મીઠા અને તેલનું પ્રમાણ સંતુલિત રાખો

0
107

મીઠા અને તેલનું પ્રમાણ સંતુલિત રાખો

સ્વસ્થ રહેવા માટે જે મુખ્ય સંકલ્પો લઇ શકાય તેમાં છે, વજન ઓછું કરવું, ધુમ્રપાન છોડવું અને પોષણયુક્ત આહાર લેવો, વગેરે જેવા સંકલ્પ રોજિંદા જીવનમાં નાના નાના ફેરફારો સારા સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે.

મીઠા અને તેલનું પ્રમાણ : આપણે દરરોજ પોતાના આહારમાં કેટલુ મીઠું અને કેટલું તેલ ઉપયોગ કરીએ છીએ, તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. એક વયસ્કે ૨૦-૨૫ ગ્રામ (ચાર નાની-ચમચી) તેલનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાં જ, તમે Weight Loss કરવા માંગતા હોય, તો ૨ નાની ચમચી તેલનો ઉપયોગ કરી શકો છો, નાના બાળકોને ઊર્જાની જરૂર વધુ હોય છે, આથી જ તેમના માટે પાંચ નાની ચમચી તેલનો ઉપયોગ કરી શકાય છે, જ્યારે કે બાળક જ્યારે નવ વર્ષથી વધુ ઉંમરનો થવા લાગે, તો તેલની માત્રા ચારથી પાંચ ચમચી કરી શકો છો. ત્યાં જ બજારમાંથી ખરીદવામાં આવતા ખાદ્ય પદાર્થોમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે જેમકે, સૂપ, બ્રેડ, સોસ, નમકીન, સ્નેક્સ વગેરે. શરીરમાં મીઠાનું પ્રમાણ વધુ હોવાથી બ્લડપ્રેશર વધી શકે છે. અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર દરરોજ ૨૩૦૦ મીલીગ્રામ (૩.૭૫ગ્રામ) થી વધુ મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ. જ્યારે કે હાઈ બીપીના દર્દીઓએ ૧૫૦૦ મીલીગ્રામ સુધી જ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ.

ભોજન નિયમિત લો : ભોજન લેવાનો ચોક્કસ સમય બનાવી લો અને તેને ફોલો કરો. તેનાથી શરીર પોતે તે સમય સુધી ઉર્જાનું સ્તર જાળવી રાખશે. તે ઘણા રોગથી બચવામાં પણ મદદ કરે છે.

મુશ્કેલ નથી સ્વસ્થ રહેવું અપનાવો આવા ઉપાય :

  • ધૂમ્રપાન ન કરો અને પરિવારમાં ન કરવા દો.
  • દરરોજ ૩૦ મિનિટ સુધી ઝડપી ચાલમાં ચાલો.
  • તાજા ફળો અને શાકભાજીઓ ખાઓ.
  • વેટ મેનેજમેંટ પર ધ્યાન દો, પરંતુ ભૂખ્યા ન રહો. થોડા પ્રમાણમાં ખાઓ અને દિવસમાં ચાર પાંચ વખત ખાઓ.
  • બ્લડ શુગર, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ લેવલની નિયમિત તપાસ કરાવો અને જરૂરી દવાઓ લેતા રહો.
    રમત-ગમત, યોગ, મેડીટેશન વગેરે પર ધ્યાન દો.

સારી રીતે ચાવીને ખાઓ : હંમેશા ધીમે ધીમે ચાવીને ખાઓ. આવું કરવાથી ભોજનને પચાવવું સરળ થઇ જશે. આ આદતથી વજન નિયંત્રિત કરવામાં પણ સરળતા થશે.

ખાવામાં સ્માર્ટ ચોઇસ : મેંદાની જગ્યાએ હાઈ ફાઈબર યુક્ત લોટ, જુવાર કે બાજરો અને ચોકર મીક્સડ લોટનો ઉપયોગ કરો. ખાંડની જગ્યાએ ગોળ કે મધનો ઉપયોગ કરો. સોયા પનીર કે અંકુરિત ખાદ્યનો ઉપયોગ કરો.

અડધો કલાક બાળકો સાથે જરૂર રમો : બાળકો સાથે સમય વિતાવવાના શારીરિક અને માનસિક બંને ફાયદા છે. તે મેદસ્વિતા ઓછી કરવામાં મદદરૂપ થાય છે. તેનાથી તણાવ પણ ઓછો થાય છે અને બાળકો સાથે મીઠાશ પણ બનેલી રહે છે.

પાણીનું સેવન ખૂબ જ કરો : પાણીનું વધુ સેવન કરવાથી ભોજન પચાવવામાં સરળતા થાય છે. ડિહાઇડ્રેશન, પથરી અને કિડની જેવી બીમારીઓથી પણ દુર રહી શકાય છે. તેની સાથે જ ડીપ ફ્રાઈડ સ્નેક્સની જગ્યાએ રોસ્ટેડ નાસ્તાને પ્રાથમિકતા આપો. કોલ્ડ્રીંકની જગ્યાએ લીંબુ પાણી કે નારીયલ પાણીનો ઉપયોગ કરો. સવાર સવારમાં પીવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો. તેમજ ઓફિસમાં પાણી પીવાથી લઈને નાના મોટા અન્ય કામ પોતે જ કરવા જોઈએ. જ્યારે પણ ક્યાંય જવું હોય તો ઝડપથી ચાલીને જાઓ.