટ પરિસ્થિતિને પામીને સરકારે...

જયેશ બોઘરા બન્યા ફરી રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન

રાજકોટ માર્કેટયાર્ડની ચૂંટણીને લઇને સૌની નજર મંડાયેલી હતી. આજે...

એમસીએક્સ પર ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.36ની નરમાઈ

સોનાનો વાયદો રૂ.150 અને ચાંદીનો વાયદો રૂ.585 વધ્યોઃ બિનલોહ...

સુઝુકીની નેક્સ્ટ ભારત વેન્ચર્સે ભારતના આંત્રપ્રિન્યોર્સને સશક્ત બનાવવા માટે...

• સામાજિક અસર કરતી રોકાણ કંપની પ્રભાવશાળી આંત્રપ્રિન્યોર્સના સમુદાયને...

મુંબઈ પહોંચ્યા ખેલાડીઓ, ભારે ભીડ વચ્ચે ફસાઈ બસ

ટી 20 વર્લ્ડકપ જીત્યાં બાદ આજે ભારતીય ક્રિકેટ ટીમ...
spot_img

ભારતના સૌથી મોટા કમર્શિયલ વ્હીકલ નિર્માતા ટાટા મોટર્સે તેની સર્વિસ ઇકોસિસ્ટમને સતત મજબૂત કરીને અને વાહનોના ઉચ્ચ અપટાઇમ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવીને ભારતીય ટ્રકિંગ ઇન્ડસ્ટ્રીમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જે આજની કઠીન ફ્રેઇટ ડિલિવરી સમયરેખાને પહોંચી વળવામાં એક મહત્વપૂર્ણ પરિબળ છે. મજબૂત સર્વિસ નેટવર્ક, શ્રેણીબદ્ધ મૂલ્ય-વર્ધિત સેવાઓ, જેન્યુઇન સ્પેર પાર્ટ્સની સરળ એક્સેસ ઓફર કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ડ્રાઇવરની સુખાકારીને પ્રાથમિકતા આપતાં કંપની ગ્રાહકોને ઉત્કૃષ્ટ માલીકીના અનુભવની ખાતરી આપે છે.

વાહનને લઘુત્તમ ડાઉનટાઇમ સાથે સરળતાથી કાર્યરત રાખવું એ ગ્રાહકના વ્યવસાયની સફળતા માટે હંમેશાથી મહત્વપૂર્ણ રહ્યું છે. આ બાબતની શરૂઆતથી ઓળખ કરતાં ટાટા મોટર્સે સમગ્ર ગુજરાતમાં 161 વ્યૂહાત્મક ટચપોઇન્ટ્સ દ્વારા વ્યાપક સર્વિસ નેટવર્ક સ્થાપિત કર્યું છે. આ ઉપરાંત ડીલરશીપ પાસે પર્યાપ્ત સ્ટોક દ્વારા જેન્યુઇન પાર્ટ્સની સરળ એક્સેસની પણ ખાતરી અપાય છે. ટાટા મોટર્સની સેવા ઉત્કૃષ્ટતાના કેન્દ્રમાં ખૂબજ કુશળ ટેક્નિશિયન છે, જેમને કંપની દ્વારા સતત પ્રશિક્ષિત કરવામાં આવે છે.

ટાટા મોટર્સ માલીકીના અનુભવમાં વધારો કરવા માટે અપટાઇમ એશ્યોરન્સ, ઓન-સાઇટ સર્વિસ, વાર્ષિક મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ અને ફ્લીટ મેનેજમેન્ટ સોલ્યુશન્સ સહિતની મૂલ્ય-વર્ધિત સેવાઓનો સમૂહ ઓફર કરે છે. ટાટા એલર્ટ અને ટાટા કવચ જેવી પહેલો વાહનના અકસ્માતની સ્થિતિમાં ઝડપી રોડસાઇડ સહયોગ અને રિપેર પ્રદાન કરે છે, જ્યારે કે ટાટા ઝિપ્પી એશ્યોરન્સ સર્વિસ સંબંધિત ચિંતાઓના સમયસર નિરાકરણની ખાતરી આપે છે. આ તમામ સેવાઓ ડાઉનટાઇમ ઘટાડે છે અને વાહનની વિશ્વસનીયતામાં વધારો કરીને વ્યવસાયિક કાર્યક્ષમતાને બળ આપે છે.

ભારતની લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીના મજબૂત આધાર તથા સુરક્ષા અને ડ્રાઇવરની સુવિધાને પ્રાથમિકતા આપતા જવાબદાર કોર્પોરેટ તરીકે ટાટા મોટર્સે ડ્રાઇવરના કલ્યાણ માટે હંમેશા કામ કર્યું છે. વ્યાપક ડ્રાઇવર પ્રશિક્ષણ પહેલો દ્વારા ટાટા મોટર્સ સુનિશ્ચિત કરે છે કે ડ્રાઇવર સુરક્ષિત અને કાર્યક્ષમ રીતે વાહન ચલાવવા માટે નવીન કૌશલ્યો અને જ્ઞાનથી સજ્જ હોય. કંપનીના ડ્રાઇવરના કલ્યાણ માટેના પ્રયાસો પ્રશિક્ષણ ઉપરાંત વિસ્તારવામાં આવ્યાં છે. ‘ટાટા સમર્થ’ જેવા પ્રોગ્રામ ઓફર કરીને કંપની ડ્રાઇવરના આરોગ્ય, સુરક્ષા અને સુખાકારી ઉપર ધ્યાન આપે છે, જેથી તેમની અને તેમના પરિવારની જીવન ગુણવત્તામાં સુધારો થાય છે.

ટાટા મોટર્સે તેના ગ્રાહકોની નજીક રહીને અને તેમની જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને સુનિશ્ચિત કર્યું છે કે દરેક ટાટા માલીક ગૌરવપૂર્ણ માલીક હોય. આફ્ટરસેલ્સ સર્વિસ માટેની અતૂટ કટીબદ્ધતાથી ગ્રાહકોનો વિશ્વાસ મજબૂત થવાની સાથે-સાથે ગુજરાતમાં કંપનીની લાંબાગાળાની વૃદ્ધિને પણ મજબૂત કરી છે.

પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની માહિતી નિયામક દ્વારા મંગાઈ...

શિક્ષકોની કાયમી ભરતીના મુદ્દે સર્જાયેલી વિકટ પરિસ્થિતિને પામીને સરકારે...

જયેશ બોઘરા બન્યા ફરી રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન

રાજકોટ માર્કેટયાર્ડની ચૂંટણીને લઇને સૌની નજર મંડાયેલી હતી. આજે...

એમસીએક્સ પર ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.36ની નરમાઈ

સોનાનો વાયદો રૂ.150 અને ચાંદીનો વાયદો રૂ.585 વધ્યોઃ બિનલોહ...

સુઝુકીની નેક્સ્ટ ભારત વેન્ચર્સે ભારતના આંત્રપ્રિન્યોર્સને સશક્ત બનાવવા માટે...

• સામાજિક અસર કરતી રોકાણ કંપની પ્રભાવશાળી આંત્રપ્રિન્યોર્સના સમુદાયને...

મુંબઈ પહોંચ્યા ખેલાડીઓ, ભારે ભીડ વચ્ચે ફસાઈ બસ

ટી 20 વર્લ્ડકપ જીત્યાં બાદ આજે ભારતીય ક્રિકેટ ટીમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here