Tuesday, August 25, 2026
HomeIndiaNDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું - અમે પ્રચાર...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું – અમે પ્રચાર નહીં કરીએ

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ નવાબ મલિકને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે, જેના બાદથી મહારાષ્ટ્રના એનડીએ ગઠબંધન એટલે કેમ મહાયુતિમાં ભાગલા પડી ગયા છે. ભાજપે અજિત પવાર જૂથના નેતા નવાબ મલિકની ઉમેદવારીની આકરી ટીકા કરતાં કહ્યું કે અમે નવાબને સમર્થન નહીં આપીએ. NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું – અમે પ્રચાર નહીં કરીએ

અજિત પવારે ટિકિટ આપી

અજિત પવારની NCPએ નવાબ મલિકને મહારાષ્ટ્ર ચૂંટણીમાં માનખુર્દ શિવાજી નગર બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા છે. અજિત પવારે છેલ્લી ઘડીએ ટિકિટ આપીને પોતાના પત્તા ખોલતાં ધમાચકડી મચી છે. ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ સાથે સંકળાયેલા કથિત મની લોન્ડરિંગ કેસના આરોપી મલિકે બે નામાંકન દાખલ કર્યા હતા. જેમાં એક ઉમેદવારી NCPના સભ્ય તરીકે અને બીજી અપક્ષ તરીકે હતી. પરંતુ એનસીપીના સમર્થન બાદ તેમણે પોતાને સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા હતા.

ભાજપે કહ્યું- અમે નવાબ મલિકને સમર્થન નહીં આપીએ

પાર્ટીના મહારાષ્ટ્રના વડા આશિષ શેલારે કહ્યું, ભાજપનું વલણ સ્પષ્ટ છે કે ગઠબંધનમાં તમામ પક્ષોએ પોતાના ઉમેદવારો નક્કી કરવા જોઈએ, પરંતુ અમે NCP તરફથી નવાબ મલિકની સત્તાવાર ઉમેદવારીને સમર્થન આપતા નથી. દેવેન્દ્ર ફડણવીસે પાર્ટીનું સ્ટેન્ડ વારંવાર સ્પષ્ટ કર્યું છે. હું ફરીથી કહું છું કે ભાજપ નવાબ મલિક માટે પ્રચાર નહીં કરે. અમારે તેના માટે પ્રચાર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે અમે દાઉદ સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિને અથવા દાઉદ સાથે સંબંધિત કોઈપણ મુદ્દાને સમર્થન આપીશું નહીં.

નવાબ મલિકની દિકરીને ભાજપનો ટેકો

જો કે, ભાજપે મલિકની દિકરી સના મલિકને શંકાનો લાભ આપ્યો છે, જે અનુશક્તિ નગર બેઠક પરથી એનસીપીના સત્તાવાર ઉમેદવાર છે. જ્યાં તેમના પિતા નવાબ મલિક વર્તમાન ધારાસભ્ય છે. ભાજપે પણ સનાને સમર્થન આપવાની વાત કરી છે. ભાજપ ‘બુલેટ પાટીલ’ને સમર્થન આપશે તો બીજી તરફ ભાજપના કિરીટ સોમૈયાએ અજિત પવારની પાર્ટી અને નવાબ મલિક પર ખુલ્લેઆમ નિશાન સાધ્યું છે. એક્સ પર પોસ્ટ કરતી વખતે તેમણે કહ્યું કે અમે નવાબ મલિકને કોઈ પણ સંજોગોમાં સમર્થન નહીં કરીએ.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here